ગુજરાત ટાઇટન્સે ગુજરાત દિવસની ઉજવણી કરી, ખેલાડીઓએ પરંપરાગત ટાંગલિયા શર્ટ પહેર્યા

ગુજરાત ટાઇટન્સે ગુજરાત દિવસની ઉજવણી કરી, ખેલાડીઓએ પરંપરાગત ટાંગલિયા શર્ટ પહેર્યા

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Gujarat Titans : ગુજરાત ટાઇટન્સે ખાસ ટીમ ડિનર યોજીને ગુજરાત દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ખેલાડીઓ, ટીમના માલિકો, સપોર્ટ સ્ટાફ અને મેનેજમેન્ટના સભ્યોએ એકત્રિત થઈ રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સન્માન આપ્યું હતું.
 
આ પ્રસંગને યાદગાર બનાવવા માટે ફ્રેન્ચાઇઝીએ ખેલાડીઓને ખાસ તૈયાર કરેલા ટાંગલિયા શર્ટ ભેટ આપ્યા હતા, જે રાજ્યના સૌથી અનોખા હસ્તવણાટના કપડામાંથી એક તરીકે ઓળખાય છે. ખેલાડીઓએ સાંજે આ શર્ટ પહેરીને પોતાનો ઉત્સાહ અને આનંદ દર્શાવ્યો હતો અને આ પરંપરાગત હસ્તકલાની પ્રશંસા વ્યક્ત કરી હતી.
  
ટાંગલિયા વણાટનો ઇતિહાસ 700 વર્ષથી પણ વધુ જૂનો

ટાંગલિયા વણાટનો ઇતિહાસ 700 વર્ષથી પણ વધુ જૂનો છે અને તેનો ઉદ્ભવ ડાંગસિયા સમુદાયમાંથી થયો છે. તેની વિશેષતા તેની અનોખી મણકા જેવી ડિઝાઇન છે, જેને ઘણીવાર કાપડ પરના મોતી તરીકે વર્ણવવામાં આવે છે. પરંપરાગત રીતે ખાસ પ્રસંગો પર પહેરાતું આ કાપડ ગુજરાતની આત્મા, સહનશીલતા અને વાર્તાકથનની પરંપરાને દર્શાવે છે, જે પેઢી દર પેઢી આગળ વધતી આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટાંગલિયાને વૈશ્વિક સ્તરે પણ ઓળખ મળી છે.
 
આ પહેલ ફ્રેન્ચાઇઝીના ‘ગુજરાત-પ્રથમ’ અભિગમને મજબૂત બનાવે છે અને ક્રિકેટની બહાર પણ પ્રાદેશિક ઓળખને ઉજાગર કરવા તેમજ ટીમ સાથેનો સંબંધ વધુ ગાઢ બનાવવા તેના સતત પ્રયાસોને દર્શાવે છે.

 
ગુજરાત દિવસના આ ટીમ ડિનર દ્વારા ફ્રેન્ચાઇઝીની સ્થાનિક સંસ્કૃતિને ઉજવવાની અને મજબૂત ટીમ એકતા ઊભી કરવાની પ્રતિબદ્ધતા પણ રજૂ થઈ હતી, જેમાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આ પ્રસંગનું મહત્વ સમજ્યા હતા.

 
રવિવારે પંજાબ કિંગ્સ સામે મુકાબલો

આઈપીએલ 2026માં સળંગ બે વિજય બાદ શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ રવિવારને 3 મે ના રોજ પંજાબ કિંગ્સ સામે મેદાનમાં ઉતરશે. આ મેચ હોમગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *