Besan Face Pack Recipe : દરેક વ્યક્તિને સુંદર અને આકર્ષક દેખાવું ગમે છે પછી તે મહિલા હોય કે પુરુષ. સુંદર દેખાવા માટે જાત જાતના ઉપાયો કરે છે. ઘણા લોકો ચહેરો સુંદર અને ચમકદાર દેખાય તેની માટે બજારમાં વેચાતા મોંઘા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, જે ઘણી વખત સ્કીનને નુકસાન પણ પહોંચાડે છે. આવી સ્થિતિમાં ચણાના લોટ માંથ નેચરલ ફેસ પેક બનાવી શકાય છે.
ચહેરાની ત્વચાને ચમકદાર અને તાજી રાખવા માટે બેસન એક કુદરતી, સસ્તું, બિનહાનિકારક અને સરળ ચીજ છે. તેમાથી ઘરમાંથી રહેલી ચીજો ઉમેરને સરળ રીતે ફેસ પેક બનાવી શકાય છે. અહીં ચણાના લોટ માંથી 4 નેચરલ ફેસ પેક બનાવવાની સરળ રીત જણાવી છે. જો કે, તેનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરવાની ભલામણ છે..
ફેસ પેક લગાવવાના ફાયદા
ફેસ પેક સ્કીન પરની મૃત ત્વચાને દૂર કરવામાં મદદ કરી શકે છે, તેનાથી ચહેરો સ્વચ્છ, ચમકદાર અને ફ્રેશ દેખાઈ છે. ઓઇલ સ્કીન વાળા લોકો માટે તેનો નિયમિત ઉપયોગ ફાયદાકારક હોઈ શકે છે. જો તમને ખીલ – પિમ્પલની સમસ્યા હોય તો તે સ્કીન માંથી વધારાનું તેલ અને ગંદકી સાફ કરવામાં મદદ કરી શકે છે. જો કે, તેના પરિણામો દરેક વ્યક્તિ અનુસાર બદલાઇ શકે છે.
1. બેસન ફેસ પેક
બેસન દહીં ફેસ પેક સામગ્રી
- 1 ચમચી ચણાનો લોટ
- 1 ચમચી દહીં
આ પેક બનાવવા માટે ચણાનો લોટ અને દહીંને સારી રીતે મિક્સ કરો. તેને ચહેરા પર લગભગ 15 મિનિટ સુધી લગાવી રાખો. પછી તેને નવશેકા પાણીથી ધોઇ લો.
2. બેસન ફેસ પેક
ચણાન લોટના ફેસ પેક સામગ્રી
1 ચમચી ચણાનો લોટ
- 1/4 ચમચી હળદર
- 1 ચમચી દૂધ
એક બાઉલમાં બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો. પછી તેને ચહેરા અને ગરદનની ત્વચા પર 15 મિનિટ સુધી લગાવી રાખો. ત્યાર બાદ સાદા પાણીથી સાફ કરો. આ ફેસ પેક નિયમિતપણે લગાવી શકાય છે.
3. બેસન ફેસ પેક
બેસન મધ અને લીંબુ ફેસ પેકની સામગ્રી
- 2 ચમચી ચણાનો લોટ
- 1 ચમચી મધ,
- 1/2 લીંબુનો રસ
એક વાટકીમાં ચણાનો લોટ, મધ અને લીંબુના રસના થોડા ટીપાં ઉમેરો. આ સામગ્રી બરાબર મિક્સ કરી પેસ્ટ બનાવો. તેને ચહેરા પર 10 થી 15 મિનિટ સુધી લગાવો અને સૂકાયા બાદ ચહેરાને સાદા પાણીથી ધોઈ લો.
4. બેસન ફેસ પેક
બેસન ગુલાબજળ ફેસ પેક સામગ્રી
- 1 ચમચી ચણાનો લોટ
- 1 ચમચી ગુલાબજળ
એક વાસણમાં ચણાનો લોટ અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટ ચહેરા પર 10 થી 15 મિનિટ સુધી લગાવી રાખો. ફેસ પેક સુકાયા બાદ સાદા પાણીથી ચહેરો ધોઇ લો. તે ત્વચા માંથી વધારાનું તેલ શોષી લે છે.
આ બાબત ધ્યાનમાં રાખો
તમે આ ફેસ પેકનો ઉપયોગ અઠવાડિયામાં 2-3 વખત કરી શકો છો. કુદરતી ચીજો અસર દેખાડવામાં સમય લે છે, તેથી તેનો નિયમિતપણે ઉપયોગ કરી શકાય છે. જો તમને ત્વચાની સમસ્યા હોય, તો ફેસ પેક લગાવતા પહેલા નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચો | કોરિયન બ્યુટી ક્રેઝ। મોંઘા ઉપચાર વિના કર્યા વગર કાચ જેવી સ્કિન ચમકશે, આ ટિપ્સ અનુસરો
Disclaimer : આ લેખમાં આપેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન હોય નિષ્ણાંતની સલાહ લેવી.
