વલસાડમાં શોકનું મોજું ફરી વળ્યું જ્યારે ઉમરગામ તાલુકાના મામલતદારે ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના રાત્રે બની જેનાથી તાલુકા વહીવટી સંકુલમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક મામલતદારની ઓળખ દલપતભાઈ છોટુભાઈ બ્રહ્મકચ્છ તરીકે થઈ છે. તેમણે સોમવારે રાત્રે ઉમરગામ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નજીક રેલ્વે ટ્રેક પર આત્મહત્યા કરી લીધી.
ભાજપના નેતાઓ 20થી 30 લાખ રૂપિયા આપવાની લાલચ આપી કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો અને ફોર્મ રદ કરાવવા ભાજપના નેતાઓએ દબાણ કરતા ઉમરગામના ચૂંટણી અધિકારીએ આપઘાત કર્યો હોવાનો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે. આ અંગે રજૂઆત કરવા આજે કોંગ્રેસનું એક ડેલિગેશન રાજ્ય ચૂંટણી આયોગને મળશે.
અમિત ચાવડાનો આક્ષેપો
- ભાજપ નેતાઓના પ્રેશરને કારણે ચૂંટણી અધિકારીએ આપઘાત કર્યો.
- ભાજપ અધિકારીઓનો દૂરઉપયોગ કરી રહી છે, ચૂંટણી અધિકારી દબાવવશ ના થતા આપઘાત કર્યો.
- આપઘાત પર ભાજપ સરકાર જવાબદાર.
ગુજરાત સ્થાનિક ચૂંટણીઓ વચ્ચે હડકંપ
નોંધનીય છે કે ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે અને હાલમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ઉમરગામ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ચૂંટણી ચાલી રહી છે. આ ચૂંટણી પ્રક્રિયામાં મામલતદાર દરેક તાલુકામાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે સેવા આપે છે. તેમની પ્રાથમિક ભૂમિકા ઉમેદવારોના ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવાની હતી. કયા ફોર્મ માન્ય છે, કયા સાચા છે, કયા નામંજૂર કરવાના છે તે નક્કી કરવાની અને ઉમેદવારની અરજીમાં કોઈ ખામીઓ ઓળખવાની અને આ મૂલ્યાંકનોના આધારે નિર્ણયો લેવાની હતી. મામલતદાર ડી.સી. બ્રહ્મકચ્છ આખો દિવસ આ જ પ્રક્રિયામાં રોકાયેલા રહ્યા હતા.
“મેં સાડી પહેરી હતી, અશ્લીલતા ક્યાં છે?” ABVPના કાર્યક્રમમાં ડાન્સ કરનાર વિદ્યાર્થિનીએ રડતા-રડતા કરી સ્પષ્ટતા
તેમણે રાત્રે 10 કે 11 વાગ્યા સુધી કામ કરવાનું હતું. તેમની પ્રાથમિક જવાબદારી તાલુકા કાર્યાલયમાં ઉમેદવારોના ફોર્મ પર સત્તાવાર રીતે સ્ટેમ્પ લગાવવા અને ચકાસણી કરવાની હતી. જે કાર્ય તેઓ આખો દિવસ સતત નિભાવતા હતા. જોકે એવું શું બન્યું જેના કારણે તેમને આટલું કઠોર અને દુ:ખદ પગલું ભરવાની ફરજ પડી? દિવસ દરમિયાન એવું શું બન્યું હશે જેના કારણે તેમને રાત્રે આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવ્યા હશે તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ ઘટના પાછળનું વાસ્તવિક કારણ સંપૂર્ણ તપાસ પછી જ બહાર આવશે. હાલમાં રેલ્વે GRP (સરકારી રેલ્વે પોલીસ) આ મામલાની સક્રિય તપાસ કરી રહી છે.
