Summer season Ideas: ઉનાળામાં શાકભાજી ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, તમે આખું અઠવાડિયું ફ્રેશ રહેશે

Summer season Ideas: ઉનાળામાં શાકભાજી ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, તમે આખું અઠવાડિયું ફ્રેશ રહેશે

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Summer season Vegetable Shopping for Ideas: ઉનાળામાં ફળો અને શાકભાજી ઝડપથી બગડવાની શક્યતા રહે છે. ભયંકર તડકો, ભેજ અને યોગ્ય રીતે સંગ્રહ ન કરવાના કારણે શાકભાજી એક કે બે દિવસમાં કરમાઈ જાય છે. આવી સ્થિતિમાં, જો શાકભાજી ખરીદતી વખતે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે, તો તેને લાંબા સમય સુધી તાજી રાખી શકાય છે. યોગ્ય રીતે ખરીદેલા શાકભાજી લાંબા સમય સુધી તાજા રહે છે.

વધુ શાકભાજી ન ખરીદો

ઉનાળામાં શાકભાજી જરૂરિયાત મુજબ જ ખરીદવી જોઈએ. જો તમે ઘણી વધારે શાકભાજી ખરીદો છો તો તે ઝડપથી બગડી શકે છે. ખાસ કરીને લીલા શાકભાજીના પાંદડા ઝડપથી કરમાઇ જાય જાય છે. જો તમે લીલા શાકભાજી ખરીદી રહ્યા છો, તો બીજા દિવસે તેને બનાવો જેથી તેનો સ્વાદ અકબંધ રહે. લાંબા સમય સુધી ફ્રેસ રહેતા અમુક શાકભાજી પાછળથી પણ બનાવી શકાય છે, જેમ કે – કોળું, દૂધી, તુરિયા, ફણસ વગેરે.

શાકભાજી કેવી રીતે રાખવા

બજારમાંથી શાકભાજી લાવતાની સાથે જ તેને પ્લાસ્ટિક બેગમાં ભરી ફ્રિજમાં મૂકવાનો ટાળો. પ્લાસ્ટિકની અંદર બંધ શાકભાજીમાં ભેજ લાગે છે અને ઝડપથી બગડી શકે છે. આવા કિસ્સામાં, શાકભાજીને પ્લાસ્ટિકની થેલીમાંથી બહાર કાઢો, પાણીમાં ધોઈને સારી રીતે સૂકવવા દો અને તેને રેફ્રિજરેટરમાં મૂકો. આ રીતે શાકભાજીને લાંબા સમય સુધી તાજા રાખી શકાય છે.

શાકભાજી યોગ્ય રીતે સંગ્રહ કરો

શાકભાજી ખરીદ્યા પછી, તેમને યોગ્ય રીતે સ્ટોર કરવા પણ મહત્વપૂર્ણ છે. લીલા પાંદડાવાળા શાકભાજી પાણીમાં ધોઇને રાખવાના બદલે તેને સૂકા કપડા અથવા કાગળમાં લપેટી રાખો. વધુ પડતા ભેજને કારણે શાકભાજી ઝડપથી બગડી શકે છે. ટામેટા અને બટાટા જેવા શાકભાજીને ફ્રિજમાં સ્ટોર કરવાને બદલે સામાન્ય તાપમાને બહાર રાખવા યોગ્ય માનવામાં આવે છે.

લીલા શાકભાજી માટે ટિપ્સ

લીલા શાકભાજી ખરીદતી વખતે, ધ્યાનમાં રાખો કે તેમના પાંદડા કરમાયેલા ન હોય. તેથી, મેથી, પાલક, કોથમીરના પાન તાજા હોય તેવા જ શાકભાજી ખરીદો. તે લાંબા સમય સુધી ફ્રેશ રહે છે. તો લીલું કોથમીર એરટાઇટ કન્ટેનરમાં રાખો જેથી તે અઠવાડિયા સુધી તાજું રહી શકે છે.

આ પણ વાંચો | નાસ્તા માટે ઓછા તેલમાં બનાવો આ 3 વાનગી, ઓછા સમયમાં બની જશે

શાકભાજી ખરીદતી વખતે તેને ધ્યાનથી જુઓ કે તેમા કોઇ ડાઘ ન હોય, કપાયેલું અથવા પાંદડા સુકાઈ ગયેલા ન હોય. ટામેટા, કેપ્સિકમ અને કાકડી જેવા શાકભાજી હાથ વડે દબાવીને તપાસી શકાય છે. જો તે ખૂબ નરમ હશે, તો તે ઝડપથી બગડી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *