Baba Ramdev Health Plan for Gen Z Well being Suggestions : યોગ આસા શરીર સ્વસ્થ, તંદુરસ્ત અને નીરોગી રાખવામાં મદદરૂપ થાય છે. આજે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો યોગને અપનાવી રહ્યા છે. યોગ એ શરીર, મન અને આત્માને જોડવા અને સંતુલિત કરવાની પ્રાચીન ભારતીય શિસ્ત અને જીવનશૈલી છે. યોગથી વ્યક્તિ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકે છે.
યોગ ગુરુ બાબા રામદેવ પણ એવા અગ્રણી લોકોમાં સામેલ છે જેમણે ભારતમાં યોગને લોકપ્રિય કર્યો છે. તે અવારનવાર ફિટનેસ રૂટિનને લઈને ચર્ચામાં રહે છે. આ સમયે તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે યુવા અને Gen Z માટે કેટલીક સરળ અને અસરકારક કસરતો જણાવી છે.
હાલમાં જ બાબા રામદેવના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ સાયકલ ચલાવીને વર્કઆઉટ કરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે મોટી સંખ્યામાં લોકો વિદેશમાં સાયકલ ચલાવે છે, પરંતુ ભારતમાં આવું ભાગ્યે જ જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે, દેશમાં સ્વાસ્થ્ય અને પોષણ વિશે જાગૃતિ ઘટી છે. લોકો પહેલા કરતા વધુ આળસુ બની ગયા છે અને કસરતનું મહત્વ ભૂલી રહ્યા છે.
“હું જોઉં છું કે ભારતમાં આ જાગૃતિ ઓછી થઈ ગઈ છે. લોકો એટલા આળસુ થઈ ગયા છે કે તેઓ ભૂલી ગયા છે કે તેમને શારીરિક વર્કઆઉટ્સ કરવાની છે. બાબા રામદેવે લોકોને વધુ શારીરિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાની અપીલ કરી હતી. તેમણે યુવાઓ અને Gen Zને પાંચ કસરતો વિશે માહિતી આપી હતી, જેમાં સાયકલ ચલાવવી, દોડવું, સૂર્ય નમસ્કાર, દંડ બેઠક અને સ્વિમિંગ જેવી કસરતોનો સમાવેશ થાય છે.
આ સાથે જો કોઈ વ્યક્તિ નિયમિત વર્કઆઉટ કરવા માંગતો નથી, તો બાબા રામદેવે તેને બેડમિંટન જેવી આઉટડોર રમતો રમવાની સલાહ આપી હતી. સાથે જ તેમણે વધુ વજનવાળા બાળકો માટે કુસ્તી જેવી રમતોને અસરકારક ગણાવી હતી.
બાબા રામદેવે યુવાનો માટે 5 હાઈ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ જણાવી
1. સૂર્ય નમસ્કાર
બાબા રામદેવે યુવાનોને સૂર્ય નમસ્કાર કરવાની સલાહ આપી છે. સૂર્ય નમસ્કાર 12 યોગ મુદ્રાઓની એક ક્રિયા છે. શ્વાસ અને શરીરના હલન ચલન વચ્ચે સંતુલન જાળવવું મહત્વપૂર્ણ છે. તે માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્યને પણ જાળવવામાં મદદ કરી શકે છે.
2. દંડ બેઠક
તેમા બે પગ સહેજ પહોળા રાખી સીધા ઊભા રહો. આ પછી ઘુંટણ આગળની તરફ વાળીને નીચે તરફ આવો અને પછી પાછા ઉભા થાવો. એક વખતમાં 10 થી 15 વખત આ કસરત કરો. આ કસરતનું 3 સેટઅપ લગાવવા. તેનાથી શારીરિક સહનશક્તિ વધારવામાં અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે, સાથે જ પગના સ્નાયુઓને મજબૂત બનાવે છે.
3. સ્કંદાસન
આ એક પ્રકારનું સાઇડ લંજ અથવા સાઇડ સ્ક્વોટ છે. તેમાં શરીરને એક બાજુ નમાવીને નીચે જવું અને ફરી પ્રારંભિક સ્થિતિમાં પાછા આવવાનો સમાવેશ થાય છે. આ કસરતથી હિપ્સ, જાંઘ અને હેમસ્ટ્રિંગ સ્નાયુઓ મજબૂત થાય છે, જેનાથી નસો જકડાઇ જવાની સમસ્યા ઘટે છે. તે જાંઘ અને હિપ્સના સ્નાયુઓને મજબૂત બનાવવામાં પણ મદદ કરી શકે છે.
4 સામાન્ય દંડ
આ કસરત પુશઅપ જેમ કરવામાં આવે છે. શરીરને નિયંત્રિત રીતે નીચે તરફ લઇ જવું અને ફરી પાછું ઉપર લઇ જવું પડે છે. આ કસરત સંપૂર્ણ શરીરને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. શરીરની સહનશક્તિ પણ વધી શકે છે.
5 હનુમાન દંડ
તેમા શરીર સતત એક ગતિશીલ રીતે આગળ અને પાછળ લઇ જવાનું હોય છે. તે ડાઉનવર્ડ ડોગ, લો ડાઇવ અને કોબ્રા પોઝ જેવા પોઝને જોડે છે. ફાયદાઓ વિશે વાત કરીએ તો, હનુમાન દંડ શરીરને મજબૂત, લવચીક અને સુડોળ બનાવવામાં મદદ કરી શકે છે.
ઈન્ડિયન એક્સપ્રેસની ટીમે જ્યારે પ્રોફેશનલ એથ્લીટ અને બોડીબિલ્ડિંગ કોચ અંબાજી બેડેકર સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે આ કસરતો ઊર્જા વધારવામાં, શરીરની મુદ્રામાં સુધારો કરવામાં અને કાર્ડિયોવેસ્ક્યુલર ફિટનેસ વધારવામાં મદદ કરી શકે છે. તેમના જણાવ્યા અનુસાર, યુવાનો માટે નિયમિત કસરતની આદત કેળવવા અને ફિટનેસનો મજબૂત પાયો બનાવવા માટે આ એક સારો માર્ગ હોઈ શકે છે.
ફિટનેસ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર બાબા રામદેવની વર્કઆઉટ રૂટિન તણાવને કાબૂમાં રાખવામાં અને સ્વસ્થ વજન જાળવવામાં પણ મદદ કરી શકે છે. આ કસરતો શરીરના મુખ્ય સ્નાયુઓ જેમ કે પગ, ગ્લુટ્સ, કોર, છાતી, ખભા, હાથ અને પીઠ પર કામ કરે છે. આ કસરતો હૃદયના ધબકારામાં વધારો કરે છે અને શરીરની સહનશક્તિમાં સુધારો કરી શકે છે. તે હૃદય અને ફેફસાંની કાર્યક્ષમતા પર પણ કામ કરે છે. શરીરને સ્થિત રાખવા અને સંતુલન જાળવવામાં મુખ્ય સ્નાયુઓ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
તેમણે ઉમેર્યું કે, વિવિધ કસરતો શરીરના વિવિધ સ્નાયુઓ પર અસર કરે છે, તેથી તેમને એક સાથે કરવાથી આખા શરીરની વધુ સારી કસરત થઈ શકે છે. જો કે, અંબાજી બેડેકર ખાસ કરીને યોગ્ય રીતે કસરત કરવા પર ભાર મૂકે છે. તેઓ કહે છે કે, માત્ર વધારે રેપ્સ કરવા જરૂરી નથી, પરંતુ યોગ્ય રીતે કસરત કરવી અને તકનીક વધુ મહત્વપૂર્ણ છે.
વર્કઆઉટ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
- શરૂઆતમાં તમારી ક્ષમતા મુજબ ધીમે ધીમે એક્સરસાઇઝ કરવી જોઈએ. સાથે સાથે ફિટનેસ વધવાની સાથે તેને ધીમે ધીમે રેપ્સ વધારવાની જરૂર છે.
- વર્કઆઉટ પહેલાં બોડી વોર્મઅપ કરો અને કસરત પૂર્ણ કર્યા પછી ધીમે ધીમે શરીરને સામાન્ય સ્થિતિમાં લાવો.
- પૂરતું પાણી પીવું અને શરીરને પૂરતો આરામ આપવો પણ મહત્વપૂર્ણ છે.
- સૌથી અગત્યની બાબત એ છે કે તમારા શરીરના સંકેતોને સમજવું. જો તીવ્ર અથવા અસામાન્ય પીડા હોય તો કસરત કરશો નહીં.
- વર્કઆઉટ પછી, સ્નાયુઓને આરામ આપવા માટે હળવી કસરતો અને સ્ટ્રેચિંગ કરો.
- બાબા રામદેવ વર્કઆઉટ પછી ભસ્ત્રિકા, કપાલભાતિ (ફક્ત યુવાનો માટે) અને અનુલોમ વિલોમ, બટરફ્લાય અને પ્રાણાયામ જેવા હળવા યોગ આસન કરવાની પણ સલાહ આપે છે.
આ પણ વાંચો | મન શાંત અને એકાગ્ર રાખશે આ 4 યોગાસન, મગજને ઓક્સિજન મળશે, યોગ ગુરુએ જણાવ્યા ફાયદા
Disclaimer : આ લેખ ઈન્ડિયન એક્સપ્રેસની ટીમ દ્વારા જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને નિષ્ણાતો સાથેની વાતચીતના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. કોઈ પણ નવી કસરત અથવા ફિટનેસ રૂટિન શરૂ કરતા પહેલા, તમારા ડૉક્ટર અથવા આરોગ્ય નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.
