Share Market In the present day Information Stay In Gujarati : શેરબજાર સચૂંકાક સેન્સેક્સ અને નિફ્ટી નવા અઠવાડિયાના પ્રથમ દિવસે મોટા ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ 130 પોઇન્ટ ઘટી 83,435 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 400 પોઇન્ટ ઘટ્યો અને 83043 થયો હતો. એનએસઇ નિફ્ટી સાધારણ ઘટાડે 25,669 ખુલ્યો હતો. શેરબજારમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 120 પોઇન્ટ જેટલો ઘટી 25570 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.
ડોલર સામે રૂપિયો ઘટાડે ખુલ્યો
સોમવારે ડોલર સામે રૂપિયો 5 પૈસા ઘટીને 90.16 ખુલ્યો છે. જ્યારે ગત સપ્તાહે શુક્રવારે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 90.16 બંધ થયો હતો. ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે.
-
Jan 12, 2026 13:31 IST
શેરબજાર રિકવર, આઈટી શેરમાં વેચવાલી
શેરબજારમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી છે. ઇન્ટ્રા ડે સેન્સેક્સ 800 પોઇન્ટ જેટલો ઘટી 82,861 સુધી ગયો હતો. જો કે નીચા સ્તરેથી શેરબજાર રિકવર થયો અને ફરી સેન્સેક્સ 83500 ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 25600 ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. ફાઈનાન્સ અને આઈટી શેરમાં વેચવાલી છે. બજાજ ફાઈનાન્સ, ઇન્ફોસિસ, લાર્સન, એચસીએલ ટેક, બીઇએલ 1 થી દોઢ ટકા તૂટ્યા હતા.
-
Jan 12, 2026 09:47 IST
IPO This Week: ભારત કોકિંગ કોલ સહિત 6 આઈપીઓમાં કમાણીની તક
આઈપીઓ માર્કેટમાં 12 જાન્યુઆરીથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં ભારે હલચલ જોવા મળશે. આ સપ્તાહે 6 કંપનીના આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા એક મેઇનબોર્ડ સેગમેન્ટનો IPO છે. ઉપરાંત પાછલા અઠવાડિયે ખુલેલા 2 આઈપીઓ ભારત કોકિંગ કોલ અને ડેફરેલ ટેકનોલોજીક કંપનીના IPO સબ્સક્રાઇબ કરવાની પણ તક મળશે, જેમા એક ભારત કોકિંગ કોલ લિમિટેડ છે. જો શેર લિસ્ટિંગની વાત કરીયે તો આ અઠવાડિયે 5 કંપનીઓના સ્ટોક શેરબજારમાં લિસ્ટિંગ થવાના છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો
-
Jan 12, 2026 09:44 IST
ડોલર સામે રૂપિયો ઘટાડે ખુલ્યો
સોમવારે ડોલર સામે રૂપિયો 5 પૈસા ઘટીને 90.16 ખુલ્યો છે. જ્યારે ગત સપ્તાહે શુક્રવારે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 90.16 બંધ થયો હતો. ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે.
-
Jan 12, 2026 09:43 IST
સેન્સેક્સ 400 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 100 પોઇન્ટ નરમ
શેરબજાર સચૂંકાક સેન્સેક્સ અને નિફ્ટી નવા અઠવાડિયાના પ્રથમ દિવસે મોટા ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ 130 પોઇન્ટ ઘટી 83,435 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 400 પોઇન્ટ ઘટ્યો અને 83043 થયો હતો. એનએસઇ નિફ્ટી સાધારણ ઘટાડે 25,669 ખુલ્યો હતો. શેરબજારમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 120 પોઇન્ટ જેટલો ઘટી 25570 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.
