અદાણી CNG ભાવ વધ્યા, સીએનજીની કિંમત પેટ્રોલ જેટલી થઇ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Adani CNG Worth Elevated : અદાણી સીએનજીમાં 13 દિવસમાં બીજી વખત ભાવ વધારો થયો છે.  આજે 5 નવેમ્બર 2026ના રોજ અદાણી ટોટલ ગેસ કંપનીએ CNGના ભાવ ₹ 2.30 પ્રતિ કિલો વધાર્યા છે. આ સાથે અદાણી સીએનજીની કિંમત ₹ 100.77 પ્રતિ કિલો થઇ ગઇ છે.

2026માં 9મી વખત CNGમાં ભાવ વધારો

નોંધનિય છે કે, અગાઉ 23 ઓક્ટોબરે અદાણી સીએનજીના ભાવમાં તોતિંગ ₹ 4.45 નો વધારો કરવામાં આવ્યા હતો. ત્યારબાદ ગેસની કિંમત વધીને ₹ 98.47 થઇ હતી. હવે 5 નવેમ્બરના ભાવ વધારા બાદ 1 કિલો સીએનજીની કિંમત ₹ 100ને વટાવી ગઇ છે. તમને જણાવી દઇયે કે, અદાણી ટોટલ ગેસ કંપનીએ વર્ષ 2026માં અત્યાર સુધીમાં 9મી વખત સીએનજીના ભાવ વધાર્યા છે. 

તારીખ ભાવ વધારો
5 નવેમ્બર 2026 ₹ 2.30
23 ઓક્ટોબર 2026 ₹ 4.45
1 ઓગસ્ટ 2026 ₹ 4.00

19 જુલાઇ 2026 

₹ 2.00
27 મે 2026 ₹ 2.00
16 મે 2026 ₹ 2.25
2 એપ્રિલ 2026 ₹ 1.50
7 ફેબ્રુઆરી 2026 ₹ 0.50
1 જાન્યુઆરી 2026 ₹ 1.21

CNG રિક્ષા કાર ચલાવવી મોંઘી થઇ. સ્કૂલ વાનના ભાડાં વધશે

ગેસના ભાવ વધતા સીએનજી રિક્ષા અને કાર ચલાવવી મોંઘી થઇ છે. સીએનજીના ભાવ વધતા સીએનજી રિક્ષા ચાલકો પર આર્થિક બોજો પડશે. બીજી બાજુ સીએનજી સ્કૂલ વાન અને રિક્ષા ભાડાં પણ મોંઘી થઇ શકે છે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *