Make-up: રાત્રે મેકઅપ હટાવ્યા વિના સુઈ જવું સાબિત થઈ શકે છે ખતરનાક, સ્કિનને નુક્શાનથી બચાવવા ફોલો કરો આ સ્ટેપ્સ 

Make-up: રાત્રે મેકઅપ હટાવ્યા વિના સુઈ જવું સાબિત થઈ શકે છે ખતરનાક, સ્કિનને નુક્શાનથી બચાવવા ફોલો કરો આ સ્ટેપ્સ 

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

Aspect Results Of Sleeping With Make-up: જો તમે રાત્રે તમારા મેકઅપને સંપૂર્ણપણે દૂર કરવામાં આળસ કરશો, તો તેની સ્કિનને હાનિકારક અસરો થઇ શકે છે. તો ચાલો જાણીએ મેકઅપ કાઢવાની કેટલીક ટિપ્સ

સુતા પહેલા ચહેરાને સારી રીતે સાફ કરવું જરૂરી!
સુતા પહેલા ચહેરાને સારી રીતે સાફ કરવું જરૂરી!

મેકઅપ પ્રત્યેક યુવતીના જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ચૂક્યો છે. કદાચ જ કોઈ એવી છોકરી હશે જેને મેકઅપ કરવો પસંદ નહીં હોય. મેકઅપ ન માત્ર સુંદરતા વધારે છે, પરંતુ આખી પર્સનાલિટી અને કોન્ફિડન્સને પણ બદલી નાખે છે. પરંતુ ક્યારેક આખો દિવસ થાક્યા બાદ છોકરીઓ આળસમાં રાત્રે ચહેરો સાફ કર્યા વિના જ સૂઈ જાય છે. પરંતુ આ નાનકડી ભૂલ તમારી સ્કિનને લાંબા સમયે પરેશાન કરી શકે છે. ત્યારે અહીં જાણીશું કે રાત્રે મેકઅપ ક્લીન ન કરવામાં આવે તો ચહેરાને શું નુકસાન થઈ શકે છે.

વધી શકે છે ફ્રી રેડિકલ્સ 

રાત્રે ક્યારેક મેકઅપ લગાવીને સૂવાથી ફ્રી રેડિકલ્સની સંખ્યા વધી શકે છે. આ સ્કિનમાં બળતરા, લાલાશ અને ચમકની કમીનું કારણ બને છે. સાથે જ ફ્રી રેડિકલ્સ કોલેજનને પણ નુકસાન પહોંચાડે છે, જેના કારણે સમય પહેલાં કરચલીઓ અને ફાઇન લાઇન્સ જોવા મળે છે. ધીમે-ધીમે સ્કિન નિર્જીવ અને ઉંમરલાયક દેખાવા લાગે છે.

પોર્સ થઈ જાય છે બંધ 

જો મેકઅપ આખી રાત ચહેરા પર લાગેલો રહે, તો આ સ્કિન પોર્સ બંધ કરી દે છે. જેના કારણે પિમ્પલ્સ, બ્લેકહેડ્સ અને એક્નેની સમસ્યા વધી જાય છે. ઘણી કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં કેમિકલ હોય છે, જે આખી રાત સ્કિન પર રહેવાના કારણે બળતરા અને બ્રેકઆઉટ્સનું કારણ બને છે. સાફ ન હોય તેવી સ્કિન શ્વાસ નથી લઈ શકતી અને તેના કારણે સ્કિનની હેલ્થ બગડે છે.

આંખોને થાય છે નુકસાન 

આઇશેડો, આઇલાઇનર અને મસ્કારા લગાવીને સૂવાથી આંખની આસપાસની કોમળ સ્કિન માટે ખતરનાક થઈ શકે છે. જેનાથી આંખોમાં ખંજવાળ, લાલાશ અને પાંપણમાં સોજા આવી શકે છે. સાથે જ પાંપણના પોર્સ બંધ થવાથી આંખમાં સ્ટાઈ થવાનું જોખમ પણ વધી જાય છે.

આ 4 રીતે ફેસને કરો સાફ 

1. યોગ્ય મેકઅપ રિમૂવર પસંદ કરો: કેટલાક મેકઅપ રિમુવર્સમાં વધુ સ્મેલ અને કેમિકલ્સ હોય છે, જે સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે. જેથી હંમેશા સ્મેલ વિનાના અને માઈલ્ડ મેકઅપ રિમૂવર પસંદ કરો.

2. ડબલ ક્લીંઝિંગ: માત્ર ફેસવોશથી મેકઅપ સંપૂર્ણપણે સાફ નથી થતો. પહેલાં ઓઇલ બેસ્ડ ક્લીંઝર કે માઈસેલર વોટરથી મેકઅપ હટાવો, બાદમાં માઈલ્ડ ફેસવોશથી ફેસ ધુઓ. જેનાથી સ્કિન સારી રીતે સાફ થાય છે.

3. ફેસ રગડશો નહીં: મેકઅપ હટાવતી વખતે સ્કિનને જોરથી રગડશો નહીં. ચહેરાને હળવા હાથે સાફ કરો અને ટુવાલથી થપથપાવીને સૂકવો, જેથી થોડો ભેજ રહે.

4. મોઇશ્ચરાઇઝર જરૂરથી લગાવો: સૂતાં પહેલાં ચહેરાને સાફ કર્યા બાદ હળવું મોઇશ્ચરાઇઝર લગાવો. જેનાથી સ્કિન હાઈડ્રેટ રહે છે અને આખી રાત રીપેર પ્રોસેસ ઝડપી બને છે.

રાત્રે મેકઅપ હટાવવો એક નાની આદત છે, પરંતુ આ આદત તમારી સ્કિનને લાંબા સમય સુધી સ્વસ્થ, ચમકદાર અને જવાન બનાવી રાખી શકે છે. જેથી ભલે ગમે તેટલો થાક લાગે, સૂતાં પહેલાં ફેસવોશ કરવાનું ભૂલશો નહીં.

Disclaimer

(અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *