Immediately information reside: પીએમ મોદીનો ગુજરાતમાં બીજો દિવસ, પળેપળની માહિતી

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Immediately information reside: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાતમાં બીજો દિવસ છે. આજે 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે.પીએમ મોદી એકતા નગરમાં ₹400 કરોડથી વધુ મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, તેનું ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. 

ઉદ્ઘાટન થનારા પ્રોજેક્ટ્સમાં સુએજ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફેસાદ લાઈટિંગ (ઈમારતો પરની રોશની), નર્મદા ઘાટનું અપગ્રેડેશન, IRCTC હોટેલ, તેમજ એકતા નગરમાં ‘રેઈનફોરેસ્ટ’, ‘યુનિટી’ અને ‘ઈકો ટ્રેલ’ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. 

પ્રધાનમંત્રી ગોરા-ભાંદ્રા રોડ વિકાસ; સંકલિત ‘ઝીરો વેસ્ટ’ સ્માર્ટ ઘન કચરા વ્યવસ્થાપન પ્રોજેક્ટ; ખલવાની ઈકો ટુરિઝમ વિકાસ; અને કેક્ટસ (થોર) તથા બટરફ્લાય ગાર્ડન (પતંગિયા ઉદ્યાન) ખાતે સંકલિત વિકાસ સહિતના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી 31 ઓક્ટોબર 2926ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે યોજાનારા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં સહભાગી થશે.

‘એકતા પરેડ’માં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPFs), રાજ્ય પોલીસ દળો અને કેન્દ્રીય પોલીસ સંગઠનોનું શિસ્ત, વ્યાવસાયિકતા, સાહસ અને સમર્પણ જોવા મળશે. આ વર્ષની પરેડમાં ડાબેરી ઉગ્રવાદ (Left-Wing Extremism) સામે લડવામાં સુરક્ષા દળોની સિદ્ધિઓ અને અગાઉ પ્રભાવિત રહેલા વિસ્તારોમાં શાંતિ, સુરક્ષા અને વિકાસ તરફ આવેલા પરિવર્તન પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

આ ઉજવણીનું એક મુખ્ય આકર્ષણ ‘નક્સલ મુક્ત ભારત’ વિષય પર નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) દ્વારા આયોજિત એક વિશેષ નાટ્ય પ્રસ્તુતિ હશે. તેમાં ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત 126 જિલ્લાઓના આશરે 2,000 કલાકારો ભાગ લેશે. નાટ્ય પ્રદર્શનના માધ્યમથી, કલાકારો આ વિસ્તારોમાં સમુદાયો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને શાંતિ, સુરક્ષા તથા વિકાસ તરફની તેમની યાત્રાને રજૂ કરશે.

ઝાંખીઓ (Tableaux) અને સાંસ્કૃતિક કાર્યક્રમો ‘વંદે માતરમ્’ પર કેન્દ્રિત હશે, જે દેશભક્તિ, રાષ્ટ્રીય ગૌરવ અને સામૂહિક એકતાની ભાવનાને પ્રતિબિંબિત કરશે. આ ઝાંખીઓમાં લોકોની આકાંક્ષાઓ, વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાંસ્કૃતિક સમૃદ્ધિ તેમજ લોકોની વિકાસ યાત્રાને દર્શાવવામાં આવશે.

સમગ્ર ભારતમાંથી આવેલા આશરે 5000 કલાકારો દ્વારા રજૂ કરવામાં આવનારો એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ, દેશની વિવિધ શાસ્ત્રીય અને લોક પરંપરાઓ, સંગીત, નૃત્ય અને કલાત્મક વારસાની ઉજવણી કરશે.

  • Oct 31, 2026 07:48 IST

    Immediately information reside: પીએમ મોદી રાષ્ટ્રીય એક્તા દિવસ ની ઉજવણીમાં સહભાગી થશે

    પ્રધાનમંત્રી 31 ઓક્ટોબર 2026ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે યોજાનારા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં સહભાગી થશે.

    ‘એકતા પરેડ’માં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPFs), રાજ્ય પોલીસ દળો અને કેન્દ્રીય પોલીસ સંગઠનોનું શિસ્ત, વ્યાવસાયિકતા, સાહસ અને સમર્પણ જોવા મળશે. આ વર્ષની પરેડમાં ડાબેરી ઉગ્રવાદ (Left-Wing Extremism) સામે લડવામાં સુરક્ષા દળોની સિદ્ધિઓ અને અગાઉ પ્રભાવિત રહેલા વિસ્તારોમાં શાંતિ, સુરક્ષા અને વિકાસ તરફ આવેલા પરિવર્તન પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

  • Oct 31, 2026 07:47 IST

    Immediately information reside: પીએમ મોદીનો ગુજરાતમાં બીજો દિવસ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાતમાં બીજો દિવસ છે. આજે 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે.પીએમ મોદી એકતા નગરમાં ₹400 કરોડથી વધુ મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, તેનું ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *