ગુજરાતમાં વરસાદનું જોર યથાવત્ઃ છેલ્લા 24 કલાકમાં 137 તાલુકામાં વરસાદ, સૌથી વધારે કપરાડામાં 3.9 ઈંચ ખાબક્યો

ગુજરાતમાં વરસાદનું જોર યથાવત્ઃ છેલ્લા 24 કલાકમાં 137 તાલુકામાં વરસાદ, સૌથી વધારે કપરાડામાં 3.9 ઈંચ ખાબક્યો

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Immediately Gujarat rain fall information: ગુજરાતના માથે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 137 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 3.9 ઈંચ પડ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં 137 તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 26 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 27 જુલાઈ 2026, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 137 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 3.9 ઈંચ નોંધાયો હતો. 

13 તાલુકામાં 1થી 4 ઈંચ વરસાદ નોંધાયો

વરસાદના મળતા આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 137 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી 13 તાલુકા એવા છે જ્યાં 1 થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. જેની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે. 

તાલુકો વરસાદ(ઈંચમાં)
કપરાડા 3.9
અમિરગઢ 3.15
ડીસા 2.83
રાહ 2.4
લાખાણી 1.77
મહેસાણા 1.77
ઉમરપાડા 1.73
નાનાપોંઢા 1.73
વડગામ 1.46
હળવદ 1.38
ડાંગ 1.38
પાલનપુર 1.1
ધરનિધર 1.06

આજે ગુજરાતમાં હવામાન કેવું રહેશે?

ગુજરાતમાં નવસારી, સુરત, તાપી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, અમરેલી, અમદાવાદ, બાવળા અને ભાવનગરમાં આજે, 27 જુલાઈના રોજ ભારે વરસાદ પડવાની સંભાવના છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચોઃ- વલસાડ પૂરમાં જીવના જોખમે લોકોને બચાવ્યા, હર્ષ સંઘવીએ વીડિયો શેર કરી ગુજરાત પોલીસની કામગીરી બિરદાવી

દેશના 10 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી

હવામાન વિભાગ અનુસાર આજે 27 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, ઉત્તરાખંડ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ માટે ભારે વરસાદ, ભારે વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. ઘણા વિસ્તારોમાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *