
ગુજરાતી સિંગર કાજલ મહેરિયા ફરી એકવાર ચર્ચામાં સપડાી છે. કાજલ મહેરિયાના નામે કોઈક અજાણી વ્યક્તિએ છૂટાછેડાની અરજી કરી દીધી છે. મહેસાણાની ફેમિલી કોર્ટમાં જ્યારે આ અરજી પર સુનાવણી થઈ અને કાજલ મહેરિયા તેમજ તેના પતિ અલ્પેશ ઠાકોરને નોટિસ મળી છે.
આ મામલો થોડા દિવસ અગાઉનો છે, કાજલ મેહરિયા અને તેના પતિ દ્વારા આ મામલે મહેસાણા પ્રિન્સિપાલ ફેમિલિ કોર્ટમાં દાદ માંગવામાં આવી છે. અને તેઓ દ્વારા આવી કોઈ અરજી કરવામાં આવી નથી, તેવું જણાવવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, થોડા મહિનાઓ પહેલાં જ કાજલે આંતરજ્ઞાતિ લગ્ન કર્યા હોવાથી બન્નેના પરિવારજનોએ પણ વાંધો ઉઠાવ્યો હતો અને સામાજિક આગેવાનોએ વિરોધ નોંધાવતા પોલીસ સ્ટેશન જવાનો વારો આવ્યો હતો.
