Ind vs Pak, Hockey World Cup 2026 : હોકી વર્લ્ડ કપ 2026ની ત્રીજી લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને 5-3થી હરાવ્યું હતું અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ગ્રુપ ડી ની મેચમાં ભારતની શરુઆત શાનદાર રહી હતી અને પ્રથમ ક્વાર્ટરમાં 2 ગોલ ફટકારીને ભારતે વિરોધી ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી.
ઈંગ્લેન્ડ સામેની હાર બાદ ભારતે પાકિસ્તાન સામે શાનદાર પુનરાગમન કર્યું હતું અને 6 પોઈન્ટ સાથે ગ્રુપ ડીના પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચી ગયું હતું. આ જીતની સાથે ભારત હોકી વર્લ્ડ કપ 2026ના બીજા તબક્કામાં પણ પહોંચી ગયું છે. ભારત તરફથી હરમનપ્રીત સિંહ અને અભિષેકે 2-2 ગોલ ફટકાર્યા હતા જ્યારે હાર્દિક સિંહ એક ગોલ ફટકારવામાં સફળતા રહ્યો હતો. પરાજય સાથે પાકિસ્તાનની ટીમ હોકી વર્લ્ડ કપ 2026 માંથી બહાર થઈ ગઈ છે.
પ્રથમ ક્વાર્ટરમાં ભારતે સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું
ભારતીય ટીમે પ્રથમ ક્વાર્ટરમાં પાકિસ્તાન પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતુ અને રમતના પ્રારંભ બાદ તરત જ 5મી મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર દ્વારા ભારત માટે પ્રથમ ગોલ ફટકાર્યો હતો. આ પછી અભિષેકે 11મી મિનિટે બીજો ગોલ ફટકારીને ભારતને 2-0થી સરસાઈ અપાવી હતી.
બીજા ક્વાર્ટરમાં ભારતની શાનદાર રમત યથાવત્
બીજા ક્વાર્ટરમાં ભારતની શાનદાર રમત યથાવત્ રહી હતી અને ભારતને 20મી મિનિટે ચોથો પેનલ્ટી કોર્નર મળ્યો. જોકે ભારત તેનો ફાયદો ઉઠાવી શક્યું ન હતું, પણ તે પછી તરત જ કેપ્ટન હરમનપ્રીહ સિંઘે ભારત તરફથી ત્રીજો ગોલ ફટકાર્યો હતો, જે ફિલ્ડ ગોલ હતો અને ભારતને 3-0થી સરસાઈ અપાવી હતી. આ મેચમાં હરમનપ્રીત સિંહનો આ બીજો ગોલ હતો. આ પછી પાકિસ્તાને ભારત પર આક્રમણ કર્યું હતું અને શાહિદ હન્નાને ટીમ માટે પ્રથમ ગોલ ફટકાર્યો હતો.
𝗔 𝗗𝗘𝗖𝗔𝗗𝗘 𝗢𝗙 𝗗𝗢𝗠𝗜𝗡𝗔𝗡𝗖𝗘. 𝗔𝗡𝗢𝗧𝗛𝗘𝗥 𝗖𝗛𝗔𝗣𝗧𝗘𝗥 𝗪𝗥𝗜𝗧𝗧𝗘𝗡. 🇮🇳🔥
Indian Males’s Group defeated Pakistan 5–3 in an exhilarating Pool D conflict on the FIH Hockey World Cup Belgium & Netherlands 2026, extending their dominance on this iconic rivalry. 🏑🏆… pic.twitter.com/UqhiEV6v57
— Hockey India (@TheHockeyIndia) August 19, 2026
પાકિસ્તાનના પ્રથમ ગોલ બાદ ભારત વધુ આક્રમક બન્યું હતુ અને અભિષેકે 24મી મિનિટે ફિલ્ડ ગોલ ફટકારીને ભારતને 4-1થી સરસાઈ અપાવી હતી. પાકિસ્તાનને ફરી પેનલ્ટી કોર્નર મળ્યો હતો અને 25મી મિનિટે સુફિયાન ખાને ગોલ ફટકારતાં સ્કોર 2-4 થયો હતો. બીજા ક્વાર્ટર બાદ એટલે કે પ્રથમ હાફ બાદ ભારતે પાકિસ્તાન સામે 4-2થી સરસાઈ જાળવી રાખી હતી.
ભારતની 600મી ટેસ્ટમાં ભવ્ય જીત, 10 વિકેટ ઝડપી માનવ સુથારે 5 મોટા રેકોર્ડ નોંધાવ્યા
ત્રીજા ક્વાર્ટરમાં ભારતે 5-2થી સરસાઈ જાળવી રાખી
બીજા ક્વાર્ટરમાં બંને ટીમોએ શાનદાર રમત દર્શાવી હતી પણ ત્રીજા ક્વાર્ટરમાં ભારતને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો હતો અને ત્યાર બાદ 34મી મિનિટે હાર્દિક સિંગહે આસાન ગોલ ફટકારીને ભારતને 5-2થી સરસાઈ અપાવી હતી. ભારતને 37મી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો હતો, પણ ભારત ગોલ કરી શક્યું ન હતું. ભારતનો આ 5મો પેનલ્ટી કોર્નર હતો. જોકે પાકિસ્તાને પુનરાગમન કરવાનો જોરદાર પ્રયાસ કર્યો હતો, પણ ટીમ ત્રીજા ક્વાર્ટરમાં એક પણ ગોલ ફટકારી શકી ન હતી અને ભારતે 5-2થી સરસાઈ જાળવી રાખી હતી.
ભારતે પાકિસ્તાનને હરાવ્યું
ચોથા ક્વાર્ટરમાં રમત શરુ થતાં જ 46મી મિનિટે શાહિદ હન્નાને પાકિસ્તાન તરફથી ગોલ ફટકારીને સ્કોરને 3-5 કરી દીધો હતો. આ પછી ભારતે સાવચેતીપૂર્વક રમવાનું શરૂ કર્યું હતું અને શાનદાર ડિફેન્સની સાથે સાથે ગોલના પ્રયાસો પણ કર્યા હતા. ચોથા ક્વાર્ટરમાં પાકિસ્તાને તમામ પ્રયાસો કર્યા હતા પણ ભારતીય ટીમે આખરી રાઉન્ડ સુધી કોઈ ગોલ થવા દીધો ન હતો અને મેચ ભારતે 5-3થી જીતી લીધી હતી.
