વરસાદ સમાચાર : ગુજરાતમાં મેઘો જામ્યો, છેલ્લા 6 કલાકામાં 68 તાલુકામાં વરસાદ, ડાંગના વઘઈમાં પોણા 10 ઈંચ ખાબક્યો

વરસાદ સમાચાર : ગુજરાતમાં મેઘો જામ્યો, છેલ્લા 6 કલાકામાં 68 તાલુકામાં વરસાદ, ડાંગના વઘઈમાં પોણા 10 ઈંચ ખાબક્યો

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat Varsad Samachar : ગુજરાતમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી બાદ મેઘાની દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધબધબાટી ચાલી રહી છે. છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે પણ આ વિસ્તારોમાં મેઘાની તોફાની બેટિંગ ચાલી રહી છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ડાંગના વઘઈમાં પોણા 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. 

ડાંગના વઘઈમાં છ કલાકમાં પોણા 10 ઈંચ વરસાદ

સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા આજના વરસાદના આકડા પ્રમાણે આજે 3 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીના છ કલાકના સમયગાળા દરમિયાન 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ડાંગના વઘઈ તાલુકામાં 9.84 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

છ કલાકમાં 9 તાલુકામાં 5 થી 10 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

આજના વરસાદના મળતાં આકડા પ્રમાણે આજે બપોરે 12 વાગ્યા સુધીમાં છ કલાકમાં દક્ષિણ ગુજરાતના 9 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો. છેલ્લા 6 કલાકમાં કૂલ 68 તાલુકા પૈકી 9 તાલુકા એવા છે જેમાં 5 ઈંચથી લઈને 10 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ તાલુકાનું નામ અને વરસાદની માત્રાની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે. 

તાલુકો

વરસાદ (ઈંચમાં)

વઘઈ

9.84

ચીખલી

8.39

વાંસદા

8.23

અંબિકા

7.95

વલસાડ

7.17

ડોલવાન

7.13

ગણદેવી

6.93

ડંગ

6.1

ખેરગામ

5.16

છેલ્લા 6 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો પીડીએફ જુઓ

જુનાગઢના માંગરોળમાં જળબંબાકારની સ્થિતિ

ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડવાનું શરું થયું છે ત્યારે 24 કલાકમાં જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર જિલ્લામાં મેઘાએ ધબધબાટી બોલાવી છે. જ્યારે જૂનાગઢના માંગરોળમાં 24 કલાકમાં 12.64 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ગીર સોમનાથના સુત્રાપાડામાં 12.36 ઈંચ, જૂનાગઢના કેશોદમાં 10.94 ઈંચ, ગીર સોમનાથના વેરાવળમાં 10.08 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

આ પણ વાંચોઃ- ગુજરાતમાં વરસાદની બેટિંગ શરુ, 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ

24 કલાકમાં 36 તાલુકામાં 2થી 10 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

ગુજરાત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 2 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 3 જુલાઈ 2026, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં રાજ્યમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી 36 તાલુકા એવા છે જ્યાં 2 ઈંચથી લઈને 10 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *