Restaurant Type Dal Makhani Recipe : દાળ મખીને એક પંજાબી વાનગી છે. લગ્ન, તહેવારો અને અન્ય ખાસ પ્રસંગો માટે તૈયાર કરવામાં આવતી વાનગીઓમાં દાળ મખાનીનો પણ સમાવેશ થાય છે. તે બટર, ક્રીમ અને સુગંધિત મસાલા સાથે રાંધવામાં આવે છે, જે તેને સ્વાદિષ્ટ બનાવે છે. તે ઉત્તર ભારતની એક સ્વાદિષ્ટ અને લોકપ્રિય વાનગી છે.
જો કે, ઘણા લોકો ફરિયાદ કરે છે કે, ઘરે બનાવેલી દાળ મખનીનો સ્વાદ બજાર જેવો નથી. તેની માટે અમુક સામાન્ય ભૂલો જવાબદાર હોઈ શકે છે. આ ભૂલોને ઓળખીને, અહીં જણાવેલ સરળ રેસીપીની મદદથી, તમે ઘરે રેસ્ટોરન્ટ જેવી દાળ મખની બનાવી શકો છો.
દાળ મખની બનાવવા માટે સામગ્રી
- આખા અડદ : 200 ગ્રામ
- રાજમા : 100 ગ્રામ
- જીરું : 1 ચમચી
- લવિંગ : 2-3 નંગ
- ટામેટા : 2
- કાળી એલચી : 1
- તજ : 1 નાનો ટુકડો
- તમાલપત્ર : 1
- આદુ લસણની પેસ્ટ : 2 ચમચી
- મીઠું : સ્વાદ અનુસાર
દાલ મખની બનાવવાની રીત
આખી અડદની દાળ અને રાજમાને પાંચથી છ કલાક પલાળી રાખો. આ પછી તેને પ્રેશર કુકરમાં સારી રીતે બાફો અને ઠંડા થવા દો. આ દરમિયાન મિક્સર જારમાં ટામેટા પ્યુરો બનાવો કરો. તેવી જ રીતે આદુ લસણની પેસ્ટ તૈયાર કરો.
હવે એક કઢાઇમાં બટર ગરમ કરો. ગેસની આંચ મીડિયમ લો રાખો. ત્યારબાદ તેમાં જીરું, લવિંગ, કાળી એલચી, તજ અને તમાલપત્રનો તડકો લગાવો. ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળીને સાંતળો. હવે તેમાં આદુ-લસણની પેસ્ટ રેડો અને તેની કાચી ગંધ ગાયબ થાય ત્યાં સુધી તેને સાંતળો. આ પછી તેમાં ટામેટાની પેસ્ટ, હળદર અને લાલ મરચું પાવડર ઉમેરો. આ મિશ્રણને ધીમા મધ્યમ તાપ પર ત્યાં સુધી સાંતળી લો જ્યાં સુધી તે કિનારીમાંથી તેલ છોડવાનું શરૂ ન કરે.
હવે તેમાં બાફેલી અડદની દાળ અને રાજમા ઉમેરો. સાથે જ જરૂર મુજબ પાણી ઉમેરો. તેને ઢાંક્યા વિના ધીમા તાપે રાંધો. જ્યારે અડદની દાળ ઘટ્ટ થવા માંડે, ત્યારે તેમાં મીઠું ઉમેરો અને સાથે જ ત્રણથી ચાર ચમચી ક્રીમ ઉમેરો. ત્યારબાદ તેમાં કસૂરી મેથી અને ઝીણા સમારેલી કોથમીર ઉમેરો. હવે દાળ મખાની તૈયાર છે. જ્યારે તે સહેજ ઠંડી થાય ત્યારે તેને રોટલી, નાન અથવા ભાત સાથે પીરસો.
દાળ મખની બનાવતી વખતે આ 3 ભૂલ ટાળો
અડદની દાળ અને રાજમાને ઓછા સમય સુધી પાણીમાં પલાળી રાખવામાં આવે, તો તે સારી રીતે બફાતા નથી. અડદ દાળ અને રાજમાને લગભગ 6 – 8 કલાક સુધી પાણીમાં પલાળી રાખો અને કૂકરમાં 5-7 સીટી વાગે ત્યાં સુધી બાફો. તેનાથી દાળ સારી રીતે બફાશે.
દાળ મખનીને ઉકાળતી વખતે તેની ઉપર કાળું પાણી તરે છે, જેને ઘણા લોકો કાઢતા નથી. રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં દાળ મખની બનાવવા માટે દાળને બાફ્યા બાદ તેની ઉપરનું હલકું કાળું પાણી કાઢી લો. જેનાથી દાળ મખની વધુ સ્વાદિષ્ટ બનાવી શકે છે.
ઝડપથી બનાવવા માટે ઘણા લોકો દાળને ફુલ આંચ પર રાંધે છે, જે તેના સ્વાદને અસર કરી શકે છે. તેથી હંમેશા દાળને ઓછા તાપ પર ધીમે ધીમે પકવવા દો. જો તમને દાળ મખનીમાં બજાર જેવો સ્વાદ જોઈએ છે, તો ખાટા ટામેટાનો ઉપયોગ કરો. જેનાથી દાળ મખનીનો સ્વાદ અને રંગ બંને સુધરે છે.
