Kitchen Makeover Concepts On A Price range : તહેવારોની મોસમ ચાલી રહી છે. ઘરોમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ઘરની સફાઈ થાય છે, ઘણા લોકો દિવાલોને રંગે છે અને ઘરની નકામી અને જૂની વસ્તુઓને કચરાપેટીમાં ફેંકી દે છે. દિવાળી સફાઇ દરમિયાન રસોડામાં સૌથી વધારે સમય અને મહેનત લાગે છે. આ દરમિયાન આવા ઘણા જૂના ડબ્બા બહાર આવે છે, જે રસોડાનો દેખાવ કંટાળાજનક અને ખરાબ કરે છે.
અમુક ડબ્બાનો કલર નીકળી ગયેલો હોય છે, તો અમુક ડબ્બા પર સ્ક્રેચના નિશાન હોય છે. આ ઉપરાંત, ઘણા ડબ્બા તેલ, મસાલા અને ધૂળ માટીના કારણે ગંદા દેખાય છે. આ ડબ્બાઓ સાફ કર્યા પછી પણ કોઈ નિશાન કે સ્ક્રેચ દેખાય છે. જો તમે પણ આવી સમસ્યાનો સામનો કરો છો, તો રસોડાનું મેકઓવર કરવા માટે મોંઘા ડબ્બાઓનો સેટ ખરીદવાની જરૂર નથી.
હકકીતમાં, ઓછા બજેટમાં જ જૂના ડબ્બાઓને જ આકર્ષક અને સ્ટાઇલિશ લુક આપી શકાય છે. તેમને કેટલીક સરળ વસ્તુઓની મદદથી ઘરે જ સજાવી શકાય છે, જેનાથી ડબ્બા નવા અને ક્રિયેટિવ દેખાઈ શકે છે. તેને જોતા જ દરેકની નજર તમારા રસોડા પર સ્થિર થઈ શકે છે.
શણની દોરીથી સજાવટ કરો
જૂના સ્ટીલ અથવા પ્લાસ્ટિકના ડબ્બાને નવો અને આકર્ષક દેખાવ આપવા માટે શણની દોરથી સજાવટ કરવી એક ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે. જો તમારા ઘરમાં દોરી નથી તો તે બજારમાં અને ઓનલાઈન પ્લેટફોર્મ પર સરળતાથી ઉપલબ્ધ થઈ જશે. આ માટે સૌ પ્રથમ નવશેકા પાણીથી બોક્સને સારી રીતે સાફ કરી લો. તેને સારી રીતે સૂકવ્યા પછી, તેની પર શણની દોરીને ગોળ ગોળ વીંટાળી છેલ્લો ભાગ ચોંટી લો. જો તમે ડબ્બાને રંગબેરંગી લુક આપવા માંગતા હોવ, તો તેના પર કલર પેઇન્ટ કરી શકાય છે.
ડબ્બાને કાપડ અથવા કાગળથી સજાવટ કરો
જો તમે મસાલા અને દાળના ડબ્બા બોક્સને ડેકોરેટ કરવા માંગતા હો, તો તમે જૂના કાપડ અથવા કાગળનો ઉપયોગ કરી શકો છો. તમે રંગબેરંગી કાર્ટૂન અથવા ફ્લોરલ પેપર ચોંટાડી શકો છો. ડબ્બાની સજાવટ કરવાની પહેલા તેને અંદર અને બહાર બંને રીતે સારી રીતે સાફ કરો. કારણ કે સજાવટ પછી સફાઈ કરવાથી ડબ્બાનો લુક બગડી શકે છે. સૌ પ્રથમ, કાપડને ડબ્બાના કદ કરતા થોડું વધારે કાપી લો. હવે ગુંદરની મદદથી ડબ્બાની બહારની સપાટી પર ચારેય બાજુ ચોંટાડી દો. ડબ્બાના ઢાંકણને સજાવટ કરવા માટે કાપડના રંગનો કાગળ અથવા સ્ટીકર લઈ શકો છો. તેને વધુ આકર્ષક બનાવવા માટે, ડબ્બાની કિનારી પર લેસ ચોંટાડો અને નાના મિરરને ડબ્બાની મધ્યમાં ચોંટાડી શકાય છે.
એક્રેલિક પેઇન્ટ અથવા વાશી ટેપનો ઉપયોગ
ડબ્બા પર સ્ક્રેચ પડી જાય અથવા કલર નીકળવા લાગે તો તેને ભંગાર માનવામાં આવે છે. તે રસોડાનો દેખાવ બગાડે છે, જેના કારણે તેને હટાવી લેવાય છે. આ સિવાય જ્યારે પણ આપણે નવા ડબ્બા ખરીદીએ છીએ, ત્યારે જુના ડબ્બાને પાછળ મૂકી દઈએ છીએ. જો તમારી પાસે પણ આવા પ્લાસ્ટિક અથવા સ્ટીલના ડબ્બા છે, તો તેને નવો લુક આપી શકાય છે. આ માટે એક્રેલિક પેઇન્ટનો ઉપયોગ કરી શકાય છે. ડબ્બાને તમારી પસંદગી મુજબ પેઇન્ટ કરો અને જ્યારે તે સૂકાઈ જાય છે, ત્યારે તેની ઉપર ફુલ વેલ પાંદડીની ડિઝાઇન બનાવી શકો છો.
આ સિવાય વાશી ટેપનો પણ ઉપયોગ કરી શકાય છે. તે એક પ્રકારની ડેકોરેટિવ, રંગીન અને હળવી માસ્કિંગ ટેપ હોય છે. તેનો ઉપયોગ નાના ડબ્બાઓને સુંદર બનાવવા માટે થઈ શકે છે. જૂના ડબ્બાને સરળતાથી નવો લુક આપવા માટે આ એક ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે.
લેબલ લગાવીને ઉપયોગ કરો
તમારી પસંદગી મુજબ ડબ્બાની સજાવટ કર્યા બાદ તેની ઉપર લેબલ લગાવો. સ્ટીકર ડબ્બામાં ભરેલી વસ્તુનું નામ કરીને ચોંટાડો. જેનાથી જે તે વસ્તુનો ડબ્બો શોધવામાં સરળતા રહેશે. તમે ડબ્બાના પગલે ડબ્બાના ઢાંકણ પર પણ સ્ટીકલ લગાવી શકાય છે. રસોડાના કાઉન્ટર પર જરૂરી ડબ્બા મૂકો અને બાકીના ડબ્બાને શેલ્ફ પર મૂકો. આ રીતે તમે ઓછા બજેટમાં જૂના ડબ્બાઓને નવો લુક આપી શકો છો. જેથી તમારું રસોડું પણ સુંદર અને આકર્ષક દેખાઈ શકે.
આ પણ વાંચો | થર્મોસ સાફ કરવાની રીત, અંદરની દુર્ગંધ સાથે ગંદકી પણ દૂર થશે
ઘરની સજાવટમાં હેન્ડી ક્રાફ્ટની વસ્તુઓનું વિશેષ મહત્વ છે. દરેક જૂની અથવા ખરાબ વસ્તુને નકામી ગણીને ફેંકી દેવાને બદલે અથવા તેને સ્ટોર રૂમમાં રાખવાને બદલે, તમે તેનો ફરીથી ઉપયોગ કરવાની રીતો શોધી શકો છો. તમે બાળકોને આ DIY પદ્ધતિઓ શીખવી શકો છો, જે તેમની સર્જનાત્મકતાને વેગ આપી શકે છે.
