GSRTCની મોબાઇલ એપ પર બુકિંગનો નવો રેકોર્ડ નોંધાયો, જાણો

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-GSRTC દ્વારા મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી ડિજિટલ સેવાઓ અને મોબાઇલ એપ્લિકેશનને રાજ્યના નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. GSRTC મોબાઇલ એપ દ્વારા એક જ દિવસમાં સૌથી વધુ 88,626 મુસાફરોએ એડવાન્સ બુકિંગ કરી નવો રેકોર્ડ સ્થપાયો છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં સ્વચ્છ, સુરક્ષિત અને સલામત મુસાફરી પૂરી પાડવાની રાજ્ય સરકારની કટિબદ્ધતાના પરિણામે લાખો મુસાફરો હવે સ્માર્ટફોન થકી સરળતાથી બુકિંગ કરી રહ્યા છે.

એક દિવસમાં 88,626  મુસાફરોએ એડવાન્સ ટિકિટ બુક કરાવી

બુધવારને 26 ઓગસ્ટ 2026ના રોજ GSRTC મોબાઇલ એપ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન કુલ 88,626  મુસાફરોએ પોતાની મુસાફરી માટે એડવાન્સ ટિકિટ બુક કરાવી છે. નિગમના ઇતિહાસમાં મોબાઇલ એપ્લિકેશન થકી એક જ દિવસમાં થયેલું આ અત્યાર સુધીનું સર્વોચ્ચ બુકિંગ છે.

આ ઐતિહાસિક આંકડા સાથે અગાઉ નોંધાયેલા રેકોર્ડ ની વાત કરીએ તો 4 નવેમ્બર 2024 એ 85,247 ટિકિટ બુકિંગ અને 25 ઓક્ટોબર 2025 એ 85205 ટિકિટ બુકિંગ નોંધાયા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે GSRTC દ્વારા મુસાફરોને બસ સ્ટેન્ડ પર લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળે તે હેતુથી ‘GSRTC Ticket Reserving’ અને બસના ચોક્કસ સમય-લોકેશનની માહિતી માટે ‘GSRTC Observe Stay’ જેવી આધુનિક મોબાઇલ એપ્સ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *