IPL 2026, DC vs PBKS : આઈપીએલ 2026, પંજાબ કિંગ્સનો રેકોર્ડ બ્રેક રનચેઝ વિજય, મેચમાં 529 રન બન્યા

IPL 2026, DC vs PBKS : આઈપીએલ 2026, પંજાબ કિંગ્સનો રેકોર્ડ બ્રેક રનચેઝ વિજય, મેચમાં 529 રન બન્યા

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IPL 2026 Delhi Capitals vs Punjab Kings Scorecard, DC vs PBKS Rating: પ્રભસિમરન સિંહ (76) અને શ્રેયસ ઐયરની (અણનમ 71) આક્રમક અડધી સદીની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2026માં દિલ્હી કેપિટલ્સે સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. દિલ્હીએ 20 ઓવરમાં 2 વિકેટે 264 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 18.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ આઈપીએલમાં સૌથી મોટો રેકોર્ડ બ્રેક રનચેઝ વિજય છે. આ પહેલા પંજાબ કિંગ્સે 2024માં 262 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

બન્ને ટીમો આ પ્રમાણે છે

દિલ્હી કેપિટલ્સ  : કેએલ રાહુલ, પથુમ નિસાંકા, સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, નીતિશ રાણા, લુંગી એનગિડી, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુકેશ કુમાર.

પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, કૂપર કોનોલી, શ્રેયસ ઐય્યર (કેપ્ટન), શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વૈશાક.

  • Apr 25, 2026 19:47 IST

    DC vs PBKS LIVE : પંજાબ કિંગ્સનો રેકોર્ડ બ્રેક રનચેઝ વિજય

    પ્રભસિમરન સિંહ (76) અને શ્રેયસ ઐયરની (અણનમ 71)આક્રમક અડધી સદીની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2026માં દિલ્હી કેપિટલ્સે સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. દિલ્હીએ 20 ઓવરમાં 2 વિકેટે 264 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 18.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ આઈપીએલમાં સૌથી મોટો રેકોર્ડ બ્રેક રનચેઝ વિજય છે.

  • Apr 25, 2026 19:47 IST

    DC vs PBKS LIVE : શ્રેયસ ઐયરના અણનમ 71 રન

    શ્રેયસ ઐયરના 36 બોલમાં 3 ફોર અને 7 સિક્સર સાથે અણનમ 71 રન.શશાંક સિંહના અણનમ 19 રન.

  • Apr 25, 2026 19:36 IST

    DC vs PBKS LIVE : શ્રેયસ ઐયરની અડધી સદી

    શ્રેયસ ઐયરે 26 બોલમાં 2 ફોર અને સિક્સર સાથે અડધી સદી ફટકારી. નેહલ વાઢેરા 15 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 25 રને વિપરાજ નિગમની ઓવરમાં કેચ આઉટ થયો.

  • Apr 25, 2026 19:29 IST

    DC vs PBKS LIVE : પંજાબના 200 રન

    પંજાબ કિંગ્સે 14.2 ઓવરમાં 200 રન પુરા કર્યા. શ્રેયસ ઐયર અને શશાંક સિંહ રમતમાં છે.

  • Apr 25, 2026 18:55 IST

    DC vs PBKS LIVE : કૂપર કોનોલી આઉટ

    કૂપર કોનોલી 10 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 17 રને કુલદીપ યાદવની ઓવરમાં બોલ્ડ થયો. પંજાબે 145 રને ત્રીજી વિકેટ ગુમાવી.

  • Apr 25, 2026 18:43 IST

    DC vs PBKS LIVE : પ્રભસિમરન સિંહ 76 રને આઉટ

    પ્રિયાંશ આર્યા 17 બોલમાં 2 ફોર અને 5 સિક્સર સાથે 43 રને અક્ષર પટેલની ઓવરમાં કેચ આઉટ થયો. જ્યારે પ્રભસિમરન સિંહ 26 બોલમાં 9 ફોર અન 5 સિક્સરની મદદથી 76 રને કુલદીપ યાદવની ઓવરમાં એલબી આઉટ થયો. પંજાબે 132 રને બીજી વિકેટ ગુમાવી.

  • Apr 25, 2026 18:35 IST

    DC vs PBKS LIVE : પ્રભસિમરન સિંહે એક ઓવરમાં 6 ફોર ફટકારી

    પ્રભસિમરન સિંહે મુકેશ કુમારની છઠ્ઠી ઓવરમાં 6 બોલમાં 6 ફોર ફટકારી. આ ઓવરમાં 24 રન ફટકાર્યા.

  • Apr 25, 2026 18:27 IST

    DC vs PBKS LIVE : પ્રભસિમરન સિંહની અડધી સદી

    પ્રભસિમરન સિંહે 18 બોલમાં 3 ફોર અને 5 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી. દિલ્હીએ 5.2 ઓવરમાં 100 રન ફટકાર્યા.

  • Apr 25, 2026 18:09 IST

    DC vs PBKS LIVE : લુંગી એનગિડી ઇજાગ્રસ્ત

    લુંગી એનગિડી પ્રિયાંશ આર્યાનો કેચ લેવાના પ્રયત્નમાં ગંભીર રુપે ઈજાગ્રસ્ત થયો છે. તેને ગરદનમાં ગંભીર ઇજા પહોંચી છે. તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. 

  • Apr 25, 2026 17:40 IST

    DC vs PBKS LIVE : પંજાબ કિંગ્સને 265 રનનો પડકાર

    આઈપીએલ 2026 ની 35મી મેચમાં દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 2 વિકેટે 264 રન બનાવી લીધા છે. પંજાબ કિંગ્સને જીતવા માટે 265 રનનો પડકાર મળ્યો છે.  કેએલ રાહુલે 67 બોલમાં 16 ફોર અને 9 સિક્સર સાથે અણનમ 152 રન બનાવ્યા.

  • Apr 25, 2026 17:23 IST

    DC vs PBKS LIVE : કેએલ રાહુલના 150 રન

    કેએલ રાહુલે આક્રમક બેટિંગ કરતા 66 બોલમાં 16 ફોર અને 9 સિક્સર સાથે 150 રન પુરા કર્યા. આઈપીએલમાં 150 રન કરનાર પ્રથમ ભારતીય બન્યો છે.

  • Apr 25, 2026 17:18 IST

    DC vs PBKS LIVE : નીતિશ રાણા 91 રને આઉટ

    નીતિશ રાણા 44 બોલમાં 11 ફોર અને 4 સિક્સર સાથે 91 રને બાર્ટલેટની ઓવરમાં કેચ આઉટ થયો. દિલ્હીએ 248 રને બીજી વિકેટ ગુમાવી. દિલ્હીએ 18.4 ઓવરમાં 250 રન પુરા કર્યા હતા. 

  • Apr 25, 2026 16:57 IST

    DC vs PBKS LIVE : દિલ્હીના 16 ઓવરમાં 1 વિકેટે 213 રન

    દિલ્હી કેપિટલ્સે 16 ઓવરમાં 1 વિકેટે 213 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ 126 અને નીતિશ રાણા 72 રને રમતમાં છે. દિલ્હીએ 15.3 ઓવરમાં 200 રન પુરા કર્યા હતા.

  • Apr 25, 2026 16:48 IST

    DC vs PBKS LIVE : કેએલ રાહુલની સદી

    કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરતા  47 બોલમાં 12 ફોર અને 5 સિક્સર સાથે સદી ફટકારી.

  • Apr 25, 2026 16:30 IST

    DC vs PBKS LIVE : રાહુલ અને નીતિશ રાણાની અડધી સદી

    કેએલ રાહુલે 26 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી. નીતિશ રાણાએ 29 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી. 

  • Apr 25, 2026 15:54 IST

    DC vs PBKS LIVE : પથુમ નિસાંકા આઉટ

    પથુમ નિસાંકા 7 બોલમાં 2 ફોર સાથે 11 રને અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો. દિલ્હીએ 28 રને પ્રથમ વિકેટ ગુમાવી.

  • Apr 25, 2026 15:22 IST

    DC vs PBKS LIVE : દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન

     કેએલ રાહુલ, પથુમ નિસાંકા, સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, નીતિશ રાણા, લુંગી એનગિડી, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુકેશ કુમાર.

  • Apr 25, 2026 15:11 IST

    DC vs PBKS LIVE : પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવન

    પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, કૂપર કોનોલી, શ્રેયસ ઐય્યર (કેપ્ટન), શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વૈશાક.

  • Apr 25, 2026 15:04 IST

    DC vs PBKS LIVE : દિલ્હીએ ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2026 ની 35મી મેચમાં પંજાબ કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

  • Apr 25, 2026 14:56 IST

    DC vs PBKS LIVE : પંજાબ કિંગ્સ આ સિઝનમાં હજુ એકપણ મેચ હાર્યું નથી

    આ સિઝન દિલ્હી કેપિટલ્સ માટે ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. 6 મેચમાંથી ત્રણ મેચ જીતીને તેઓ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે. પંજાબ કિંગ્સ હાલમાં અજેય છે અને ટોચ પર છે, તેણે 6 મેચમાંથી પાંચ મેચમાં જીત મેળવી છે. તેમની એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. બંને ટીમો 34 મેચો રમાઇ છે, જેમાં બંનેએ 17-17 મેચ જીતી છે. પંજાબ જે રીતે રમી રહ્યું છે, તે જોતાં લાગે છે કે દિલ્હી માટે મુશ્કેલ પડકાર રહેશે.

  • Apr 25, 2026 14:45 IST

    DC vs PBKS LIVE : આજે દિલ્હી વિ પંજાબ મેચ

    નમસ્કાર, ક્રિકેટના લાઈવ બ્લોગમાં આપનું સ્વાગત છે. આઈપીએલ 2026ની 35મી લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ દિલ્હીના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. અમે તમને મેચ સાથે જોડાયેલી તમામ માહિતી બ્લોગ દ્વારા આપીશું. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *