Job Cuts: AI થી આ 15 નોકરીઓ પર સંકટ, આ ક્ષેત્રોમાં રોજગારી વધશે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમની રિપોર્ટમાં ખુલાસો

Job Cuts: AI થી આ 15 નોકરીઓ પર સંકટ, આ ક્ષેત્રોમાં રોજગારી વધશે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમની રિપોર્ટમાં ખુલાસો

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Way forward for Jobs Report 2026 : એઆઈ (AI) એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના ઘણા ફાયદા અને નુકસાન છે. એઆઈ થી ઘણા કામ ઓછા સમયમાં સરળતાથી થઇ જાય છે, જેથી માનવ રોજગારી પર સંકટ ઉભું થવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી રહી છે. એક બાજુ ટેક્નોલોજીથી ઘણી નોકરીઓનું સર્જન થઇ રહ્યું છે તો બીજી બાજુ ઘણી પરંપરાગત નોકરીઓ ધીમે ધીમે સમાપ્ત થઇ રહી છે. 

આવી સ્થિતિમાં AI થી આગામી સમયમાં કઇ કઇ નોકરી પર સંકટ ઉભું થઇ શકે છે, તેની સાથે જ ભવિષ્યમાં ક્યા ક્યા ક્ષેત્રોમાં રોજગારીની તક ઉભી થશે તે જાણવું જરૂરી છે. તેને ધ્યાનમાં રાખી વર્લ્ડ ઇકોનોમિક ફોરમે પોતાની લેટેસ્ટ Way forward for Jobs Report જારી કરી છે. આ રિપોર્ટમાં વર્ષ 2030 સુધી જોબ માર્કેટમાં આવનાર મોટા પરિવર્તનનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

ક્યા ક્ષેત્રોમાં રોજગારીની તકો વધશે?

વર્લ્ડ ઇકોનોમિક ફોરમની આ રિપોર્ટમાં જણાવાયું છે કે, ટેકનોલોજીનો વિકાસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના પગલે ઘણા પ્રકારની નોકરીની માંગ ઝડપથી ઘટી શકે છે. આ રિપોર્ટમાં એવા ક્ષેત્રોનો ઉલ્લેથ, જેમાં આગામી સમયમાં રોજગારી ઘટી શકે છે.

આ રિપોર્ટ મુજબ, આગામી સમયમાં કૃષિ ક્ષેત્ર, ડ્રાઇવર, એપ્લિકેશન ડેવલપર્સ, પ્રોજેક્ટ મેનેજર, હાયર એજ્યુકેસન ટીચર અને નર્સિંગ પ્રોફેશનલ જેવી નોકરીઓની માંગ વધી શકે છે. આ ક્ષેત્રોમાં કુશળ કર્મચારીઓની માંગ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ખાસ કરીને ટેકનોલોજી અને હેલ્થકેર સંબંધિત ક્ષેત્રોમાં રોજગારીના અવસર ઉભા થઇ શકે છે. 

આ નોકરીઓ પર સંકટ

તો બીજી બાજુ આ રિપોર્ટમાં એઆઈ થી કઇ કઇ રોજગારી પર સંકટ આવી શકે છે તેનો પણ ઉલ્લેખ છે. કેશિયર, ટિકટ ક્લેક્ટર, સિક્યોરિટી ગાર્ડ, એકાઉન્ટન્ટ, પ્રિન્ટિંગ વર્કર્સ, ડેટા એન્ટ્રી ક્લાર્ક અે ઘણી હદ સુધી ગ્રાફિક ડિઝાઇનર્સ જેવી નોકરીઓ પર સંકટ આવી શકે છે. ઓટોમેશન અને એઆઈ ટૂલ્સના કારણે આ કામગીરીના મશીન અને સોફ્ટવેર વધુ ઝડપી અને ઓછા ખર્ચમાં કામગીરી કરવા લાગશે.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમના Way forward for Jobs Report 2025 રિપોર્ટમાં 1000થી વધુ વૈશ્વિક કર્મચારીઓના મતંવ્ય આવરી લેવામાં આવી છે. આ રિપોર્ટ કંપનીઓની આગામી વર્ષની યોજનાઓ, ટેક્નોલોજીમાં રોકાણ અને સ્કિલ્સની જરૂરિયાતોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય લોકો અને સરકારને સમયસર ભવિષ્યની જરૂરિયાતો માટે તૈયાર કરવાનો છે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *