નેપાળની ભોટેકોશી નદીમાં પુરમાં 400 જેટલા લોકો લાપતા

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Nepal Bhotekoshi River Flood : નેપાળમાં અચાનક પુર આવવાથી ઓછામાં ઓછા 105 ભારતીય નાગરિકો લાપતા હોવાના અહેવાલ છે. નેપાળ પ્રવાસન બોર્ડની પ્રાથમિક યાદી મુજબ બુધવારે નેપાળના રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં આવેલા પુરમાં 384 લોકો લાપતા છે. આ ગુમ થયેલા લોકોમાંથી ઓછામાં ઓછા 105 ભારતીય છે.  નેપાળમાં આવેલા ભયંકર પૂરમાં 100 લોકોના મોત થયા છે.

નેપાળ ટૂરિઝમ બોર્ડની પ્રાથમિક યાદીમાં ગુમ થયેલા લોકોમાં 291 વિદેશી અને 93 નેપાળી નાગરિકોનો ઉલ્લેખ છે. નેપાળ ટૂરિઝમ બોર્ડ, ટૂરિસ્ટ પોલીસ અને અન્ય પર્યટન હિસ્સેદારો ટ્રાવેલ એજન્સીઓ, ગાઇડ્સ, સ્થાનિક અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરી રહ્યા છે જેથી મુસાફરોને શોધી શકાય અને તેમની સ્થિતિની પુષ્ટિ કરી શકાય.

નેપાળ ટુરિઝમ બોર્ડે કહ્યું કે, આ ડેટા 10 ટૂરિઝમ અને ટ્રાવેલ એજન્સીઓ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે બનાવવામાં આવ્યો છે. આ યાદીમાં ગુમ થયેલા લોકોમાં ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, અમેરિકા, મલેશિયા, બ્રિટન અને દક્ષિણ આફ્રિકા સિવાય 105 ભારતીયોનો સમાવેશ થાય છે. ગુમ થયેલા લોકોમાંથી 37ની ઓળખ એનઆરઆઈ તરીકે થઈ છે.

નેપાળ સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અચાનક પાણી વધવાથી રાસુવા જિલ્લાના તિમુરે અને નજીકના સ્યાફ્રુબેસી વિસ્તારમાં વ્યાપક નુકસાન થયું છે, જેમાં વાહનો, માલસામાન અને અન્ય સંપત્તિ તણાઈ ગઈ છે. રાસુવા જિલ્લો કાઠમંડુના ઉત્તરપૂર્વમાં સ્થિત છે અને તિબેટની સરહદથી લગભગ 125 કિલોમીટર દૂર છે.

નેપાળની રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા અને વ્યવસ્થાપન સત્તામંડળ (NDRRMA) એ રાસુવા, નુવાકોટ, ધાડિંગ, ચિતવાન અને ગોરખામાં નદી કિનારે રહેતા લોકોને અત્યંત સતર્ક રહેવા અને આગામી સૂચના સુધી સલામતીના પગલાં લેવા અપીલ કરી છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *