ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે યુવાનોને સંબંધોમાં જવાબદારી નિભાવવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે તે છોકરા-છોકરીના સંબંધોની વિરુદ્ધ નથી, પરંતુ નાની ઉંમરે યુવતીઓને ગર્ભવતી બનાવવી અને તેમને એકલા છોડી દેવા ખોટું છે. રાજ્યપાલે યુવાનોને સંબંધોને ગંભીરતાથી લેવા અને તેમના વચનો પાળવા સક્ષમ બનવા અપીલ કરી હતી.
આનંદીબેન પટેલ ગુરુવારે લખનઉમાં મહર્ષિ યુનિવર્સિટી ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજીના દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કિશોરાવસ્થામાં બનેલા સંબંધો, ઓછી ઉંમરમાં ગર્ભાવસ્થા અને યુવાનોની સામાજિક જવાબદારીઓ વિશે વાત કરી હતી.
‘જો તમે ગર્લફ્રેન્ડ બનાવો છો, તો લગ્નનું વચન પાળો’
વિદ્યાર્થીઓને સંબોધતા ગવર્નરે આનંદીબેન પટેલે કહ્યું કે યુવાનોએ સંબંધોને લઇને સતર્ક રહેવાની જરૂર છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમને કોઈની ગર્લફ્રેન્ડ બનાવવામાં વાંધો નથી, પરંતુ જો કોઈ છોકરો કોઈ છોકરી સાથે લગ્ન કરવાનું વચન આપે તો તેણે તે વચન પૂરું કરવાની જવાબદારી પણ લેવી જોઈએ.
તેમણે કહ્યું કે યુવાનોએ પહેલા આર્થિક રીતે આત્મનિર્ભર બનવા, કમાણી કરવા અને પરિવારની જવાબદારીઓની સંભાળ લેવા માટે સક્ષમ બનવાનો પ્રયાસ કરવો જોઈએ. ત્યારે જ તેઓએ લગ્ન જેવા મોટા નિર્ણય વિશે વિચારવું જોઈએ.
આનંદીબેન પટેલે કહ્યું કે હું ગર્લફ્રેન્ડ રાખવાની વિરુદ્ધ નથી. પરંતુ જ્યારે તમે કોઈ ગર્લફ્રેન્ડ બનાવો અને તેની સાથે લગ્ન કરવાનું વચન આપો ત્યારે તે વચન પાળો. કંઈક કમાઈ લો, તેની સાથે રહેવા અને તેની સંભાળ રાખવા માટે સમર્થ બનો. તેની સાથે લગ્ન કરવા માટે તમારી જાતને આત્મનિર્ભર બનાવો. પરંતુ 13-14 વર્ષની આટલી નાની ઉંમરમાં છોકરીને ગર્ભવતી કરી તેને છોડી દેવી જોઈએ નહીં.
प्रदेश की राज्यपाल श्रीमती आनंदीबेन पटेल ने महर्षि यूनिवर्सिटी, लखनऊ के सातवें दीक्षोत्सव में विद्यार्थियों को शोध, नवाचार एवं सामाजिक सरोकारों से जुड़ने के लिए प्रेरित किया। राज्यपाल ने विद्यार्थी परियोजना प्रदर्शनी का अवलोकन कर नवाचारों की सराहना की। https://t.co/DWehjEaekx
— Governor of Uttar Pradesh (@GovernorofUp) October 22, 2026
વિદ્યાર્થીઓને ખોટા કાર્યોથી દૂર રહેવાની અપીલ કરી
રાજ્યપાલે વિદ્યાર્થીઓને ખોટી ગતિવિધિઓથી દૂર રહેવા અને અન્ય લોકોને પણ આવી પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી અટકાવવા અપીલ કરી હતી. તેમના સંબોધનનો મુખ્ય સંદેશ એ હતો કે યુવાનોએ તેમના નિર્ણયોના પરિણામોને સમજવું જોઈએ અને અન્ય વ્યક્તિના જીવનને અસર કરતા પગલાં લેતા પહેલા તેમની જવાબદારીનો અહેસાસ કરવો જોઈએ.
અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો પ્રહાર, કહ્યું – મારે દર 6 મહિને વિદેશ જવાની જરૂર પડતી નથી
‘પહેલા આત્મનિર્ભર બનો, પછી પરિવારની જવાબદારી લો’
આ પહેલા આનંદીબેન પટેલે 7 જુલાઈએ લખનઉની ડો.એપીજે અબ્દુલ કલામ ટેક્નિકલ યુનિવર્સિટીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મહિલાઓની જવાબદારીઓ ઉપર પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે મહિલાઓએ શિક્ષક અથવા આઈએએસ અધિકારી બનવાની સાથે સાથે પરિવાર અને માતૃત્વ સાથે જોડાયેલી જવાબદારીઓને પણ સમજવાની જરૂર છે.
આ જ કાર્યક્રમમાં તેમણે એવા યુવાન યુગલો વિશે પણ ચિંતા વ્યક્ત કરી હતી કે જેઓ ઘરેથી ભાગીને સાથે રહેવાનું શરૂ કરે છે અને પછી બાળકનો જન્મ એવા સંજોગોમાં થાય છે, જ્યારે તેઓ પરિવાર ચલાવી શકતા નથી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે બંને પરિવારો આવા યુગલોને સ્વીકારશે નહીં, ત્યારે બાળકની જવાબદારી કોણ લેશે.
