bhavnagar municipal company recruitment 2026: ભાવનગરમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે જોરદાર તક આવી ગઈ છે. ભાવનગર મહાનગરપાલિકામાં વિવિધ પોસ્ટની 119 જગ્યાઓ ઉપર ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થા દ્વારા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે.
ઓજસ નવી ભરતી 2026 અંતર્ગત ભાવનગર મહાનરપાલિકામાં વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
ઓજસ નવી ભરતી 2026ની મહત્વની માહિતી
| સંસ્થા | ભાવનગર મહાનગરપાલિકા (BMC) |
| પોસ્ટ | સીટી એન્જીનીયરથી લઈને જુનિયર ઓપરેટર સુધી વિવિધ |
| જગ્યા | 119 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| વય મર્યાદા | વિવિધ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 31 મે 2026 |
| ક્યાં અરજી કરવી? | https://ojas.gujarat.gov.in/ |
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી અંતર્ગત પોસ્ટની માહિતી
| પોસ્ટ | જગ્યા |
| સીટી એન્જીનીયર | 1 |
| પીડીયાટ્રીશિયન | 3 |
| ગાયનેકોલોજીસ્ટ | 1 |
| આસીસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલિસ્ટ | 1 |
| સબ ફાયર ઓફિસર | 1 |
| સીનીયર ફાયરમેન | 2 |
| ફાયરમેન | 55 |
| ફાયરમેન કમ ડ્રાઇવર | 34 |
| ફાયર ટેક્નીશિયન | 5 |
| લીગલ આસીસ્ટન્ટ | 1 |
| સિનિયર ક્લાર્ક કમ સિનિયર સિક્યુરિટી આસિસ્ટન્ટ | 1 |
| જુનીયર ક્લાર્ક કમ જુનીયર સિક્યુરિટી આસીસ્ટન્ટ | 7 |
| જુનીયર ઓપરેટર | 7 |
| કુલ | 119 |
BMC Bharti 2026 શૈક્ષણિક લાયકાત
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2026 અંતર્ગત વિવિધ પોસ્ટ માટે અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સંસ્થા દ્વારા વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. માટે ઉમેદાવરોએ જે તે પોસ્ટ અંગેની શૈક્ષણિક લાયકાત માટે https://ojas.gujarat.gov.in/ પર આપેલા પોસ્ટના વિગતવાર નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.
પગાર ધોરણ અને વય મર્યાદા
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી માટે વય મર્યાદા અને પગાર ધોરણની વાત કરીએ તો સંસ્થાએ નક્કી કરેલા ધારાધોરણ પ્રમાણે વય મર્યાદા અને પગાર ધોરણ રહેશે.
કરિયર સંબંંધી આ સમાચાર પણ વાંચો
અરજી કેવી રીતે કરવી?
- ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2026 અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
- અહીં BMC ભરતી ઉપર ક્લિક કરવાથી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ભરતીઓ આવશે
- જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
- ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
