Residence Kitchen Backyard Vegetation Suggestions: કેપ્સિકમ એટલે કે શિમલા મિર્ચનો ઉપયોગ ઘણીવાર ખોરાકનો સ્વાદ અને રંગ વધારવા માટે થાય છે. કેપ્સિકમનો ઉપયોગ ફ્રાઇડ રાઇસ, નૂડલ્સ, પનીર ગ્રેવી સબ્જી, મિક્સ્ડ વેજ અને અન્ય ઘણી વાનગીઓમાં થાય છે. કેપ્સિકમ એ શાકભાજીમાંની એક છે જે તમે કુંડામાં પણ સરળતાથી ઉગાડી શકો છો. જો તમે તમારી બાલ્કની અથવા ટેરેસ પર મીની ગાર્ડન બનાવ્યો છે, તો તમે તેમાં કેપ્સિકમના છોડ પણ ઉગાડી શકો છો.
શિમલા મિર્ચ ઉગાડવા માટે તમારે બજારમાંથી અલગ છોડ અથવા બીજ ખરીદવાની જરૂર નથી. તેના બદલે, તમે ઘરમાં રાખેલા કેપ્સિકમથી જ તેનો છોડ ઉગાડી શકો છો. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, છોડ થોડી કાળજી રાખો, જેથી છોડની સારી વૃદ્ધિ થાય. ચાલો જાણીએ ઘરે કેપ્સિકમનો છોડ કેવી રીતે ઉગાડવો.
કેપ્સિકમ માંથી બીજ કેવી રીતે કાઢવું?
સૌ પ્રથમ એક સારી અને સંપૂર્ણ રીતે ઉગાડેલો કેપ્સિકમ લો અને તેને કાપી તેની અંદરથી બીજ કાઢી લો. બીજ સ્વચ્છ અને આખા હોવા જોઈએ. હવે આ બીજને એક સાફ થાળી અથવા કાગળ પર મૂકી છાંયડાવાળી જગ્યા પર 2-3 દિવસ સુધી સુકવવા દો. તે સારી રીતે સૂકાઈ ગયા પછી જ તેને જમીનમાં રોપો. એક બાબત ધ્યાનમાં રાખો કે, બીજને કડક તડકામાં સૂકવવાની જરૂર નથી.
માટી કેવી હોવી જોઈએ?
કેપ્સિકમના છોડ માટે પાણી સરળતાથી નીકળી જાય તેવી જમીન અનુકુળ હોય છે. આ કિસ્સામાં, તમે બગીચાની માટી, વર્મિકમ્પોસ્ટ અથવા સારી રીતે તૈયાર કરાયેલા જૈવિક ખાતર અને કોકોપેટને મિક્સ કરીને હળવી અને પૌષ્ટિક જમીન તૈયાર કરી શકો છો. હવે આ બીજને એક નાના વાસણ અથવા પ્લાન્ટ ટ્રેમાં માટી ભરી 1 સેમી ની ઊંડાઈ પર રોપો, પછી તેની ઉપર માટીનું ખૂબ જ પાતળું સ્તર પાથરી લો. બીજ રોપ્યા બાદ જમીનમાં થોડુંક પાણી છાંટો. પાણી જમા ન થવું જોઈએ, નહીં તો બીજ સડી શકે છે.
કુંડું ક્યાં મુકવું?
બીજ રોપેલા કુંડાને એવી જગ્યાએ મૂકો જ્યાં તેને પૂરતો પ્રકાશ મળે. હવામાન અને તાપમાનના આધારે રોપો લગભગ 7-20 દિવસમાં અંકુરિત થઇ જાય છે. ધ્યાનમાં રાખો કે કુંડાને આકરો સૂર્યપ્રકાશ પડતો હોય તેવી જગ્યા પર મૂકવું નહીં.
કુંડુ કેટલું મોટું હોવું જોઈએ?
છોડ રોપવા માટે 10 થી 12 ઇંચ કે તેથી મોટા પહોળા કુંડામાં બગીચાની માટી, વર્મી કોમ્પોસ્ટ અને કોકોપીટ મિક્સ કરીને નાંખો. તૈયાર છોડને સાવધાની પૂર્વક કુંડામાં રોપો. માત્ર એવો છોડ રોપવો જે થોડોક મોટો હોય અને તેમા ઘણા બધા પાંદડા હોય.
છોડની સંભાળ કેવી રીતે રાખવી?
જરૂરિયાત મુજબ છોડને પાણી આપતા રહો, પરંતુ જમીનને સંપૂર્ણપણે સૂકવવા દો નહીં. છોડમાં 15-20 દિવસે જૈવિક ખાતર ઉમેરી શકાય છે. ઉપરાંત, કુંડાને એવી જગ્યાએ મૂકો જ્યાં છોડને સવારે 4-5 કલાકનો સૂર્યપ્રકાશ મળી શકે. યોગ્ય સંભાળ સાથે, કેપ્સિકમના છોડમાં લગભગ 60-90 દિવસમાં ફૂલ આવવાનું શરૂ કરી શકે છે. ફુલ આવ્યા બાદ લગભગ 30-35 દિવસ પછી શિમલા મિર્ચ પરિપક્વ થઇ જાય છે.
આ પણ વાંચો | બાલ્કનીનો બદલો લૂક, જૂની પ્લાસ્ટિકની ડોલની મદદથી ઘરે બનાવો સુંદર કુંડા
Disclaimer : આ લેખમાં આપેલી સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.
