IPL 2026 Rajasthan Royals vs Lucknow Tremendous Giants, RR vs LSG LIVE Rating: આઈપીએલ 2026ની 64મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન યશસ્વી જયસ્વાલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
રાજસ્થાન રોયલ્સના 12 મેચમાં 12 પોઈન્ટ છે. લખનઉ સુપર જાયન્ટ્સના 12 મેચમાં 8 પોઈન્ટ છે. રાજસ્થાન આ મેચ જીતીને પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો સરળ બનાવવાનો પ્રયાસ કરશે. રાજસ્થાને પોતાની છેલ્લી ત્રણ મેચ ગુમાવી છે. રાજસ્થાન અને લખનઉ વચ્ચે 7 મેચ રમાઈ છે, જેમાં રાજસ્થાનનો 5 અને લખનઉનો 2 મેચમાં વિજય થયો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ (કેપ્ટન), લુહાન ડ્રે પ્રિટોરિયસ, ધ્રુવ જુરેલ, ડોનોવાન ફેરેરિયા, શુભમ દુબે, દાશુન શનાકા, જોફ્રા આર્ચર, સંદીપ શર્મા, સુશાંત મિશ્રા, બ્રિજેશ શર્મા, યશરાજ પુંજા
લખનઉ સુપર જાયન્ટ્સ : જોશ ઇંગ્લિશ, મિશેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન), નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, શાહબાઝ અહમદ, મોહસિન ખાન, મયંક યાદવ, આકાશ સિંહ, પ્રિન્સ યાદવ.
