Share Market Information Immediately Stay Replace In Gujarati : અમેરિકા ઇરાન દોહા મંત્રણા અધ્ધરતાલ રહેતા એશિયન શેરબજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. જાપાન માર્કેટ 680 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યું છે. તો તાઇવાન માર્કેટ 1470 પોઇન્ટ ઉછળ્યો છે. બીજી બાજુ હોંગકોંગ એક્સચેન્જ 220 પોઇન્ટ અને ઇન્ડોનેશિયા બજાર 140 પોઇન્ટ ઘટ્યા છે.
HDFC બેંકે પાર્ટ ટાઇમ ચેરમેન અને CFO નિમણૂક કર્યા
HDFC બેંકે નવા પાર્ટ ટાઇમ ચેરમેન તરીકે રાજીવ કુમારની 3 વર્ષ માટે નિમણૂક કર્યા છે. રાજીવ કુમાર પૂર્વ ચૂંટણી કમિશનર અને નાણાં સચિવ છે. જો કે તેમની નિમણૂક RBIની મંજૂરી બાદ જ લાગુ થશે. HDFC બેંકે કહ્યું કે, આ નિમણૂક બેંકના ગવર્નેંસ, નોમિનેશન અને રેમ્યૂનરેશન કમિટીની ભલામણથી કરાઇ છે. એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં HDFC બેંકે જણાવ્યું કે, તેના ડિરેક્ટર બોર્ડે 1 સપ્ટેમ્બર 2026થી પુનીત શર્માને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર ડેઝિગ્રેંટ (CFO) તરીકે નિમણૂક કર્યા છે. તેઓ 1 ડિસેમ્બર 2026થી કાર્યભાર સંભાળશે. પુનીત શર્મા બેંક, ફાઈનાન્સ સર્વિસ અને સ્ટ્રેટેજીનો 26 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 29 જૂન, 2026ના રોજ પુનીત શર્માએ એક્સિસ બેંકના CFO પદેથી રાજીનામું આપ્યું છે.
બજાજ ઓટો 1 જુલાઇથી ₹ 5633 કરોડના શેર બાયબેક કરશે
બજાજ ઓટો લિમિટેડ 5632.8 કરોડ રૂપિયાના શેર બાયબેક કરી રહી છે. શેર બાયબેક 1 થી 7 જુલાઇ દરમિયાન થશે. બાયબેક હેઠળ કંપની શેરધારકો પાસેથી 10 રૂપિયાની ફેસ વેલ્યૂ ધરાવતા 46.94 લાખ ઇક્વિટી શેર પરત ખરીદશે. બાયબેક માટે ફ્લોર પ્રાઇસ ₹ 12,000 પ્રતિ શેર નક્કી કરી છે. શેરધારકોની આ સંખ્યા કંપનીની કુલ ઇક્વિટીના 1.68 ટકા છે.
US ઇરાન વચ્ચે દોહા મંત્રણા અધ્ધરતાલ, ક્રૂડ ઓઇલ નરમ
મંગળવાળ ક્રૂડ ઓઇલ ઘટ્યું છે. રોકાણકારોની નજર દોહામાં યોજાનાર યુએસ ઇરાનની સંભવિત મંત્રણા પર છે. જો કે ઇરાને કહ્યું કે, હાલ અમેરિકા સાથે કોઇ બેઠક થશે નહીં. ઉલ્લેખનિય છે કે, યુદ્ધવિરામ કરાર બાદ પણ પાછલા સપ્તાહે અમેરિકા એ ઇરાન પર હુમલો કર્યો હતો. આજે બ્રેન્ટ ક્રૂડ ઓગસ્ટ વાયદો 1 ટકા કે 75 સેન્ટ ઘટીને 72.40 ડોલર પ્રતિ બેરલ થયો છે. યુએસ ક્રૂડ વાયદો 74 સેન્ટ ઘઠીને 70.32 ડોલર પ્રતિ બેરલ બોલાય છે.
-
Jun 30, 2026 10:15 IST
સેન્સેક્સ નિફ્ટી નરમ, IT શેરમાં વેચવાલીનું દબાણ
ભારતીય શેરબજાર મંગળવારે સુધારે ખુલ્યા બાદ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યા છે. આજે સેન્સેક્સ 277 પોઇન્ટ વધીને 77005 ખુલ્યો છે. જો કે આઈટી શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 130 પોઇન્ટ જેટલો ઘટીને 76600 લેવસ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 86 પોઇન્ટ વધી 24,032 ખુલ્યો હતો. હાલ 55 પોઇન્ટ ઘટીને 23890 આસપાસ છે. આઈટી શેરમાં વેચવાલીથી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 460 પોઇન્ટ ઘટ્યો છે. ઇન્ફોસિસ 2.5 ટકા, ટીસીએસ 2.2 ટકા, HCL ટેક 1.6 ટકા, ટેક મહિન્દ્રા સવા ટકા ઘટ્યા છે.
-
Jun 30, 2026 08:56 IST
HDFC બેંકે પાર્ટ ટાઇમ ચેરમેન અને CFO નિમણૂક કર્યા
HDFC બેંકે નવા પાર્ટ ટાઇમ ચેરમેન તરીકે રાજીવ કુમારની 3 વર્ષ માટે નિમણૂક કર્યા છે. રાજીવ કુમાર પૂર્વ ચૂંટણી કમિશનર અને નાણાં સચિવ છે. જો કે તેમની નિમણૂક RBIની મંજૂરી બાદ જ લાગુ થશે. HDFC બેંકે કહ્યું કે, આ નિમણૂક બેંકના ગવર્નેંસ, નોમિનેશન અને રેમ્યૂનરેશન કમિટીની ભલામણથી કરાઇ છે. એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં HDFC બેંકે જણાવ્યું કે, તેના ડિરેક્ટર બોર્ડે 1 સપ્ટેમ્બર 2026થી પુનીત શર્માને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર ડેઝિગ્રેંટ (CFO) તરીકે નિમણૂક કર્યા છે. તેઓ 1 ડિસેમ્બર 2026થી કાર્યભાર સંભાળશે. પુનીત શર્મા બેંક, ફાઈનાન્સ સર્વિસ અને સ્ટ્રેટેજીનો 26 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 29 જૂન, 2026ના રોજ પુનીત શર્માએ એક્સિસ બેંકના CFO પદેથી રાજીનામું આપ્યું છે.
-
Jun 30, 2026 08:56 IST
એશિયન બજારોમાં મિશ્ર વલણ
અમેરિકા ઇરાન દોહા મંત્રણા અધ્ધરતાલ રહેતા એશિયન શેરબજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. જાપાન માર્કેટ 680 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યું છે. તો તાઇવાન માર્કેટ 1470 પોઇન્ટ ઉછળ્યો છે. બીજી બાજુ હોંગકોંગ એક્સચેન્જ 220 પોઇન્ટ અને ઇન્ડોનેશિયા બજાર 140 પોઇન્ટ ઘટ્યા છે.