ગુજરાતમાં 700 કિલો લાલ ચટણી જપ્ત; બજારની ચટણી કે સોસમાં ભેળસેળ? આ રીતે ચેક કરો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


FSSAI Meals Security Suggestions: ચટણી વિવિધ પ્રકારની હોય છે. કોઇ વાનગી વધુ સ્વાદિષ્ટ લાગે તેની સાથે ચટણી પીરસવામાં આવે છે. મોમોઝ, ભજીયા, દાબેલી વડાપાંવ, પરોઠા હોય કે પેટીસ તેની ચટણી હોય છે. કેટલાક લોકો ચટાકેદાર લાલ ચટણી વિના સ્ટ્રીટ ફૂડ ખાવાનું બિલકુલ પસંદ કરતા નથી. ઘણા લોકો વધારે ચટણી માંગ છે. પરંતુ તાજેતરમાં ગુજરાતમાં લાલ ચટણીનો મોટો જથ્થો જપ્ત થયા બાદ ફરી એકવાર સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું આપણે અજાણતાં ભેળસેળવાળી ચટણી ખાઈ રહ્યા છીએ?

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની શાકમાર્કેટમાં કરિયાણાની દુકાનમાંથી લગભગ 700 કિલો લાલ ચટણી જપ્ત કરવામાં આવી છે. તેમાં 5 કિલોના 140 જાર હતા, જેના પર લેબલ ન હતું. તેની કિંમત લગભગ 20,940 રૂપિયા હોવાનું કહેવાય છે. અધિકારીઓએ ચટણીના સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

FSSAI એ પણ આ કાર્યવાહી વિશે માહિતી આપી છે. વિશેષ સર્ચ ઓપરેશન દરમિયાન 700 કિલો કથિત ભેળસેળયુક્ત લાલ મરચાંની ચટણી જપ્ત કરવામાં આવી હતી. હાલ તેનું લેબ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

ચટણીના અતિશય લાલ રંગથી સાવચેત રહો?

ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા મુંબઈની ગ્લેનીગલ્સ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડો.શંકર જંવરે જણાવ્યું હતું કે લાલ મરચાની ચટણીમાં ભેળસેળ માટે કૃત્રિમ રંગો, ખાવા માટે હાનિકારક કલર, સ્ટાર્ચ અથવા અન્ય સસ્તા પાવડરની ભેળસેળ કરવામાં આવે છે. આ બધી સામગ્રી શરીર માટે હાનિકારક હોય છે.

ચટણી લાલ ચટાકેદાર દેખાય કે તેનો જથ્થો વધારવા અથવા ઓછા ખર્ચમાં બનાવવા માટે ભેળસેળ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, જો ચટણીનો રંગ ખૂબ તેજસ્વી અને બહુ ઘેરો લાલ હોય તો ખાવામાં સાવચેતી રાખવી જોઈએ. ખાસ કરીને જ્યારે તેનો રંગ સામાન્ય લાલ ચટણીથી સંપૂર્ણપણે અલગ દેખાતો હતો.

બજારની તૈયાર લાલ ચટણી ખાતા પહેલા આટલી સાવચેતી રાખો

ચટણી માંથી કેમિકલ જેવી દુર્ગંધ આવતી હોય તે બિલકુલ ન ખાઓ, તેમાં ભેળસેળ હોઈ શકે છે. જો તમને ખાતી વખતે વધારે કઠણ જેવું લાગે છે, વધુ પડતું તેલ હોય અથવા સ્વાદમાં વિચિત્ર કડવાશ લાગે છે, તો તેમા ભેળસેળ થયેલી હોઇ શકે છે. જો કે એક વાત ધ્યાનમાં રાખો કે, માત્ર રંગ, ગંધ અથવા સ્વાદ પરથી જ ચટણીમાં ભેળસેળ છે તે નક્કી કરી શકાતું નથી.

માત્ર જોવાથી ભેળસેળ શોધી શકાતી નથી

ચટણીનો રંગ શંકાસ્પદ હોઈ શકે છે, પરંતુ તેનાથી ભેળસેળની પુષ્ટિ થતી નથી. તેની ચોક્કસ માહિતી ફક્ત લેબ ટેસ્ટ માંથી જ મળી શકે છે.

ગુજરાતમાં જપ્ત કરાયેલી ચટણીના નમૂનાઓની પણ તપાસ ચાલી રહી છે. તેથી, અહેવાલ આવે તે પહેલાં, તેમાં શું ઉમેરવામાં આવ્યું છે તે કહેવું યોગ્ય રહેશે નહીં.

ભેળસેળવાળી ચટણી ખાવાથી શું થઈ શકે છે?

તે ચટણીમાં શું ઉમેરવામાં આવે છે, તેની માત્રા કેટલી છે અને વ્યક્તિએ કેટલી વાર ખાધી છે, તેના પર નિર્ભર છે.

જો ચટણીમાં એવા રંગ અથવા અન્ય વસ્તુઓ મળી આવી હોય, જેને ખાવાની મંજૂરી નથી, તો તેને વારંવાર ખાવાથી પેટમાં બળતરા થવી, ઉબકા, ઉલટી અથવા પેટમાં અસ્વસ્થતા જેવી સમસ્યાઓ થઈ શકે છે. તે યકૃત અને શરીરના અન્ય અંગોને પણ અસર કરી શકે છે.

લાલ ચટણી ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

ગુજરાતના પાલનપુરમાં જપ્ત કરાયેલી ચટણી લેબલ વગરના ડબ્બામાં છે. જો તમને કોઈ ચટણી મળી રહી છે જે તમને ખબર નથી કે તે કોણે બનાવી છે, તે કઇ ચીજો માંથી બને છે, તે કેટલો સમય સારી રહે છે, તો તેને ખરીદવાનું ટાળવું જોઇએ.

તૈયાર ચટણી, સોસ ખરીદતી વખતે આટલું ચેક કરો

  • તે કઈ કંપનીએ બનાવી છે
  • તે કઇ કઇ ચીજ માંથી બની છે
  • FSSAI નંબર કે રજિસ્ટ્રેશનની માહતી
  • બેચ નંબર 
  • મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ
  • પેકેટ અથવા બોટલ સીલ બંધ છે કે નહીં.

ખુલ્લી ચટણી ખરીદતી વખતે, તે કેવી રીતે બનાવવામાં આવે છે, તેમાં શું નાખવામાં આવે છે અને સ્વચ્છતાનું કેટલું ધ્યાન રખાયું છે, તે જાણવું મુશ્કેલ છે.

આ પણ વાંચો | કાંચીપુરમ ઇડલી તમે ખાધી છે? ખાસ મસાલા અને દેશી સ્ટાઇલ, અસલી સાઉથ ઈન્ડિયન સ્વાદ આપશે

તેથી યોગ્ય રીતે પેકેજ અને લેબલવાળી ચટણી ખરીદવાનો પ્રયાસ કરો. ઘરે બનાવેલી ફ્રેશ ચટણી સૌથી ઉત્તમ વિકલ્પ છે, કારણ કે તમે તેમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ વિશે જાણો છો.

Disclaimer : આ લેખ સાર્વજનિક રીતે ઉપલબ્ધ માહિતી અને નિષ્ણાતના અભિપ્રાયના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. કોઇ સવાલ કે વધારે માહિતી જાણવી હોય તો નિષ્ણાંતનો સંપર્ક કરવો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *