LPG Gasoline Reserving Aadhaar Card Authentication : એલપીજી સિલિન્ડર બુકિંગ માટે નવા નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થવાના છે. જો તમે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડર બુક કરો છો, તો તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. જો છેલ્લી તારીખ સુધીમાં નિયમ પાલન નહીં કરો તો રાંધણગેસ સિલિન્ડર બુકિંગ કરવામાં મુશ્કેલી પડશે.
હકીકતમાં 1 ઓક્ટોબર, 2026થી ઘરેલું એલપીજી સિલિન્ડરોની ખરીદીના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે ગ્રાહકો માટે સબસિડીવાળા દરે ગેસ રિફિલ બુક કરવા માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન (બીએએ) કરવું ફરજિયાત રહેશે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે જે ગ્રાહકોએ પહેલાથી જ તેમનું વેરિફિકેશન ણ પૂર્ણ કરી લીધું છે તે આગળની કાર્યવાહી કરવાની જરૂર નથી. જો કે, 19 સપ્ટેમ્બર સુધીમાં અંદાજે 27.43 કરોડ સક્રિય LPG ગ્રાહકોએ આ કાર્ય પૂર્ણ કર્યું છે. આનો અર્થ એ થયો કે દેશના લગભગ 89.9 ટકા લોકોએ આ પ્રક્રિયા પૂર્ણ કરી છે.
આધાર વેરિફિકેશન કેવી રીતે પૂર્ણ કરવું?
જો તમે હજી સુધી તમારું બાયોમેટ્રિક આધાર વેરિફિકેશન પૂર્ણ કર્યું નથી, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સરકાર અને ઓઇલ કંપનીઓએ ગ્રાહકોની સુવિધા માટે આને પૂર્ણ કરવા માટે ત્રણ ખૂબ જ સરળ વિકલ્પો આપ્યા છે.
પહેલો રસ્તો : ગેસ સિલિન્ડરનો ડિલિવરી કર્મચારી જ્યારે તમારા ઘરે આવે છે, ત્યારે તમે તેના દ્વારા પણ આ કામ કરી શકો છો. ડિલિવરી બોય તરત જ તેમની કંપનીની મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમારું આધાર આધારિત વેરિફિકેશન પૂર્ણ કરશે.
બીજી રીત : જે લોકો સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરતા નથી તેઓ સીધા તેમના એલપીજી ડિસ્ટ્રિબ્યુટર (ગેસ એજન્સી) ઓફિસમાં જઇને આ પ્રક્રિયા કરાવી શકાય છે. ત્યાંનો સ્ટાફ તમારી ઓળખ સુનિશ્ચિત કરીને આ પ્રક્રિયાને સરળતાથી પૂર્ણ કરશે.
ત્રીજી રીત : તમે તમારા મોબાઇલ ફોનથી પણ આ કરી શકો છો. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો IndianOil One, ભારત ગેસના ગ્રાહકો Hiya BPCL અને એચપી ગેસ ગ્રાહકો HP Pay એપ્લિકેશન દ્વારા ઘરે બેઠા આધાર આધારિત વેરિફિકેશન કરી શકે છે. આ સિવાય પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) ના પોર્ટલ પર વીડિયો ટ્યુટોરિયલ્સ પણ ઉપલબ્ધ છે.
જો તમે ન કરો તો?
એક મોટો સવાલ એ પણ છે કે જો તેઓ ગ્રાહક વેરિફિકેશન નહીં કરે તો શું તેમનું ગેસ કનેક્શન બંધ થઈ જશે? જવાબ ના છે. જે લોકો આ પ્રક્રિયા પૂર્ણ કરવા માંગતા નથી અથવા કોઈ કારણસર કરી શકતા નથી, તેમને પણ ગેસ સિલિન્ડર મળતા રહેશે.
જો કે, આવા ગ્રાહકોને ગેસ પર સબસિડીનો લાભ મળશે નહીં. આવા લોકોએ બજાર ભાવે જ સિલિન્ડર ખરીદવું પડશે. આ માટે તેમણે ગેસ કંપનીના પોર્ટલ, એપ, વોટ્સએપ અથવા આઇવીઆરએસ દ્વારા પણ પોતાની પસંદગીની નોંધણી કરાવવી પડશે. આટલું જ નહીં, ઓથેન્ટિકેશન વગરના ગ્રાહકોને ગેસની ઉપલબ્ધતાના આધારે માત્ર 5 કિલો અથવા 10 કિલોના નાના સિલિન્ડર આપવામાં આવશે.
સરકારે આ નવો નિયમ કેમ લાગુ કર્યો?
મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નવા નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સબસિડીનો લાભ ફક્ત વાસ્તવિક અને જરૂરિયાતમંદ ગ્રાહકોને જ ઉપલબ્ધ થાય. આનાથી બોગસ અને બિનકાર્યક્ષમ ગેસ કનેક્શનને ઓળખવામાં મદદ મળશે.
ઉપરાંત, તેનો એક મુખ્ય ઉદ્દેશ્ય ઘરેલું ગેસ સિલિન્ડરના વ્યાપારી અથવા ઔદ્યોગિક ઉપયોગને રોકવાનો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે આ પગલાનો હેતુ કોઈ પણ વાસ્તવિક પરિવારને ગેસ સબસિડીથી વંચિત રાખવાનો નથી, જેના કારણે તેને ઘણા વિકલ્પો આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો | LPG સિલિન્ડરનો બગાડ કરતી 10 આદત, મોંઘો રાંધણગેસ બચાવવા આટલું ધ્યાનમાં રાખો
એલપીજી સબસિડીનું ગણિત અને આવશ્યક હેલ્પલાઇન
સરકાર હાલમાં ઘરેલું એલપીજી સિલિન્ડર તેની વાસ્તવિક કિંમત કરતા ઓછી કિંમતે વેચી રહી છે. આંકડા અનુસાર, સપ્ટેમ્બર 2026માં 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર પરોક્ષ સબસિડી લગભગ 210 રૂપિયા હતી, જ્યારે જૂન 2026માં તે 721 રૂપિયા પ્રતિ સિલિન્ડર પર પહોંચી ગઈ હતી. કંપનીઓને થયેલા આ નુકસાનની ભરપાઈ સરકાર પોતે કરે છે.
