Vijay-Trisha Krishnan : તમિલનાડુની વિધાનસભા ચૂંટણી 2026માં જોરદાર પરિવર્તન જોવા મળી રહ્યું છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા થલાપતિ વિજયની પાર્ટી તમિલાગા વેટ્રી કડગમ 234 બેઠકોમાંથી 106 બેઠકો પર આગળ ચાલી રહી છે. આ દરમિયાન અભિનેત્રી તૃષા કૃષ્ણન ચેન્નાઈમાં વિજયના નિવાસસ્થાને જતી જોવા મળી હતી. ખાસ વાત એ છે કે 4 મેના રોજ તૃષા પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીએ સવારે સૌ પહેલા તિરુપતિના તિરુમાલા વેંકટેશ્વર મંદિરમાં પૂજા કરી હતી અને પછી તે વિજયના ઘરે પહોંચી હતી.
તૃષા અને વિજયના અફેરની ચર્ચા ચાલી રહી છે
વિજય અને તૃષા તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રખ્યાત ઓન-સ્ક્રીન જોડીઓમાંથી એક છે. તેઓ ‘ઘિલ્લી’, ‘થિરુપાચી’, ‘આથી’, ‘કુરુવી’ અને તાજેતરમાં ‘લીઓ’ જેવી ફિલ્મોમાં એકસાથે દેખાયા હતા. તાજેતરના મહિનાઓમાં અભિનેતા વિજયની પત્નીએ તેમના પર એક અભિનેત્રી સાથે સંબંધમાં હોવાનો આરોપ લગાવ્યા પછી વિજય અને તૃષાના અફેરના અહેવાલો ચર્ચામાં આવ્યા હતા.
જોકે વિજય કે તૃષાએ આ અફવાઓનો કોઇ જવાબ આપ્યો નથી. બંને ચેન્નાઇમાં બિઝનેસમેન અને ફિલ્મ નિર્માતા કલપતિ એ. સુરેશ અને મીનાક્ષી સુરેશના પુત્રના લગ્નના રિસેપ્શનમાં પણ સાથે જોવા મળ્યા હતા. હવે અભિનેત્રીની વિજયના ઘરની મુલાકાતથી તેમના અફેરની ચર્ચાઓ વધુ તીવ્ર બની રહી છે.
વિજયના પિતાએ મુરુગન મંદિરની મુલાકાત લીધી
વિજયના પિતા અને પ્રખ્યાત દિગ્દર્શક એસએ ચંદ્રશેખર પણ સવારે મુરુગન મંદિર પહોંચ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તેમણે તેમના પુત્રની સફળતા માટે પ્રાર્થના કરી હતી. આ સિવાય વિજયના ઘરની અંદરની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી હતી. જ્યાં તેમના પરિવારના સભ્યો ઉજવણી કરતા અને ગાતા જોવા મળ્યા હતા.
વિજય થલાપતિ અભિનેતા માંથી નેતા, ₹600 કરોડથી વધુ સંપત્તિ
જન નાયકન ફિલ્મને લઈને વિવાદ
ચૂંટણીની ચર્ચા વચ્ચે વિજયની ફિલ્મ ‘જન નાયકન’ પણ સતત ચર્ચામાં છે. સેન્સર વિવાદ અને ઓનલાઇન લીક ન્યૂઝને કારણે આ ફિલ્મ લાંબા સમયથી લટકી રહી છે. તમને જણાવી દઈએ કે આ વિજયની છેલ્લી ફિલ્મ છે.
