Nvidia chief Jensen Huang resigns : ચિપ નિર્માતા Nvidia ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને સહ-સ્થાપક જેન્સેન હુઆંગે ગુરુવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. કંપનીએ કોલેટ ક્રેસ્સના વચગાળાના CEO તરીકે નિયુક્ત કર્યા છે. તે હાલમાં કંપનીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર છે.
ધ ન્યૂયોર્ક ટાઇમ્સે અહેવાલ આપ્યો હતો કે અમેરિકન ગુપ્તચર એજન્સીઓને જાણવા મળ્યું છે કે જેન્સન હુઆંગના ચીની નાગરિક એલિસ હુઆંગ સાથે નજીકના સંબંધો છે અને તે સીધી ચીની સરકારને માહિતી આપી રહી છે. હુઆંગે બાદમાં સ્વીકાર્યું હતું કે મહિલા અધિકારી સાથે તેનું અફેર હતું.
હુઆંગે આ અફેરની કબૂલાત કર્યા પછી એનવીડિયાએ કહ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવશે. ગુરુવારે પ્રી-માર્કેટ ટ્રેડિંગ દરમિયાન વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક એનવીડિયાના શેરમાં 10 ટકાનો ઘટાડો થયો હતો. મીડિયા અહેવાલો સૂચવે છે કે જેન્સન હુઆંગનું એનવીડિયાના એક કર્મચારી સાથે પણ અફેર હતું.
માફીમાં હુઆંગે શું કહ્યું હતું?
હુઆંગે એનવીડિયાને મોકલેલા સંદેશમાં માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે મેં મારી પત્ની સાથે બેવફાઇ કરી હતી. મારી આ હરકતે તેમને અને અમારા બાળકોને દુ:ખ પહોંચાડ્યું છે. મેં જે કર્યું તે કોઈ પણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં. મને તેનો ખૂબ જ અફસોસ છે.
અયોધ્યા જવાના સવાલ પર અખિલેશ યાદવે કહ્યું – ભગવાન બધાના છે, અમે મથુરા-વૃંદાવન પણ જઇશું
ચીને આ દાવાને ફગાવી દીધો
જોકે ચીને આ આરોપને નકારી કાઢ્યો છે કે તેમના તરફથી જેન્સન હુઆંગને ફસાવવા માટે જાસૂસીનું કાવતરું ઘડ્યું હતું. ચીને આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ બેઇજિંગને બદનામ કરવાની ચાલ છે.
એલિસ હુઆંગ કોણ છે?
એલિસ હુઆંગ અગાઉ ચીનમાં ટેલિવિઝન પત્રકાર હતી. ત્યારબાદ તે સિંગાપોર સ્થિત ડેટા સેન્ટર કંપની મેગાસ્પીડની ટોચની એક્ઝિક્યુટિવ બની હતી. આ કંપની દક્ષિણપૂર્વ એશિયામાં એનવીડિયાના સૌથી મોટા ગ્રાહકોમાંની એક બની ગઈ છે. ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ અનુસાર મેગાસ્પીડે છેલ્લા બે વર્ષમાં એનવીડિયા પાસેથી 4.8 અબજ ડોલરથી વધુની ચિપ્સ ખરીદી છે.
