ગુજરાત રાજ્યસભાની ચાર બેઠકો માટેની દ્વિ-વાર્ષિક ચૂંટણીમાં તમામ 4 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. ચૂંટણી અધિકારી ચેતન પંડ્યા દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જે 21 જૂને નિવૃત્ત થઈ રહેલા સાંસદોનું સ્થાન લેશે.
1 જૂન, 2026: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે ગુજરાતની 4 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
8 જૂન, 2026: નામનામ નિર્દેશન પત્રો (Nomination Papers) ભરવાની છેલ્લી તારીખ સુધીમાં માત્ર 4 ઉમેદવારોના જ ફોર્મ પ્રાપ્ત થયા હતા.
9 જૂન, 2026: ભરાયેલા ફોર્મની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ચારેય ઉમેદવારોના ઉમેદવારી પત્ર સંપૂર્ણપણે માન્ય ઠર્યા હતા.
11 જૂન, 2026: આજરોજ ફોર્મ પાછા ખેંચવાનો સમય પૂર્ણ થતાં જ મેદાનમાં માત્ર 4 ઉમેદવારો જ બચ્યા હતા. આથી નિયમ મુજબ મતદાન કરાવવાની જરૂર ન પડતા તમામ ચારેય ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
આ ચૂંટાયેલા ઉમેદવારો રાજ્યસભાના વર્તમાન સભ્યો (1) રામભાઈ મોકરીયા (2) નરહરી અમીન (3) રમીલાબેન બારા (4) શક્તિસિંહ ગોહિલનું સ્થાન લેશે, જેમની મુદ્દત તા. 21 જુન, 2026 ના રોજ પૂરી થઈ રહી છે.
સુરતથી પ્રયાગરાજ માટે સ્પેશિયલ ટ્રેન શરૂ, જુઓ ટાઈમટેબલ અને રૂટ લિસ્ટ
રાજકીય સમીકરણ
ગુજરાત વિધાનસભાના હાલના સંખ્યાબળને આધારે આ વખતે બેઠકોના સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલની ટર્મ પૂરી થતાં આ બેઠક પર પણ હવે નવા રાજકીય સમીકરણો અમલી બન્યા છે. ચૂંટણી અધિકારીએ તમામ વિજેતા ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયાના પ્રમાણપત્રો પણ એનાયત કરી દીધા છે.
રાજ્યસભામાં ગુજરાતથી કોંગ્રેસના એક પણ સાંસદ નહીં
કોંગ્રેસ પાર્ટી રાજ્યસભામાં સતત એક કે બે બેઠકો મેળવતી હતી. જોકે આ વખતે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વિધાનસભામાં તેની નબળી સ્થિતિને કારણે પાર્ટી હવે રાજ્યસભામાં એક પણ સાંસદ વિના રહેશે. આ પરિસ્થિતિ 2029 સુધી ચાલુ રહી શકે છે. જો કોંગ્રેસ 2027ની વિધાનસભા ચૂંટણીમાં પણ 40 થી વધુ બેઠકો જીતવામાં નિષ્ફળ જાય તો તે 2032 સુધી રાજ્યસભામાં પ્રતિનિધિત્વ વિના રહેશે.
