પીએમ આવાસ બહાર ધરણાં પર બેઠેલા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવની અટકાયત

પીએમ આવાસ બહાર ધરણાં પર બેઠેલા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવની અટકાયત

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


દિલ્હી પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત કરી છે, જેઓ વડા પ્રધાનના નિવાસસ્થાન પાસે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ પહેલા સપાના વડા અખિલેશ યાદવની પોલીસે અટકાયત કરી હતી. તેઓ રાહુલ ગાંધીને સમર્થન આપવા માટે તેમના પક્ષના સાંસદો સાથે પહોંચ્યા હતા.

દિલ્હી પોલીસે પહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે રહેલા સુરક્ષા કર્મચારીઓની અટકાયત કરી ત્યારબાદ નેતાઓની પણ અટકાયત કરવામાં આવી. સમગ્ર ઘટના દરમિયાન પ્રિયંકા ગાંધી બસના પ્રવેશદ્વાર પર ઉભી રહી. મહિલા પોલીસ કર્મચારીઓએ તેમને બસની અંદર ખસેડવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તેમણે તેનું પાલન કરવાનો ઇનકાર કર્યો. આખરે ત્રણ કે ચાર મહિલા અધિકારીઓએ તેમને રોક્યા અને દરવાજા પર ઉભી રહીને તેણીને કસ્ટડીમાં લીધી.

પોલીસે પીએમ આવાસની બહાર પ્રદર્શન અટકાવી દીધુ

વિદ્યાર્થીઓના સમર્થનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આધિકારિક આવાસ સાત લોકકલ્યાણ માર્ગની બહાર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય ઘણા સંસાદોએ ધરણા પ્રદર્શન શરૂ કર્યું હતું. જોકે પોલીસે થોડા કલાકોમાં જ આ તમામની અટકાયત કરી લીધી છે. તાજા જાણકારી અનુસાર, પોલીસે ધરણા સ્થળને સંપૂર્ણ રીતે ખાલી કરાવી દીધુ છે.

પ્રિયંકા ગાંધી કેન્દ્ર સરકાર પર ભડક્યા

દિલ્હી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બીજેપી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું,”તેઓ ડરપોક છે. તેઓ ડરેલા છે. અમે તેમનાથી ડરતા નથી. તેઓ અમારાથી ડરે છે.”

અટકાયત કરવામાં આવ્યા બાદ સપા પ્રમુખ અખિલેશ યાદવે બીજેપી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. અખિલેશ યાદવે કહ્યું,”પ્રધાનમંત્રીની જવાબદારી છે કે તેઓ વિદ્યાર્થીઓની માંગો સાંભળે. તેઓ તેમની માંગો કેમ સાંભળતા નથી.”





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *