ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો IMD ની અપડેટ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love



Gujarat climate forecast alert: ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાત માટે આગામી 7 દિવસનું હવામાન પૂર્વાનુમાન જાહેર કર્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકા-ભડાકા થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા?

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ગતિ પણ સામાન્ય કરતા વધુ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 16 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટાંની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 17 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતના અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર; જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં અનેક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 18 થી 19 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, આણંદ સહિત ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં ઘણા સ્થળોએ વરસાદી માહોલ રહેશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 19 થી 20 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત, સમગ્ર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ રહેશે.

આ પણ વાંચો: નાના વરાછામાં NRIના બંધ બંગલાની ગ્રીલમાં ફસાયો ચોર, લોકોએ ચખાડ્યો મેથીપાક, વાયરલ વીડિયો બાદ પોલીસ દોડતી થઈ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 20 થી 23 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનું પ્રમાણ ઘટશે અને રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં માત્ર એકલ-દોકલ સ્થળોએ જ હળવા ઝાપટાં પડશે.

ખેડૂતો અને નાગરિકો માટે સલાહ

હવામાન વિભાગે ગાજવીજ અને થંડરસ્ટોર્મની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખુલ્લા ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને સામાન્ય નાગરિકોને વીજળીના સમયે સુરક્ષિત સ્થળે આશરો લેવાની અને સાવચેતી રાખવાની સલાહ આપી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *