ઇસ્કોન જેવા સાત્વિક કુસ્કા રાઈસ રેસીપી, જોરદાર સ્વાદ લાગશે!

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


જીવનશૈલી | ઇસ્કોન મંદિરમાં મળતો મહાપ્રસાદ અને તેની સુગંધ દરેકનું મન મોહી લે છે. જો તમે પણ ઘરે સાત્વિક, ઓછો મસાલેદાર પણ અદભુત સુગંધ અને સ્વાદવાળો ઇસ્કોન જેવા કુસ્કા રાઇસ બનાવવા માંગો છો, તો આ રેસીપી પરફેક્ટ છે! 

દક્ષિણ ભારતમાં લોકપ્રિય આ વેજ બિરયાની રાઇસમાં ડુંગળી અને લસણનો ઉપયોગ કર્યા વગર જ દહીં, પુદીના અને ખડા મસાલાથી એક ખાસ સ્વાદ લાવવામાં આવે છે. તેને રાયતા કે ગ્રેવીવાળા શાક સાથે પીરસવામાં આવે છે. અહીં સાત્વિક અને સ્વાદિષ્ટ કુસ્કા રાઇસ બનાવવાની એકદમ સરળ રીત આપી છે.

ઇસ્કોન જેવા કુસ્કા રાઈસ રેસીપી 

સામગ્રી 

  • 2 ચમચી ઘી
  • 1 તમાલપત્ર
  • 1 સ્ટાર બાદિયા
  • 2-3 લીલી એલચી
  • 2 લવિંગ
  • નાનો તજનો ટુકડો
  • 1 ચમચી વરિયાળી
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • 2-3 લીલા મરચાં
  • થોડા ફુદીનાના પાન
  • મુઠ્ઠીભર સમારેલ કોથમીરના પાન
  • 1 સમારેલ મોટું ટામેટા
  • 1/4 ચમચી હળદર પાવડર
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • 1/2 ચમચી ગરમ મસાલા પાવડર
  • 1/2 કપ દહીં, ફેંટેલા
  • 2-3 કપ પાણી
  • 1 કપ ચોખા, 30 મિનિટ માટે પલાળેલા
  • મીઠું, સ્વાદ મુજબ

ઇસ્કોન જેવા કુસ્કા રાઈસ બનાવવાની રીત 

1 કપ ચોખાને બરાબર ધોઈને 30 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો. એક કૂકર કે ઊંડા વાસણમાં ઘી ગરમ કરો. 

ઘી ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, સ્ટાર બાદિયા, લીલી એલચી, લવિંગ, તજનો ટુકડો અને વરિયાળી ઉમેરીને મસાલાની સુગંધ આવે ત્યાં સુધી 1 મિનિટ સાંતળી લો.

હવે તેમાં આદુની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરીને સાંતળો. ત્યારબાદ ફુદીનાના પાન, સમારેલી કોથમીર અને સમારેલું ટામેટું ઉમેરો. ટામેટાં નરમ થાય ત્યાં સુધી ચડવા દો.

ગેસની આંચ ધીમી કરી તેમાં હળદર, કાશ્મીરી લાલ મરચું પાવડર અને ગરમ મસાલા પાવડર ઉમેરો. મસાલા શેકાય એટલે ફેંટેલું 1/2 કપ દહીં ઉમેરી સતત હલાવતા રહો જેથી દહીં ફાટી ન જાય.

મસાલામાંથી ઘી છૂટું પડે એટલે સ્વાદ મુજબ મીઠું અને 2 થી 3 કપ પાણી ઉમેરીને ઉકાળો. પાણી ઊકળે એટલે પલાળેલા ચોખાનું પાણી નિતારીને ચોખા કૂકરમાં ઉમેરી હળવા હાથે મિક્સ કરો.

કૂકરનું ઢાંકણ બંધ કરી ૨ સીટી વાગવા દો અને કૂકરનું પ્રેશર મેળે પૂરું થાય પછી જ ઢાંકણ ખોલવું. તમારા સુગંધીદાર, છૂટા અને સ્વાદિષ્ટ ઇસ્કોન જેવા કુસ્કા રાઇસ તૈયાર છે! તેને ગરમાગરમ બુંદીના રાયતા કે વેજ ગ્રેવી સાથે સર્વ કરો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *