અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે કહ્યું – જમ્મુ કાશ્મીર ભારતનો મહત્વપૂર્ણ ભાગ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Sergio Gor Jammu Kashmir visits :  અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર હાલમાં જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. તેમણે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી તેમણે મીડિયાને આપેલા નિવેદનમાં મોટી વાત કરી હતી.  તેમણે કહ્યું કે હું પહેલી વખત જમ્મુ કાશ્મીર આવ્યો છું. આ સાચે જ ઘણી સુંદર જગ્યા છે અને મને અહીં આવીને ઘણો આનંદ થયો છે. ગોરે કહ્યું કે રાજ્ય (જમ્મુ અને કાશ્મીર) ભારતનો એક મહત્વપૂર્ણ ભાગ છે. 

સર્જિયો ગોર કાશ્મીરની સુરક્ષા સ્થિતિની પણ પ્રશંસા કરતા કહ્યું કે નવી દિલ્હી અને સ્થાનિક સરકારે આ સુનિશ્ચિત કરવા માટે ઘણું કામ કર્યું છે. તેમણે કહ્યું કે તેઓ યુએસ દ્વારા જાહેર કરાયેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં આનો વિચાર કરશે. જોકે, ગોરે કોઈ જાહેરાત કરવાનો ઇનકાર કર્યો હતો.

સર્જિયો ગોરે કહ્યું કે આ સ્થળ ખૂબ જ સુંદર છે. હું અહીં આવીને અને જોઇને ખૂબ જ ઉત્સાહિત છું. અમારી હમણાં જ ખૂબ જ સારી મીટિંગ થઇ. કેટલીક વાતો આગળ વધારવાની છે. જેને અમે વોશિંગ્ટન અને દિલ્હી લઈ જઈશું. વાતચીત ખૂબ જ મૈત્રીપૂર્ણ હતી અને અમે આ સંબંધને આગળ વધારવા માટે આતુર છીએ.

આ એક સુંદર વિસ્તાર છે, મને લાગે છે કે ઘણા અમેરિકનો અહીં આવશે 

અમેરિકા વારંવાર કાશ્મીરમાં સુરક્ષા અંગે ચેતવણીઓ જારી કરે છે. ગોરે આ મુદ્દા વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકા યાત્રા સાથે જોડાયેલી ચેતવણીઓ જાહેર કરે છે અને અમે સમયાંતરે તેની સમીક્ષા કરીએ છીએ. હું આજે અહીં કોઈ મોટી જાહેરાત તો કરતો નથી, પરંતુ અમે ચોક્કસપણે તેના પર વિચાર કરીશું. અમારું માનવું છે કે નવી દિલ્હી, અહીંના મુખ્યમંત્રી અને સરકારે આ વિસ્તારને સુરક્ષિત બનાવવા અને સુરક્ષા વ્યવસ્થાને શાનદાર માટે ઘણા પગલાં લીધાં છે. તેથી અમે વિચાર કરીશું કે અમેરિકા દ્વારા જાહેર કરાયેલ યાત્રા ચેતવણીને હળવી કરી શકાય છે. આ એક સુંદર વિસ્તાર છે. મને લાગે છે કે ઘણા અમેરિકનો અહીં આવશે અને તેની સુંદરતા અને અહીં રહેલી તકોનો આનંદ માણશે.

સીએમ અબ્દુલ્લાએ ગોરને મળવા અંગે શું કહ્યું?

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સેર્જિયો ગોર સાથેની મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તેમને જમ્મુ-કાશ્મીર પર ધ્યાન કેન્દ્રિત કરીને અમેરિકા-ભારત સંબંધો પર ચર્ચા કરવાની તક મળી છે. અમારી ખૂબ જ સારી બેઠક હતી. અમને બંને દેશો વચ્ચેના સંબંધો વિશે વાત કરવાની તક મળી, ખાસ કરીને જમ્મુ-કાશ્મીર વિશે અમેરિકા શું વિચારે છે અને શું કરી શકે છે.

પાકિસ્તાનમાં મચી શકે છે ખલબલી

ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના બે દિવસના પ્રવાસે છે. તેઓ બુધવારે શ્રીનગર પહોંચ્યા હતા. ગયા વર્ષે ઓપરેશન સિંદૂર બાદ કોઈ ટોચના અમેરિકી રાજદ્વારીની કાશ્મીરની આ પહેલી મુલાકાત છે, જે દક્ષિણ અને મધ્ય એશિયા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિશેષ દૂત પણ છે. સર્ગીયો ગોરની મુલાકાત અને તેમના નિવેદનથી પાકિસ્તાનમાં ખલબલી મચી શકે છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *