NSE IPO સહિત 19 પબ્લિક ઇશ્યૂ સબ્સક્રિપ્શન ખુલશે

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Upcoming IPOs Information : આઈપીઓ માર્કેટમાં રોકાણકારોને કમાણીની તક મળશે. 21 સપ્ટેમ્બરથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં કુલ 19 આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા 6 મેનબોર્ડ સેગમેન્ટના પબ્લિક ઇશ્યૂ છે. આ 6 કંપનીઓ IPO દ્વારા ₹ 3824.61 કરોડ એક્ત્ર કરશે. ઉપરાંત પાછલા અઠવાડિયે ખુલેલા 5 IPO સબ્સક્રાઇબ કરવાની છેલ્લી તક મળશે.  

IPO Open This Week : આ અઠવાડિયે ખુલનાર આઈપીઓ

Varmora Granito IPO : વરમોરા ગ્રેનિટો આઈપીઓ

વરમોરા ગ્રેનિટો કંપનીનો ₹ 708.02 કરોડનો આઈપીઓ 22 સપ્ટેમ્બરે ખુલી રહ્યો છે. IPO પ્રાઇસ બેન્ડ ₹ 140 – 148 પ્રતિ શેર અને લોટ સાઇઝ 101 શેર છે. રોકાણકારો 24 સપ્ટેમ્બર સુધી આઈપીઓ સબ્સક્રાઇબ કરી શકે છે. શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ NSE અને BSE પર 29 સપ્ટેમ્બરે કંપનીના શેર લિસ્ટિંગ થશે.

Elevate Campuses IPO : એલીવેટ કેમ્પસેસ આઈપીઓ

એલીવેટ કેમ્પેસેસ લિમિટેડના ₹ 2100 કરોડનું IPO સબ્સક્રિપ્શન 23 સપ્ટેમ્બર ખુલશે અને 25 સપ્ટેમ્બર ખુલશે. IPO માટે ઇશ્યૂ પ્રાઇઝ ₹ 343 – ₹ 362 પ્રતિ શેર અને લોટ સાઇઝ 41 શેર રાખી છે. કંપનીનું શેર લિસ્ટિંગ NSE અને BSE પર 30 સપ્ટેમ્બરે થશે.

ArMee Infotech IPO : આરમી ઇન્ફોટેક આઈપીઓ

આર્મી ઇન્ફોટેક લિમિટેડનું આઈપીઓ સબ્સક્રિપ્શન 23 સપ્ટેમ્બર થી 25 સપ્ટેમ્બર દરમિયાન કરી શકાશે. IPO પ્રાઇસ બેન્ડ ₹ 350 – ₹ 375 પ્રતિ શેર અને લોટ સાઇઝ 40 શેર છે. શેર એલોટમેન્ટ થયા બહાદ 30 સપ્ટેમ્બરે NSE અને BSE પર કંપનીના શેર લિસ્ટિંગ થશે.

Swastika Infra IPO : સ્વાસ્તિક ઇન્ફ્રા આઈપીઓ

સ્વાસ્તિક ઈન્ફ્રા આઈપીઓ 23 સપ્ટેમ્બર ખુલશે. કંપની આઈપીઓ દ્વારા ₹ 160.88 કરોડ એક્ત્ર કરવા ઇચ્છે છે. IPO પ્રાઇઝ બેન્ડ ₹ 175 – ₹ 185 પ્રતિ શેર અને લોટ સાઇઝ 81 શેર છે. 25 સપ્ટેમ્બર આઈપીઓ સબ્સક્રિપ્શન બંધ થયા બાદ NSE અને BSE પર 30 સપ્ટેમ્બરે કંપનીના શેર લિસ્ટિંગ થશે.

Adroit Industries IPO : એડ્રોઇટ ઇન્ડસ્ટ્રીઝ આઈપીઓ

એડ્રોઇટ ઇન્ડસ્ટ્રીઝ કંપનીનો ₹ 150.71 કરોડનો આઈપીઓ 23 સપ્ટેમ્બર ખુલશે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ ₹ 126 – ₹134 પ્રતિ શેર અને લોટ સાઇઝ 111 શેર છે. 25 સપ્ટેમ્બરે આઈપીઓ સબ્સક્રિપ્શન બંધ થશે. શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ NSE અને BSE પર 30 સપ્ટેમ્બરે કંપનીના શેર લિસ્ટિંગ થશે. 

IPO (5)
IPO Information : આઈપીઓ સમાચાર. {Photograph}: (Magnific)

A One Steels IPO : એ વન સ્ટીલ્સ આઈપીઓ

એ વન સ્ટીલ્સ લિમિટેડનો ₹ 405 કરોડનો આઈપીઓ 24 સપ્ટેમ્બર ખુલશે. IPO પ્રાઇસ બેન્ડ ₹ 385 – ₹ 405 પ્રતિ શેર અને લોટ સાઇઝ 37 શેર છે. 28 સપ્ટેમ્બરે આઈપીઓ સબ્સક્રિપ્શન થયા બાદ કંપનીના શેર લિસ્ટિંગ NSE અને BSE પર 1 ઓક્ટોબરે થશે.

SME IPO This Week : આ અઠવાડિયાના એસએમઇ આઈપીઓ 

21 સપ્ટેમ્બરથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં ખુલનાર 19 આઈપીઓમાં 13 IPO છે. આ એસએમઇ આઈપીઓની જાણકારી નીચે મુજબ છે. બેન્ચમાર્ક ઇન્ફોટેક સર્વિસિસ, પેશવા વ્હીટ લિમિટેડ, કોરઇંટેગા કન્સલ્ટિંગ સર્વિસિસ લિમિટેડ, સાઇ ઊર્જા ઇંડો વેન્ચર્સ લિમિટેડ, પૂજા લોજિસ્ટિક્સ લિમિટેડ, લિક્વિડ ડિજિટલ ઇન્ડિયા, એસકે ઓફસેટ લિમિટેડ, યુનાઇટેક ફાઇબર્સ લિમિટેડ, હિમાલય ન્યૂટ્રાવેડિક્સ, આનંદ સિમલેસ લિમિટેડ, વિવેકાનંદ કોટસ્પિન લિમિટેડ, FX મલ્ટિટેક લિમિટેડ, રોબોકિડ્સ એડવેન્ચર્સ લિમિટેડ કંપનીના SME આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલવાના છે.

Disclaimer : અહીં આપેલી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. Indian Categorical Gujarati ન્યૂઝ પોર્ટલ કોઇ પણ પ્રકારના રોકાણ કે નાણાકીય સલાહ આપતું નથી. બજાર જોખમને આધિન છે, આથી નાણાં કે રોકાણ સંબંધિત કોણ પણ નિર્ણય લેવાની પહેલા તેમારા ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સ પાસેથી સલાહ લેવી.  



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *