નાણામંત્રી નિર્મલા સીતારમણનું ભાષણ ક્યાં અને કેવી રીતે જોઈ શકશો, કેટલા વાગ્યે શરુ થશે બજેટ?

નાણામંત્રી નિર્મલા સીતારમણનું ભાષણ ક્યાં અને કેવી રીતે જોઈ શકશો, કેટલા વાગ્યે શરુ થશે બજેટ?

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

વર્ષ 2019માં એનડીએની સતત બીજી જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્મલા સીતારમણને નાણામંત્રાલયની જવાબદારી સોંપી હતી, ત્યાર બાદથી અત્યાર સુધી તેઓ દેશના નાણામંત્રીનું પદ સંભાળી રહ્યા છે.

budget 2026
funds 2026

નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતી કાલે 1 ફેબ્રુઆરીના રોજ દેશનું બજેટ રજૂ કરશે. આ નિર્મલા સીતારમણનું સતત 9મી વખત બજેટ હશે. વર્ષ 2019માં એનડીએની સતત બીજી જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્મલા સીતારમણને નાણામંત્રાલયની જવાબદારી સોંપી હતી, ત્યાર બાદથી અત્યાર સુધી તેઓ દેશના નાણામંત્રીનું પદ સંભાળી રહ્યા છે. દેશની સામાન્ય જનતાથી લઈને દેશના મોટા મોટા ઉદ્યોગપતિને પણ આ બજેટથી ઘણી આશા છે.

નાણામંત્રીનું બજેટ ભાષણ ક્યારે શરુ થશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ રવિવાર, 1 ફેબ્રુઆરીના રોજ સવારે 11.00 કલાકે શરુ થશે.

કઈ ચેનલ પર જોઈ શકશો બજેટ ભાષણનું લાઈવ પ્રસારણ

જો તમે ઘરે રહેશો અને ટીવી પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ જોવા માગો છો તો તમે સંસદ ટીવી અને દૂરદર્શનની નેશનલ ચેનલ પર તેનું લાઈવ કવરેજ જોઈ શકશો.

મોબાઈલ પર કેવી રીતે અને ક્યાં જોઈ શકશો બજેટનું સીધું પ્રસારણ

જો આપ મોબાઈલ ફોન પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણનું લાઈવ સ્ટ્રીમિંગ જોવા માગો છો તો તેના માટે તમારી પાસે ઘણા વિકલ્પ છે. આપ આપના મોબાઈલ ફોન પર સંસદ ટીવીની યૂટ્યૂબ ચેનલ, એક્સ પેજ, ફેસબુક પેજ ઉપરાંત, PIB INDIAની યૂટ્યૂબ ચેનલ, indiabudget.gov.in સહિત કેટલાય સરકારી અકાઉન્ટના સોશિયલ મીડિયા પેજ પર પણ જોઈ શકશો.

કેટલું લાંબુ ચાલશે ભાષણ

નાણામંત્રી નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ 60થી 90 મિનિટ સુધીનું હોઈ શકે છે. જે સવારે 11.00 વાગ્યાથી શરુ થઈને બપોરના 12.00થી 12.30 કલાક સુધી ચાલશે.

નિર્મલા સીતારમણના નામ પર નોંધાશે આ રેકોર્ડ

આપને જણાવી દઈએ કે, નિર્મલા સીતારમણ આ વર્ષે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં સતત 9મી વાર બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવશે. તેનાથી પહેલા દેશના કોઈ પણ નાણામંત્રીએ સતત 9 બજેટ રજૂ કર્યા નથી. પ્રધાનમંત્રી મોદીએ 2019માં બીજી વાર સત્તા પર આવ્યા બાદ નિર્મલા સીતારમણને ભારતના પ્રથમ પૂર્ણકાલિન મહિલા નાણામંત્રી બનાવ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *