Summer time Food plan Tip For Diabetic Sufferers : ઉનાળામાં સત્તુને દેશી સુપરફૂડ’ માનવામાં આવે છે, જે માત્ર પેટને ઠંડુ કરે છે એટલું જ નહીં, પરંતુ ઉર્જાનો એક મહાન સ્ત્રોત પણ છે. સત્તુનું સેવન શરીરની ગરમીને નિયંત્રિત કરે છે તેમજ પાચનમાં સુધારો કરે છે. સત્તુની રોટલી બનાવી અથવા શરબત બનાવીને પીવાથી શરીર ઠંડુ રહે છે અને પેટની ગરમી નિયંત્રિત થાય છે. પરંતુ શું આ સુપરફૂડનું સેવન ડાયાબિટીસ અથવા હાઇ બ્લડ શુગર વાળા દર્દીઓ માટે ફાયદાકારક છે?
સર્ટિફાઇડ ફિટનેસ ન્યુટ્રિશનિસ્ટ અને ડાયાબિટોલોજિસ્ટ ડો.અનુપમ ઘોષે જણાવ્યું હતું કે, “ડાયાબિટીસના દર્દીઓ સત્તુનું સેવન કરી શકે છે. નિષ્ણાતે જણાવ્યું હતું કે ડાયાબિટીઝના દર્દીઓ માટે સત્તુનું સેવન ત્યારે જ ફાયદાકારક છે જ્યારે મર્યાદિત પ્રમાણમાં કરવામાં આવે છે. વધુ પડતું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે, તેથી તેનું પ્રમાણ મર્યાદિત રાખો.
સત્તુમાં હાજર હાઈ ફાઇબર અને લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ તેને ડાયાબિટીસના દર્દીઓ માટે એક સારો વિકલ્પ બનાવે છે, પરંતુ તેનું સેવન કરવાની પદ્ધતિ અને સમય ખૂબ મહત્વનો છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે ડાયાબિટીસના દર્દીઓ માટે સત્તુનું સેવન કેવી રીતે ફાયદાકારક છે અને સેવન કેવી રીતે કરવું જોઈએ.
સત્તુ ખવાથી બ્લડ શુગર લેવલ વધે છે?
ડાયાબિટીસના દર્દીઓ સત્તુ ખાઈ શકે છે, પરંતુ યોગ્ય માત્રા અને સંતુલન સાથે. સત્તુ પૌષ્ટિક છે, પરંતુ આહારમાં તેની માત્રા અને સમય સમજવું મહત્વપૂર્ણ છે. સત્તુનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ લગભગ 28 છે, જે નીચી શ્રેણીમાં આવે છે. આનો અર્થ એ છે કે તે બ્લડ શુગર લેવલમાં ઝડપથી વધારો કરતું નથી. ડાયાબિટીસના દર્દીઓ માટે કોઈ પણ ખોરાકના ગ્લાયકેમિક ઇન્ડેક્સને જાણવું માત્ર મહત્વપૂર્ણ નથી, પરંતુ ગ્લાયકેમિક લોડ (જીએલ) જાણવું પણ મહત્વપૂર્ણ છે. સત્તુમાં જીઆઈ ઓછું હોવા છતાં, 100 ગ્રામ સટ્ટુમાં લગભગ 60-62 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. તેથી, તેનો ગ્લાયકેમિક લોડ મધ્યમ હોઈ શકે છે, જો તે વધારે પ્રમાણમાં લેવામાં આવે તો બ્લડ શુગર લેવલ વધારી શકે છે.
સત્તુનું પોષક મૂલ્ય
સત્તુ માત્ર કાર્બોહાઇડ્રેટ જ નહીં પરંતુ સંતુલિત પોષણ પણ પ્રદાન કરે છે. તેમાં હાજર પોષક તત્વોની વાત કરીએ તો તે
- પ્રોટીન : 22-24 ગ્રામ લગભગ
- હેલ્ધી ફેટ : 5-6 ગ્રામ
- ફાઇબર : 8-10 ગ્રામ હોય છે. આ બધા ઘટકો મળીને તેને સંતુલિત ખોરાક બનાવે છે.
સત્તુમાં હાજર પ્રોટીન અને ફાઇબર ડાયાબિટીઝમાં ફાયદાકારક
નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે આહારમાં પ્રોટીન અને ફાઇબરનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે અસરકારક સાબિત થાય છે. સત્તુમાં હાજર પ્રોટીન અને ફાઇબર ધીમે ધીમે બ્લડ સુગર વધારવામાં મદદ કરે છે અને પાચનમાં પણ સુધારો કરે છે.
આરોગ્ય નિષ્ણાતે જણાવ્યું હતું કે ડાયાબિટીસના દર્દીઓ માટે કોઈ પણ ખોરાક પસંદ કરતી વખતે, ગ્લાયકેમિક ઇન્ડેક્સ અને ગ્લાયકેમિક લોડને જાણવું પૂરતું નથી, પરંતુ તેની સંપૂર્ણ પોષક પ્રોફાઇલ જોવી મહત્વપૂર્ણ છે. ડાયાબિટીસના દર્દીઓએ આહારમાં પ્રોટીન, ચરબી અને ફાઇબરનું ધ્યાન રાખવું જોઈએ.
સત્તુ સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે?
ડાયાબિટીસના દર્દીઓ સંતુલિત આહાર સાથે સત્તુનો પણ સમાવેશ કરી શકે છે. એટલું ધ્યાનમાં રાખો કે સત્તુની માત્રા કુલ કાર્બોહાઇડ્રેટના સેવનમાં ફિટ થવી જોઈએ. સત્તુમાં ઘણા આવશ્યક એમિનો એસિડ જોવા મળે છે, જે શરીર જાતે બનાવી શકતું નથી. તેથી, તે ખાસ કરીને શાકાહારીઓ માટે પ્રોટીનનો સારો સ્રોત છે. કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ચરબી, ફાઇબર, વિટામિન્સ અને ખનિજો બધા સત્તુમાં એક સાથે જોવા મળે છે. આ કારણોસર, તેને ભારતીય સુપરફૂડ માનવામાં આવે છે, ડાયાબિટીસના દર્દીઓ તેને મર્યાદિત માત્રામાં ખાઈ શકે છે.
આ પણ વાંચો | શાકાહારી લોકો માટે પ્રોટીનથી ભરપૂર વેજ કબાબ, લોહીની ઉણપ પણ દૂર કરશે, નોંધી લો રેસીપી અને સામગ્રી
ડાયાબિટીસ દર્દી એ સત્તુનું સેવન કેવી રીતે કરવું?
- ડાયાબિટીસના દર્દી સત્તુ પાણીમાં ઓગાળી ડ્રિંક બનાવી સેવન કરી શકે છે. આ ડ્રિંકમાં ખાંડ નાંખવી નહીં.
- સત્તુના પરાઠા અથવા રોટલી બનાવીને ખાઇ શકાય છે. આખા અનાજ સાથે સત્તુનું સેવન અસરકારક સાબિત થાય છે.
- શેક બનાવીને પણ સત્તુનું સેવન કરવું ફાયદાકારક રહેશે.
- સત્તુ શાકાહારીઓ માટે પ્રોટીનનો સારો સ્ત્રોત છે, જે શરીરને ઉર્જા આપશે, પેટને લાંબા સમય સુધી ભરેલું રાખશે.
