અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ બરાબરનો જામ્યો છે. એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ ભારે વરસાદ રેડ એલર્ટ હેઠળ વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.
અમદાવાદ શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાયા
ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આશ્રમ રોડ, ઉસ્માનપુરા, એસજી હાઈવે, બોડકદેવ, વેજલપુર, પ્રહલાદનગર અને જોધપુરમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. નરોડાના ઉમા સ્કૂલ રોડ અને કુબેરનગર ITI અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે.
#WATCH अहमदाबाद(गुजरात): अहमदाबाद शहर के कई हिस्सों में तेज़ हवाओं के साथ बारिश हुई। pic.twitter.com/bjztmlxYLo
— ANI_HindiNews (@AHindinews) September 13, 2026
રાજ્યમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, ૧૩ સપ્ટેમ્બરથી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ભયાનક આગાહી કરવામાં આવી છે:
- રેડ એલર્ટ: ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
- ઓરેન્જ એલર્ટ: અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ અને સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી તથા વરસાદની ઘટ ધરાવતા દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ૧૪ સપ્ટેમ્બરે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
ઉલ્લેકનિય છે કે, સાંજે 7 વાગ્યા સુધી મહીસાગર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ભાવનગર અને કચ્છ સહિત ૧૫ જિલ્લાના તંત્રને એલર્ટ રહેવા આદેશ અપાયા છે.
