થલાપતિ વિજય પહેલા આ સાઉથ સ્ટાર્સ પણ બન્યા નેતા, જયલલિતા થી કમલ હાસન સુધી જૂઓ યાદી

થલાપતિ વિજય પહેલા આ સાઉથ સ્ટાર્સ પણ બન્યા નેતા, જયલલિતા થી કમલ હાસન સુધી જૂઓ યાદી

મનોરંજન ENTERTAINMENT
Spread the love


Thalapathy Vijay Social gathering Tamilaga Vettri Kazhagam: તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 ના પરિણામોમાં, ‘તમિલગા વેત્રી કઝગમ’ (ટીવીકે) ના સ્થાપક જોસેફ વિજય થલાપતિ એ પ્રથમ ચૂંટણી જીતીને ઇતિહાસ રચ્યો હતો. તેમણે ચેન્નાઈની પેરામ્બુર અને તિરુચિરાપલ્લી (પૂર્વ) વિધાનસભા બેઠકો પર જબરદસ્ત લીડ મેળવી છે. જો કે, વિજય થલાપતિ સિનેમા થી રાજકારણમાં આવનાર કરનાર પહેલો અભિનેતા નથી.

તેમની પહેલા સાઉથ સિનેમાના ઘણા સ્ટાર્સ હતા, જેમણે મોટા પડદા પર અપાર લોકપ્રિયતા મેળવ્યા પછી રાજકારણમાં પોતાની ઓળખ બનાવી હતી. આપણે જેમનો ઉલ્લેખ કરી રહ્યા છીએ તેમાંથી કેટલાક સ્ટાર્સ તમિલનાડુના મુખ્યમંત્રી પણ બન્યા છે. 

એમ.જી. રામાચંદ્રન

એમજીઆર તરીકે જાણીતા તમિલ સિનેમાના દિગ્ગજ એમ. જી. રામાચંદ્રનને આ ટ્રેન્ડના સૌથી મોટા ઉદાહરણ માનવામાં આવે છે. તેમણે પોતાની જબરદસ્ત લોકપ્રિયતાના આધારે રાજકારણમાં પ્રવેશ કર્યો એટલું જ નહીં, પરંતુ તમિલનાડુના મુખ્યમંત્રી બનીને લાંબા સમય સુધી સત્તા પર પણ રહ્યા.

જયલલિતા

જયલલિતા દક્ષિણ ભારતની એવી કેટલીક હસ્તીઓમાંની એક હતી જેમણે માત્ર સિનેમાથી રાજકારણ સુધી જ પ્રવાસ કર્યો ન હતો, પરંતુ બંને ક્ષેત્રોમાં અસાધારણ સફળતા પણ પ્રાપ્ત કરી હતી. જયલલિતાએ ખૂબ જ નાની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. 1960-70 ના દાયકામાં, તેમની ગણતરી તમિલ સિનેમાની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાં કરવામાં આવી હતી. તેમણે 100 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને એમજી રામાચંદ્રન સાથેની તેમની જોડી ખૂબ જ સફળ રહી હતી.

તેમની સ્ક્રીન પર હાજરી, નૃત્ય શૈલી અને પ્રભાવશાળી વ્યક્તિત્વએ તેમને સુપરસ્ટાર બનાવ્યા. તેમની ફિલ્મી કારકિર્દી પછી, જયલલિતાએ એમજીઆરના માર્ગદર્શન હેઠળ રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ AIADMK પાર્ટીમાં જોડાયા. એમજીઆરના મૃત્યુ (1987) પછી, પાર્ટીમાં નેતૃત્વ માટે સંઘર્ષ થયો, પરંતુ જયલલિતાએ ધીમે ધીમે પોતાને એક મજબૂત નેતા તરીકે સ્થાપિત કર્યા. જયલલિતા પ્રથમ વખત 1991માં તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા હતા. આ પછી, તેઓ ઘણા લાંબા સમય સુધી આ પદ પર રહ્યા હતા.

જો કે, તેમનું રાજકીય જીવન સંપૂર્ણપણે સરળ ન હતું. તેમને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરવો પડ્યો હતો અને એક તબક્કે તેઓ જેલમાં પણ ગયા હતા. જો કે, આમ છતાં તેમની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો થયો ન હતો અને તેઓ સત્તામાં પાછા ફરતા રહ્યા.

એન. ટી. રામા રાવ

તેલુગુ સિનેમામાં એન. ટી. રામારાવે એક નવો રાજકીય ટ્રેન્ડ શરૂ કર્યો હતો. તેમણે તેલુગુ દેશમ પાર્ટીની સ્થાપના કરી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા. તેમનો રાજકીય વારસો આજે પણ રાજ્યના રાજકારણને પ્રભાવિત કરે છે.

ચિરંજીવી

આ ટ્રેન્ડમાં ચિરંજીવીનું નામ પણ મહત્વનું છે. તેમણે ‘પ્રજા રાજ્યમ પાર્ટી’ બનાવીને રાજકારણમાં પ્રવેશ કર્યો અને પછી કોંગ્રેસમાં જોડાયા અને કેન્દ્ર સરકારમાં મંત્રી પદ પણ સંભાળ્યું હતું.

પવન કલ્યાણ

પવન કલ્યાણે ‘જનસેના પાર્ટી’ દ્વારા પોતાની રાજકીય ઓળખ બનાવી છે અને આંધ્રપ્રદેશના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે 2014માં જનસેના પાર્ટી (જેએસપી)ની સ્થાપના કરી હતી. 2019ની આંધ્ર પ્રદેશની ચૂંટણીમાં પવન કલ્યાણની રાજકીય શરૂઆત નબળી કરી હતી. ત્યારબાદ 2024ની વિધાનસભા ચૂંટણીમાં પવન કલ્યાણે જીતી મેળવી અને નાયબ મુખ્યમંત્રી બન્યા.

કમલ હાસન

કમલ હાસને ફેબ્રુઆરીમાં મક્કલ નીધિ મૈયમ (એમએનએમ) પાર્ટીની સ્થાપના કરી હતી. 2019 અને 2021 ના ચૂંટણી ઉતાર-ચઢાવ પછી, પાર્ટીએ ડીએમકે સાથે ગઠબંધન કરી લીધું. જુલાઈ 2025માં તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. કમલ હાસન હજી પણ તમિલનાડુના રાજકારણમાં સક્રિય છે.

આ પણ વાંચો | વિજય થલાપતિ અભિનેતા માંથી નેતા, ₹600 કરોડથી વધુ સંપત્તિ, શું TVK તમિલનાડુમાં સરકાર બનાવશે?

રજનીકાંત

રજનીકાંતે સાઉથની સાથે બોલિવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 2017માં એવા અહેવાલ આવ્યા હતા કે રજનીકાંત પણ રાજકારણમાં આવશે અને 2021માં યોજાનારી તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી લડશે, પરંતુ ત્યાર બાદ કોરોના કાળમાં તબિયત બગડી હોવાની વાત કહી પાછળ હટી ગયા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *