OnePlus નો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ, 8000mAh બેટરી અને Bypass Charging ટેકનોલોજી

OnePlus નો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ, 8000mAh બેટરી અને Bypass Charging ટેકનોલોજી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


OnePlus N6 5G Launch In India : વનપ્લસનો સૌથી સસ્તો સ્માર્ટફોન OnePlus N6 ભારતમાં લોન્ચ થયો છે. વનપ્લસ એન6 ફોનને ₹ 25,000 ઓછી કિંમતના સેગમેન્ટમાં રજૂ કરાયો છે.OnePlus N6 ફોનમાં મોટી 8000mAh બેટરી, 50MP કેમેરા, 6GB RAM અને Dimensity 6360 Apex પ્રોસેસર મળે છે. લેટેસ્ટ વનપ્લસ N6 5G ફોનની કિંમત, ફીચર્સ અને સ્પેસિફિકેશનની તમામ વિગત જાણો

OnePlus N6 કિંમત

વનપ્લસ એન6 ફોનના બેઝ વેરિયન્ટની કિંમત 22,999 રૂપિયા છે. આ સ્માર્ટફોનમાં 4GB RAM + 128GB Storage મળે છે. તો 6GB RAM + 128GB Storage વાળા ટોપ વેરિયન્ટની કિંમત 24,999 રૂપિયા છે. લોન્ચ ઓફરમાં કંપની આ 5જી ફોન પર 2000 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ આપી રહી છે. ઉપરાંત 4 જુલાઇ થી 6 જુલાઇ દરમિયાન એમેઝોન પરથી ફોન ખરીદવા પર 1000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળે છે. એટલે કે ઓફરનો લાભ ઉઠાવી OnePlus N6 5G ફોન ₹ 19,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

OnePlus N6 સ્પેસિફિકેશન

વનપલ્સ N6 5G ફોનમાં 1570 x 720 પિક્સલ રિઝોલ્યુશન વાળી 6.8 ઇંચની HD ડિસ્પ્લે મળે છે. તે IPS LCD પેનલ પર બનેલી પંચ હોલ સ્ક્રીન છે, જે 120Hz​ રિફ્રેશ રેટ, 401ppi અને 1200nits પીક બ્રાઇટનેસ પ્રદાન કરે છે. આ સ્માર્ટફોન MIL-STD-810H સર્ટિફાઇડ મિલિટ્રી ગ્રેડ બોડી સાથે આવે છે, જે તેને મજબૂત ડિવાઇસ બનાવે છે. આ ફોનને વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP65 રેટિંગ મળે છે.

વનપ્લસ N6 5G ફોન એન્ડ્રોઇડ 16 આધારિત OxygenOS 16 સાથે આવે છે. પ્રોસેસિંગ માટે આ ફોનમાં 6 નેનોમીટર ફેબ્રિકેશન્સ પર બનેલું મીડિયાટેક Dimensity 6360 Apex ઓક્ટા કોર પ્રોસેસર આપ્યું છે, જે 2.0 ગીગાહર્ટ્ઝ થી લઇ 2.4 ગીગાહર્ટ્ઝ સુધી ક્લોક સ્પીડ પર રન કરવાની ક્ષમતા ધરાવે છે. 

ફોટોગ્રાફી માટે લેટેસ્ટ વનપ્લસ એન6 ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સપોર્ટ આપ્યા છે. ફોનની બેક પેનલ પર F/1.8 અપર્ચર 50MP મેન સેન્સર આપ્યું છે, જે સેકેન્ડરી AI અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ સાથે મળીને કામ કરે છે. તો સેલ્ફી અને વીડિયો કોલ માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આવે છે.

આ પણ વાંચો | સેમસંગ ગેલેક્સી M47 5G ફોન ભારતમાં લોન્ચ, 6000mAh બેટરી અને 6 વર્ષ સિક્યોરિટી અપડેટ

વનપ્લસ N6 ફોનમાં પાવર બેકઅપ માટે 8000mAh બેટરી આપી છે, જે 45W SUPERVOOC ફાસ્ટ ચાર્જિંગ અને 5W Reverse ચાર્જિંગ ટેક્નોલોજી સપોર્ટ કરે છે. કંપનીએ દાવો કર્યો છે કે, બેટરી સિંગલ ફુલ ચાર્જ થયા બાદ તે સામાન્ય ઉપયોગ કરવા પર 3 દિવસ સુધી ચાલી શકે છે. આ વનપ્લસ ફોન 7 વર્ષના બેટરી હેલ્થ સાથે આવે છે. વનપ્લસ N6 ફોનમાં કંપનીએ Bypass Charging ટેકનોલોજી આપી છે, જેથી ગેમ કરતી વખતે કે હેવી પર્ફોર્મન્સ દરમિયાન મોબાઇલ ચાર્જ કરવા પર પાવર બેટરીના બદલે સીધું મધરબોર્ડમાં ટ્રાન્સફર કરે છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *