કુદરતની અણમોલ ભેટ સમાન પોરબંદરના વેટલેન્ડ્સ અત્યારે વિદેશી પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠ્યા છે. પોરબંદરના જળાશયોમાં ફ્લેમિંગો, કાજિયો, કુંજ, પેલિકન અને કાંકણસર સહિતની અંદાજે 135થી વધુ પ્રજાતિઓ વિહાર કરે છે. આ અદભુત નજારો જોવા માત્ર ભારત જ નહીં, પણ કેનેડા અને ફ્રાન્સ જેવા દેશોમાંથી પણ પક્ષીપ્રેમીઓ પોરબંદર પહોંચ્યા છે. વિદેશી નિષ્ણાંતો માટે પણ આટલી વિશાળ વિવિધતા ધરાવતા પક્ષીઓને એકસાથે જોવા તે એક યાદગાર લ્હાવો બની રહ્યો છે. હાલ બર્ડ કન્ઝર્વેશન સોસાયટીએ પોરબંદરમાં બે દિવસીય પક્ષી ગણતરી શરુ કરી છે. દેશ-વિદેશના 100 જેટલા પક્ષીવિદો જિલ્લાના 226 જેટલા જળપ્લાવિત ક્ષેત્રોમાં પક્ષીઓની સંખ્યા અને પ્રજાતિઓનો અંદાજ મેળવી રહ્યા છે.
Source link
