Ramayana AR Rehman Music : રણબીર કપૂરની રામાયણ ફિલ્મના તમામ કલાકારો પ્રશંસા થઈ રહી છે. જેમા મ્યુઝિક કમ્પોઝર એ. આર. રહેમાન પણ છે, જેમણે નિતેશ તિવારીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ માટે જર્મન સંગીતકાર હાન્સ ઝિમર સાથે મળીને મ્યુઝિક તૈયાર કર્યું છે. એ.આર. રહેમાને ખુલાસો કર્યો કે, આ એક ફિલ્મ માટે તેમણે 12 ફિલ્મોની ઓફર છોડી. એટલું જ નહીં, તેમણે ઘટસ્ફોટ કર્યો કે, ફિલ્મમાં ‘રાવણ તાંડવ’ના 13 વર્ઝન તૈયાર કર્યા હતા.
ગોવામાં આયોજીત 56માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI)માં, એ.આર. રહેમાને ફિલ્મ રામાયણ વિશે મન ખુલીને વાત કરી હતી. આ દરમિયાન, તેમણે મહાકાવ્ય કથા પાછળની સર્જનાત્મકતા વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે અન્ય પ્રોજેક્ટ્સને નકારવાથી તેઓ સંપૂર્ણપણે ‘રામાયણ’ પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યા છે.
આ વિશે વાત કરતાં એ.આર રહેમાને કહ્યું, “આ સમગ્ર અનુભવ અદ્ભુત રીતે સુંદર રહ્યો છે. ‘રામાયણ’ના કારણે, મેં લગભગ 10-12 ફિલ્મોની ઓફરો નકારી દીધી જેથી હું આ ફિલ્મના સંગીતમાં સંપૂર્ણ રીતે ડૂબી શકું. મેં ઘણા મોટા અને પ્રસિદ્ધ ફિલ્મમેકર્સની ફિલ્મો પણ નકારી દીધી છે, અને મને તેના પર ગર્વ છે. રહેમાનએ જણાવ્યું કે તે એવા પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું પસંદ કરે છે જે તેમને ખરેખર રસપ્રદ લાગે અને તે કંઈક નવું શીખે છે.
રાવણ તાંડવના 13 વર્ઝન તૈયાર કર્યા
એઆર રહમાનએ ફિલ્મના સંગીત તૈયાર કરવા માટે કરેલી મહેનત વિશે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી ‘રામાયણ’ ફિલ્મના સંગીત અને વિવિધ વિષયો પર કામ કરી રહ્યા છે. આ સમય દરમિયાન, ઘણા ગીતો વારંવાર બદલાયા છે. ખાસ કરીને રાવણ તાંડવમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.
રામાયણ ફિલ્મના સંગીતકારે કહ્યું કે, રાવણ તાંડવના 12 – 13 વર્ઝન તૈયાર કરવામાં આવ્યા હતા. ઘણો વિચાર અને પ્રયત્ન પછી, ટીમે એવા વર્ઝન પર પહોંચી જે દરેકને ગમ્યું. બધાની સંમતિ પછી, અંતિમ વર્ઝન તૈયાર કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે એ.આર. રહેમાન અને હાન્સ ઝિમર પ્રથમ વખત ‘રામાયણ’માં સાથે કામ કરી રહ્યા છે. બન્નેની મ્યુઝિક સ્ટાઇલ અલગ છે, જેના કારણે દર્શકોમાં ફિલ્મના સાઉન્ડટ્રેક વિશે ઘણો ઉત્સાહ જોવા મળ્યો છે.
રામાયણ બોક્સ ઓફિસ કલેક્શન
રામાયણ ફિલ્મે ભારતમાં ₹ 1,126.50 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે વર્લ્ડ વાઇડ બોક્સ ઓફસ કલેક્શન ₹ 1,651 કરોડને ક્રોસ કરી ગયું છે. વાંચો સંપૂર્ણ અહેવાલ
