Disha Patani Exercise : બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી અવારનવાર પોતાની ફિટનેસ અને વર્કઆઉટને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર એક વર્કઆઉટનો વીડિયો શેર કર્યો હતો, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. વીડિયોમાં દિશા વેઇટેડ આસિસ્ટેડ સ્ક્વેટ હોલ્ડ કરતી જોવા મળી રહી છે. આ કસરત જોવામાં જેટલી સરળ લાગે છે અસલમાં તેટલી સરળ નથી. ફિટનેસ નિષ્ણાતો કહે છે કે આ પ્રકારની તાલીમ માત્ર શરીરને આકર્ષક જ નથી બનાવતી, પરંતુ તાકાત, સંતુલન અને સ્ફુર્તિમાં પણ વધારો કરે છે.
34 વર્ષીય દિશા પટણીએ તેના લેટેસ્ટ વર્કઆઉટ વીડિયોમાં વેટ સાથે ડીપ સ્ક્વેટ હોલ્ડ કર્યું હતું. આ દરમિયાન તેના ટ્રેનર અને નજીકના મિત્ર એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક તેના ઘૂંટણને ટેકો આપતા જોવા મળ્યા હતા. આ કસરતમાં શરીરને સ્ક્વેટ ની પોઝિશનમાં થોડો સમય માટે હોલ્ડ કરવું પડે છે. તેનાથી સ્નાયુઓ પર સતત દબાણ બન્યું રહે છે.
દિશા આ પહેલા પણ એડવાન્સ બોડીવેઇટ મૂવમેન્ટ અને હાઈ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ કરતી રહી છે. તેનું વર્કઆઉટ બતાવે છે કે તે માત્ર ફિટ દેખાવા માટે જ નહીં, પરંતુ શરીરને મજબૂત અને સ્ફુર્તિલું બનાવવા માટે પણ ટ્રેનિંગ કરે છે.
જાણો છો શું કહે છે એક્સપર્ટ્સ?
ઈન્ડિયન એક્સપ્રેસની ટીમે કન્સલ્ટન્ટ ડાયેટિશિયન અને ફિટનેસ એક્સપર્ટ ગરિમા ગોયલ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે આવા વર્કઆઉટ્સમાં સ્ટ્રેન્થ ટ્રેનિંગ, બેલેન્સ, કોઓર્ડિનેશન અને એક્સપ્લોસિવ મૂવમેન્ટનું સારું કોમ્બિનેશન હોય છે. આને કારણે ઘણા સ્નાયુઓ એક સાથે કામ કરે છે.
તેમના જણાવ્યા અનુસાર આવી ફંક્શનલ કસરતો કરવાથી સ્નાયુઓની તાકાત વધે છે. એટલું જ નહીં, હૃદય અને ફેફસાંની તંદુરસ્તી વધુ સારી રહે છે. શરીરના સંતુલન અને ન્યુરોમસ્ક્યુલર સંકલનમાં સુધારો કરે છે. શરીરની ચપળતા અને હલનચલન કરવાની ક્ષમતા પણ વધે છે.
વેટેડ આસિસ્ટેડ સ્ક્વોટ્સ હોલ્ડ કરવાના ફાયદા
ગરિમા ગોયલના જણાવ્યા અનુસાર આમ કરવાથી શરીરને ઘણા ફાયદા થઈ શકે છે. જાંઘ, ગ્લુટ્સ, હેમસ્ટ્રિંગ અને પિંડલીયોના સ્નાયુઓ મજબૂત હોય છે. સાથે કોર સ્નાયુઓ મજબૂત થાય છે, જે શરીરનું સંતુલન સુધારે છે. આટલું જ નહીં ટ્રેનરની મદદથી યોગ્ય પોશ્ચર અને કંટ્રોલ બનાવી રાખવું આસાન હોય છે. ડીપ સ્કેટ કરવાથી હિપ્સ, ઘૂંટણ અને પગની ઘૂંટીમાં લચક અને મૂવમેન્ટની ક્ષમતામાં વધારો કરે છે. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં રહેવાથી સ્નાયુઓની તણાવ સહન કરવાની ક્ષમતામાં વધારો થઈ શકે છે. આ કસરત પિસ્ટલ સ્ક્વોટ્સ, જમ્પ સ્ક્વોટ્સ અને અન્ય એડવાન્સ એથ્લેટિક મૂવ્સની તૈયારીમાં પણ મદદ કરે છે.
ફક્ત એક મસલ્સ નથી આખું શરીર કરે છે કામ
નિષ્ણાતો કહે છે કે દિશાની ટ્રેનિંગનું સૌથી મહત્વનું પાસું એ છે કે તેમાં એવી મૂવમેન્ટનો સમાવેશ થાય છે જેમાં ઘણા સ્નાયુઓ એક સાથે સક્રિય થાય છે. આ પ્રકારની કસરત કરવાથી વધુ કેલરી બર્ન કરવામાં મદદ મળી શકે છે. પોશ્ચરમાં સુધારો થાય છે. કોર સ્ટેબિલિટીમાં વધારો કરે છે. રોજિંદા કાર્યો માટે શરીરને વધારે મજબૂત અને વધુ સક્ષમ બનાવે છે.
વરસાદમાં જીમ જઇ શકતા નથી? નુસરત ભરૂચાની જેમ ઘરે વર્કઆઉટ કરો, નિષ્ણાતો પાસેથી તેના ફાયદા જાણો
કસરત કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
આ પ્રકારની કસરત દરેક માટે નથી. તે કરતી વખતે યોગ્ય તકનીક અપનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગરિમા ગોયલે કહ્યું કે કસરત કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ધીમે ધીમે વજન વધારવો જોઈએ. કસરત કરતી વખતે, શરીરને પૂરતો આરામ આપવો મહત્વપૂર્ણ છે. પૂરતી માત્રામાં પ્રોટીન લેવું જોઈએ. શરીરને હાઇડ્રેટેડ રાખવું મહત્વપૂર્ણ છે. સારી અને સંપૂર્ણ ઊંઘ લેવી જોઈએ, જેથી સ્નાયુઓ રિકવર થઇને મજબૂત બની શકે.
ડિસ્ક્લેમર : આ લેખ સાર્વજનિક રુપથી ઉપલબ્ધ જાણકારી અને સંબંધિત નિષ્ણાતો પાસેથી મળેલી માહિતી પર આધારિત છે. કોઈ પણ નવા વર્કઆઉટ અથવા ફિટનેસ રૂટિન શરૂ કરતા પહેલા તમારા ડોક્ટર અથવા યોગ્ય ફિટનેસ નિષ્ણાતની સલાહ અવશ્ય લો.
