અમદાવાદના રામોલ વિસ્તારમાં બનેલી ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટની દુર્ઘટના બાદ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કડક સચેતતા દાખવવામાં આવી રહી છે. ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારના મોડસર-અમથાપુર રોડ પર આવેલા ‘અંબિકા ટ્રેડ લિંક’ નામના બે ગોડાઉનમાંથી પોલીસે અંદાજે ₹39.57 કરોડની કિંમતના 65,954 બોક્સ ગેરકાયદે ફટાકડા જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં આ ગોડાઉનનું લાયસન્સ માર્ચ માસમાં પૂર્ણ થઈ ગયું હોવા છતાં તેને રિન્યૂ કરાવ્યા વગર જ લાખો કિલોનો જ્વલનશીલ જથ્થો સંગ્રહિત કરી રાખવામાં આવ્યો હોવાનો પર્દાફાશ થયો છે.
તપાસ દરમિયાન એકબીજાની સામે આવેલા બે ગોડાઉનોમાંથી વિવિધ પ્રકારના ફટાકડા કુલ 65,954 બોક્સ મળી આવ્યા હતા. પોલીસનો અંદાજ છે કે આ ફટાકડાઓની કિંમત ₹39.57 કરોડ છે. તપાસમાં જાણવા મળ્યું કે ગોડાઉનનું લાઇસન્સ માર્ચમાં સમાપ્ત થઈ ગયું હતું અને તેને રિન્યૂ કરવામાં આવ્યું ન હતું. તેમ છતાં ત્યાં મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હતો.
બે ગોડાઉનમાંથી રૂ. ૩૯,૫૭,૯૦,૦૦૦/- કિંમતનો ગેર કાયદેસર ફટાકડાનો વિશાળ જથ્થો પકડી પાડતી ચાંગોદર પોલીસ@sanghaviharsh@dgpgujarat@GujaratPolice@CMOGujpic.twitter.com/JQqYEFKCl0
— Ahmedabad Rural Police (@AMD_RuralPolice) July 21, 2026
કોઈ પણ સમયે થતો મોટા અકસ્માત
પોલીસને જાણવા મળ્યું કે અગ્નિશામક સાધનો, રેતી ભરેલી ડોલ અને ફાયર વોટર પાઇપ જેવા કેટલાક અગ્નિ સલામતીના પગલાં લેવાયા હતા પરંતુ મોટી માત્રામાં ફટાકડા સંગ્રહિત હોવાથી સલામતી વ્યવસ્થા ખૂબ જ અપૂરતી હતી. વધુમાં વેરહાઉસની બહાર એક ટીન શેડ નીચે ફટાકડા પણ સંગ્રહિત કરવામાં આવી રહ્યા હતા જેના કારણે એવી પરિસ્થિતિ સર્જાઈ હતી કે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
આ પણ વાંચો: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને નદીઓમાં પૂરનો ખતરો
ચાંગોદર પોલીસે લાઇસન્સ ધારક અમિત મોદી અને વેરહાઉસ મેનેજર કિશન પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 125 અને 288 અને વિસ્ફોટક અધિનિયમની કલમ 9B(1)(b) અને 12 હેઠળ FIR નોંધી છે. બંને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
