Monsoon Crispy Recipes : ઘણી વખત જ્યારે કોઈ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ખાવાની ઇચ્છા થાય છે, ત્યારે લોકો ઘણીવાર બજારના ફાસ્ટ ફૂડ ખાય છે. પરંતુ બહારનો ખોરાક હંમેશાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોતા નથી. આવી સ્થિતિમાં તમે ઘરમાં રહેલી ચીજો માંથી સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગી તૈયાર કરી શકો છો. તેમાંથી એક સોજી છે, જેનો ઉપયોગ આપણે હલવા થી લઈ ચીલા બનાવવા સુધીની દરેક વાનગીમાં કરીએ છીએ.
તમે સોજીની મદદથી ઘણા ક્રિસ્પી અને ક્રંચી નાસ્તા તૈયાર કરી શકો છો. તે ખાવામાં સ્વાદિષ્ટ તેમજ પોષણથી ભરપૂર હોય છે. તમે સોજીથી બનેલા આ નાસ્તાને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. ઉપરાંત તે સવારે કે સાંજના નાસ્તામાં પણ ખાઇ શકાય છે. ચાલો જાણીએ સોજી માંથી 3 ક્રિસ્પી વાનગી બનાવવાની સરળ રીત અને સામગ્રી.
Suji Fingers Recipe : સોજી ફિંગર્સ રેસીપી
સોજી ફિંગર્સ બનાવવા માટે સામગ્રી
- 1 કપ સોજી
- 1/2 કપ દહીં
- 1/2 કપ નવશેકું પાણી
- 1 નાની ઝીણી સમારેલી ડુંગળી
- 2-3 ચમચી ઝીણા સમારેલા કેપ્સિકમ
- 1/2 ચમચી લાલ મરચું
- 1/2 ચમચી કાળા મરી પાવડર
- મીઠું સ્વાદ મુજબ
- 2 ચમચી કોર્નફ્લોર
- 1/2 કપ બ્રેડના ટુકડા
- તેલ તળવા માટે
ટેન્ગી સોજી ફિંગર્સ બનાવવાની રીત
એક બાઉલમાં સોજી, દહીં અને નવશેકું પાણી મેળવી 10 મિનિટ સુધી રાખો મૂકો. આ દરમિયાન સોજી સારી રીતે ફુલી જશે. હવે તેમાં ડુંગળી, કેપ્સિકમ, કાળા મરી, ક્રશ કરેલું લાલ મરચું અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
આ મિશ્રણને એક પ્લેટ અથવા ટ્રે પર થોડુંક તેલ લગાવો પાથરી દો, પછી 5 – 7 મિનિટ સુધી સ્ટીમરમાં બાફો. તે ઠંડુ થયા બાદ તેને લાંબા લાંબા આકારમાં કાપી લો. કોર્નફ્લોરમાં થોડું પાણી ઉમેરીને પાતળું ખીરું તૈયાર કરો.
સૌ પ્રથમ કોર્નફ્લોરના ખીરામાં સોજીના ટુકડા ડુબાડો, પછી તેને બ્રેડક્રબમ્સમાં સારી રીતે લપેટી લો. તેને ગરમ તેલમાં સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. છેલ્લે સોજી ફિંગર્સ લીલી ચટણી અથવા દહીં પીરસો.
Suji Dahi Appe Recipe : સોજી દહીં અપ્પે રેસીપી
સોજી દહીં અપ્પે બનાવવાની સામગ્રી
- 1 કપ સોજી
- 1/2 કપ દહીં
- 1/2 કપ પાણી
- 1/4 કપ છીણેલું ગાજર
- 2-3 ચમચી ઝીણા સમારેલા બીન્સ
- 2 ચમચી ઝીણા સમારેલા ટામેટા
- 1-2 ઝીણા સમારેલા લીલા મરચાં
- 2 ચમચી ઝીણી સમારેલું કોથમીર
- 1/2 ચમચી રાઇ
- 6-8 મીઠા લીમડાના પાન
- 1 ચપટી ઇનો અથવા બેકિંગ સોડા
- મીઠું સ્વાદ અનુસાર
- તૈલ
સોજી દહીં અપે બનાવવી રીત
એક વાસણમાં સોજીમાં દહીં અને પાણી નાંખી 10 મિનિટ સુધી રાખી મૂકો. તેનાથી સોજી ફુલી જશે. તેમા ઈનો અથવા બેકિંગ સોડા ઉમેરી એક જ દિવસમાં ખીરાને સારી રીતે ફેંટી લો.
હવે એપ પેનમાં સહેજ તેલ લગાવી દરેક ખાનામાં સોજીનું ખીરું રેડો. ગેસ ઉપર મધ્યમ તાપે અપ્પમ શેકો. બંને બાજુથી અપ્પે ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. હવે લીલી ચટણી અથવા નાળિયેર ચટણી સાથે તૈયાર સોજી અપ્પે પીરસો.
Suji Potato Cutlet Recipe : સોજી બટાકા કટલેટ રેસીપી
સોજી બટાકાની કટલેટ બનાવવાની સામગ્રી
- 1/2 કપ સોજી
- 2 બાફેલા બટાટા
- 1 કપ પાણી
- 1 ચમચી છીણેલું આદુ
- 1-2 ઝીણા સમારેલું લીલ મરચા
- 1/2 ચમચી ઝીણું સમારેલું કોથમીર
- 1/2 ચમચી શેકેલું જીરું પાઉડર
- 1/2 ચમચી ચાટ મસાલા મીઠું
- મીઠું સ્વાદ અનુસાર
- તેલ તળવા માટે
સોજી બટાકા કટલેટ રેસીપી
સૌ પ્રથમ, એક કડાઇમાં પાણીને ગરમ કરો. હવે તેમાં મીઠું, આદુ, લીલા મરચાં અને તેલ મેળવી ઉકાળો. હવે તેમા ધીમે ધીમેસોજી ઉમેરી સતત હલાવતા રહો, જેથી ગાંઠ ન રહે.
જ્યારે સોજી ઘટ્ટ થાય અને કડાઇ છોડવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો અને આ મિશ્રણને સહેજ ઠંડુ થવા દો. ત્યારબાદ તેમા છૂંદેલા બટાકા, કોથમીર, શેકેલું જીરું પાવડર અને ચાટ મસાલો મેળવી સારી રીતે મિક્સ કરી લો.
આ પણ વાંચો | ટિક્કી થી લઇ રોલ, અળવી માંથી 3 સ્વાદિષ્ટ વાનગી બનાવો, દરેકને ખાવી ગમશે
આ મિશ્રણ માંથી કટલેટ અથવા ટિક્કી આકારના નાના પીસ બનાવો. હવે એક કડાઇમાં તેલ ગરમ કરી મધ્યમ તાપ પર ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તૈયાર ક્રિસ્પી સોજી બટાકા કટલેટને લીલી ચટણી અથવા દહીં સાથે ગરમ ગરમ પીરસી શકાય છે.
