ગુજરાતને નવી 101 એસટી બસોની ભેટ, 6500 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરાશે

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Harsh Sanghavi : રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાજ્યની માતા-બહેનોને શ્રેષ્ઠ પરિવહન સુવિધાની ભેટ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા 101 નવીન એસ.ટી. બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ તમામ નવીન બસોનું ગાંધીનગર ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

લોકાર્પિત કરાયેલી 101 બસોમાં 71 સુપર એક્સપ્રેસ, 20 મિની અને 10 સ્લીપર કોચનો સમાવેશ થાય છે, જે તમામ બસો રક્ષાબંધન તહેવારના વિશેષ સંચાલનમાં પણ ઉમેરાશે.

મહિલા કંડક્ટરોએ હર્ષ સંઘવીને રાખડી બાંધી

આ કાર્યક્રમ દરમિયાન એસ.ટી. નિગમની મહિલા કંડક્ટરોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રાખડી બાંધી રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરી હતી. નોંધનીય છે કે, એસ. ટી. નિગમના ડ્રાઈવર, કંડક્ટર અને ઓપરેશન સ્ટાફ રાજ્યની માતા-બહેનો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે 24×7 અવિરત સેવાઓ આપે છે. 

મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિઝનરી પહેલ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર દ્વારા રાજ્યના નાગરિકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે સુવિધાજનક, સલામત અને આરામદાયક જાહેર પરિવહન સેવા સુનિશ્ચિત કરવાના ભગીરથ પ્રયાસરૂપે નવીન 101 એસ.ટી. બસોને જનતાની સેવામાં લોકાર્પિત કરવામાં આવી છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી પવિત્ર રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા નવા રૂટ પર વિશેષ બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે, જે રાજ્યના ખૂણે-ખૂણેથી પ્રવાસ કરતા નાગરિકોની મુસાફરી વધુ સરળ બનાવશે. 

6500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તારીખ 26 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં વિવિધ રૂટ પર કુલ 6500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મુખ્ય શહેરો અને અંબાજી, પાવાગઢ અને સોમનાથ જેવા પ્રમુખ તીર્થધામો પર વિશેષ બસો દોડાવવાનું સઘન આયોજન કરાયું છે. મુસાફરોની સરળતા માટે ઓનલાઈન તેમજ ડેપો પર ઍડવાન્સ બુકિંગની પૂરતી વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રક્ષાબંધન દરમિયાન નિગમ દ્વારા 6402  વધારાની ટ્રીપો દોડાવીને 3.33 લાખ મુસાફરોને સફળતાપૂર્વક સેવા આપવામાં આવી હતી. આ વર્ષે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા આયોજનને વધુ વ્યાપક બનાવી 6500 એકસ્ટ્રા ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. એસ.ટી. નિગમ દ્વારા જાહેર જનતાને આ વિશેષ સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *