Roasted chana jaggery candy recipes : જો તમે પણ ગળ્યું ખોવાના શોખીન છો અને કોઈ વિકલ્પ શોધી રહ્યા છો જે પૌષ્ટિક અને બજેટ ફ્રેન્ડલી અને ભેળસેળ વગરની હોય તો તમે શેકેલા ચણામાંથી બનેલી મીઠાઈઓ બનાવી શકો છો. શેકેલા ચણામાં પ્રોટીન, ફાઇબર, આયર્ન અને ઘણા આવશ્યક મિનરલ્સ હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરી શકે છે.
ઘરે બનાવેલી આ મીઠાઈઓ બજારની મીઠાઈઓ કરતા ઓછી પ્રોસેસ્ડ હોય છે અને તમે તમારી પસંદગી મુજબ તેમાં ખાંડ અથવા ગોળની માત્રા વધારી અથવા ઘટાડી શકો છો. સૌથી ખાસ વાત એ કે તેમને બનાવવા માટે વધુ સમય અથવા ખર્ચાળ સામગ્રીની જરૂર નથી. આટલું જ નહીં જો યોગ્ય રીતે સ્ટોર કરવામાં આવે તો તેને ઘણા દિવસો સુધી સાચવી શકાય છે.
શેકેલા ચણા અને ગોળના લાડુ
આ વસ્તુઓની જરૂર પડશે
- 2 કપ શેકેલા ચણા, 1
- 1 કપ ગોળ (છીણેલો )
- 3-4 ચમચી દેશી ઘી
- 1 ચમચી એલચી પાવડર,
- થોડા સમારેલા બદામ,કાજુ
- 1 ચમચી તલ (વૈકલ્પિક)
બનાવવાની રીત
સૌ પ્રથમ શેકેલા ચણાની છાલ કાઢી મિક્સરમાં બરછટ રીતે પીસી લો. આ પછી એક કઢાઇમાં ઘી ગરમ કરો અને તેમાં ગોળ ઉમેરો અને તેને ધીમા તાપે ઓગાળો. એ વાતનું ધ્યાન રાખો કે ગોળને વધારે ના પકાવો. હવે તેમાં પીસેલા ચણા, એલચી પાવડર, બદામ, કાજુ અને તલ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
જ્યારે મિશ્રણ સહેજ ઠંડુ થાય ત્યારે નાના લાડુ બનાવો. તેને સ્ટોરકરતી વખતે ધ્યાનમાં રાખો કે જ્યારે લાડુ સંપૂર્ણપણે ઠંડા થઈ જાય ત્યારે તેને એરટાઇટ કન્ટેનરમાં રાખો. સામાન્ય મોસમમાં તે 10-12 દિવસ માટે સુરક્ષિત રહે છે. ફ્રિજમાં સ્ટોર કરવામાં આવે છે ત્યારે 3-4 અઠવાડિયા સુધી સારા રહી શકે છે.
શેકેલા ચણાની બરફી
બનાવવા માટેની સામગ્રી
- 2 કપ શેકેલા ચણા,
- 1 કપ દૂધ
- 3/5 કપ ગોળ પાવડર
- 2 મોટી ચમચી ઘી
- 1 કપ દૂધનો પાવડર (વૈકલ્પિક, વધુ ક્રીમી સ્વાદ માટે)
- 1 ચમચી એલચી પાવડર
- સમારેલા પિસ્તા અને બદામ
બનાવવાની રીત
સૌ પ્રથમ શેકેલા ચણાને બારીક ગ્રાઇન્ડ કરો. તે પછી એક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં ચણાનો પાવડર 2-3 મિનિટ સુધી હલકા હાથે તળી લો. આ પછી તેમાં દૂધ ઉમેરો અને સતત હલાવતા રહો જેથી ગાંઠ ન બને. તે પછી તેમાં ગોળ ઉમેરો અને મિશ્રણને ધીમા તાપ પર ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તે ઘટ્ટ બનીને કડાઇ છોડવાનું શરૂ ના કરે.
જો તુલસીનો છોડ હર્યો ભર્યો રાખવો છે તો તેની નજીક આ 3 પ્લાન્ટ ક્યારેય લગાવશો નહીં
આ પછી તેમાં એલચી પાવડર અને મિલ્ક પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો. તે પછી આ મિશ્રણને ઘી કરેલી ટ્રે અથવા પ્લેટમાં પાથરી તેની ઉપર બદામ-પિસ્તા નાખી હલકા હાથે દબાવી લો. 1-2 કલાક માટે સેટ થવા દો, પછી તમને પસંદ હોય તે આકારમાં કાપી લો. તેને એરટાઇટ કન્ટેનરમાં રાખો. તે ઓરડાના તાપમાને 2-3 દિવસ સુધી સલામત રહે છે. જ્યારે ફ્રિજમાં 7-10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.
