Rann Utsav 2026 : કચ્છ રણોત્સવ 2026, તારીખ ઓનલાઇન અને જોવાલાયક સ્થળો

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Kutch Rann Utsav 2026 : ગુજરાતનું પ્રખ્યાત પ્રવાસન સ્થળ કચ્છ રણોત્સવ 2026 પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. સફેદ રણમાં લોકસંસ્કૃતિ અને પ્રકૃતિનો અદ્ભુત સંગમ વિશ્વપ્રસિદ્ધ ‘કચ્છ રણોત્સવ 2026’ નો ઉત્સાહભેર પ્રારંભ થઈ ચૂક્યો છે.

સફેદ ચાંદનીમાં ચમકતા વિશાળ રણ અને કચ્છની રંગેબરંગી લોકસંસ્કૃતિનો અનુભવ કરવા માટે દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ નો અહેસાસ કરાવતો આ મહોત્સવ પ્રવાસીઓ માટે પ્રકૃતિ અને કળાનું અદ્ભુત સંગમસ્થાન બની રહ્યો છે.

કચ્છ રણોત્સવ 2026: તારીખ અને સ્થળ

તારીખ : 1 નવેમ્બર 2026 થી 7 માર્ચ 2027 સુધી. 

સ્થળ : રણોત્સવ ગુજરાતના કચ્છ જિલ્લાના ધોરડો ગામ ખાતે યોજાય છે. 

પૂનમની રાત : રણોત્સવ દરમિયાન પૂનમની રાતોમાં સફેદ રણની મુલાકાત અત્યંત યાદગાર બની રહે છે, જ્યારે આખું રણ ચાંદનીના પ્રકાશમાં રૂપેરી ચમક ધારણ કરે છે, ત્યારે ચંદ્ર પર હોવાનો આભાસ થાય છે.

કચ્છ રણોત્સવ 2026: ઓનલાઇન બુકિંગ (On-line Reserving)

કચ્છ રણોત્સવ દરમિયાન રોકાણ માટે લક્ઝુરીયસ ટેન્ટ સિટી અને રિસોર્ટનું ઓનલાઇન બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રવાસીઓ પોતાની પસંદગી મુજબ 1 રાત/2 દિવસ, 2 રાત/3 દિવસ કે તેથી વધુ સમયના પેકેજ પસંદ કરી શકે છે.

પ્રવાસીઓ કચ્છ રણોત્સવ માટે સત્તાવાર વેબસાઇટ www.rannutsav.internet અથવા www.rannutsavgujarat.in પર જઇને ઓનલાઇન બુકિંગ કરાવી શકે છે. અહીં પ્રવાસીઓ પોતાના બજેટ અને પસંદગી મુજબ ટેન્ટ પેકેજ પસંદ કરી શકે છે. 

કચ્છ રણોત્સવના મુખ્ય આકર્ષણ 

સફેદ રણ અને સૂર્યાસ્ત/સૂર્યોદય : નિરવ શાંતિ વચ્ચે સફેદ રણ પરથી સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સુંદર નજારો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે.

સાંસ્કૃતિક કાર્યક્રમો: સાંજના સમયે ઓપન એર એમ્ફીથિયેટરમાં કચ્છી લોકનૃત્ય, ગરબા, સૂફી સંગીત અને કચ્છી સંગીતકારોના કાર્યક્રમો યોજાય છે.   

એડવેન્ચર સ્પોર્ટ્સ : પરમશીલિંગ, એટીવી રાઇડ (ATV Experience), ઉંટ સફારી અને રાતે (તારા દર્શન) નો રોમાંચ.

હાથશાળ અને હસ્તકળા બજાર : કચ્છની પ્રખ્યાત અજરખ પ્રિન્ટ, બાંધણી, મિરર વર્ક (કાચ કામ) અને ભરતકામના હસ્તકળા કારીગરો પાસેથી સીધી ખરીદીની તક.   

પરંપરાગત કચ્છી ભોજન : લસણિયા બટાકા, કચ્છી દાબેલી, રોટલો, માખણ અને ગુલાબ પાક જેવી સ્થાનિક વાનગીઓની મજા.

કચ્છમાં જોવાલાયક અન્ય પ્રખ્યાત સ્થળો

કાળો ડુંગર : કચ્છનો સૌથી ઊંચો પહાડ, જ્યાંથી રણનો વિહંગમ નજારો અને પ્રખ્યાત દત્તાત્રેય મંદિર જોવા મળે છે.  

ધોળાવીરા : હડપ્પન સંસ્કૃતિનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળ (UNESCO World Heritage Website) અને પ્રખ્યાત ‘રોડ ટુ હેવન’ (Street to Heaven).   

ભુજ (Bhuj) : આયના મહેલ, પ્રાગ મહેલ, વિજય વિલાસ અને કચ્છ મ્યુઝિયમ.   

સ્મૃતિ વન અર્થક્વેક મેમોરિયલ : ભુજિયા ડુંગર પર ભૂકંપ પીડિતોની સ્મૃતિમાં બનેલું આધુનિક અને ભવ્ય મ્યુઝિયમ.

માંડવી બીચ : સુંદર દરિયા કિનારો અને ઐતિહાસિક વિજય વિલાસ પેલેસ.   

લખપત કિલ્લો અને માતાનો મઢ: કચ્છના ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા શ્રેષ્ઠ સ્થળો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *