90 દિવસ સુધી ખાંડ ના ખાશો, શરીર પર થાય છે આવી અસર

90 દિવસ સુધી ખાંડ ના ખાશો, શરીર પર થાય છે આવી અસર

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Sugar Detox Results : મીઠાઇ ખાવાનું પસંદ ન હોય તેવા લોકોને ભાગ્યે જ જોવા મળે છે. ઘણા લોકો દિવસની શરૂઆત મીઠી ચા અને કોફીથી કરે છે. ખાંડ આપણા આહારનો મુખ્ય ભાગ બની ગઈ છે. જોકે ઘણા લોકો અચાનક અલગ-અલગ કારણોસર ખાંડ ખાવાનું છોડી દેવાનું વિચારે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે માત્ર 30 કે 60 દિવસ માટે જ નહીં, પરંતુ 90 દિવસ સુધી ખાંડ છોડવાની અસર શું થાય છે? 

ખાંડ છોડવાનો અર્થ શું છે?

ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા દિલ્હીના સી.કે.બિરલા હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિનના ડિરેક્ટર ડો. મનીષા અરોરાએ જણાવ્યું હતું કે ખાંડનું સેવન છોડી દેવાનો અર્થ એ નથી કે તમામ કાર્બોહાઇડ્રેટ્સનું સેવન છોડી દેવું. ટેબલ સુગર, હાઈ-ફ્રુક્ટોઝ કોર્ન સિરપ અને મધ જેવા કુદરતી સ્વીટનર્સનું સેવન કરવાનું ટાળવું. કાર્બોહાઈડ્રેટ શરીર માટે જરૂરી પોષક તત્વો છે, પરંતુ સાદી ખાંડનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

જો તમે ખાંડનું સેવન કરવાનું બંધ કરશો તો આ લક્ષણો દેખાશે

ડો.અરોરાએ જણાવ્યું હતું કે ખાંડનું સેવન બંધ કરવાથી શરૂઆતમાં માથાનો દુખાવો, ચીડિયાપણું, થાક અને મીઠાઈ ખાવાની તીવ્ર ઇચ્છા જેવા લક્ષણો જોવા મળે છે. આ એટલા માટે છે કારણ કે મગજ ખાંડનો ઉપયોગ ઝડપી ઉર્જા સ્રોત તરીકે કરે છે. જોકે કોઈ પણ નવી ટેવ વિકસાવવા માટે સામાન્ય રીતે 21 દિવસ લાગે છે અને આ ટેવને પૂર્ણ સમય સુધી ચાલુ રહેવામાં લગભગ 66 દિવસ લાગે છે.

90 દિવસ સુધી ખાંડનું સેવન ટાળવાની અસરો શું છે?

90 દિવસ સુધી ખાંડનું સેવન ટાળવાના ઘણા ફાયદા છે. ડો. અરોરાએ જણાવ્યું હતું કે વજન ઉતરવું, ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો અને વધારે સ્થિર ઊર્જા સ્તરનો અનુભવ થાય છે. ત્વચા ક્લિન દેખાય છે, મૂડ સ્વિંગ ઘટાડે છે અને આંતરડાના આરોગ્યને સુધારે છે. તે મૌખિક આરોગ્ય માટે પણ ફાયદાકારક છે કારણ કે તે દાંતના સડોનું જોખમ ઘટાડે છે. 

સિનિયર કન્સલ્ટન્ટ ઇન ઇન્ટરનલ મેડિસિન, ગ્લેનિગલ્સ હોસ્પિટલ, પરેલ, મુંબઇના મંજુષા અગ્રવાલે આ મામલે વધુ વિગતો આપી હતી.

ડો. મંજૂષાએ  અગ્રવાલે કહ્યું કે શરૂઆતના થોડા દિવસોમાં તમને ખાંડ ખાવાની તીવ્ર ઇચ્છા થઈ શકે છે. મૂડ સ્વિંગ્સ અથવા થાકનો અનુભવ થઈ શકે છે. કારણ કે તમારું શરીર સમયોજીત હોય છે. જલ્દી શરીરનું ઉર્જા સ્તર સ્થિર થાય છે, મૂડ સારો થાય છે, તમને સારું લાગે છે. આ દરમિયાન બીજાથી ત્રીજા અઠવાડિયામાં પાચનક્રિયા, ત્વચાની તંદુરસ્તી સુધરે છે અને ઊંઘને લગતી ફરિયાદો દૂર થાય છે. આ દરમિયાન ખાસ કરીને પેટની આસપાસ કુદરતી રીતે વજન ઘટી શકે છે. શરીરમાં ઇસ્યુલિનનું સ્તર નિયંત્રણમાં રહે છે.

ડો. મંજૂષાએ  અગ્રવાલે વધુમાં કહ્યું કે સમય જતાં તમારા મોઢાનો સ્વાદ ફરીથી સેટ થાય છે, જેનાથી ફળો જેવા કુદરતી ખોરાકનો વધુ મીઠો સ્વાદ સંતોષકારક લાગે છે. પછી જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ પરિણામો દેખાવા લાગે છે, જે પછી તમે જાતે જ ખાંડ ખાવાનું ટાળવા લાગશો. 90 દિવસના અંત સુધીમાં ટાઇપ 2 ડાયાબિટીસ, હૃદયરોગ અને ફેટી લીવર જેવા રોગોનું જોખમ ઘટી શકે છે. તમારી ભોજન માટેની તૃષ્ણા ઘટે છે, તમે કામ પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો; તે તમને વધુ આરામદાયક પણ લાગે છે. 

ડો. અરોરા ઉમેરે છે કે યોગ્ય આયોજન વિના ખાંડનું સેવન અચાનક બંધ કરવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થઈ શકે છે, તેથી ખાંડની જગ્યાએ સંતુલિત, પોષક તત્વોથી ભરપૂર ખોરાકનું સેવન કરવું અને જરૂર પડે તો ડોક્ટર પાસેથી માર્ગદર્શન લેવું જરૂરી છે.

ડો. અગ્રવાલે જણાવ્યું હતું કે 90 દિવસ સુધી ખાંડનું સેવન બંધ કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે, જે તંદુરસ્ત ટેવો તરફ દોરી જાય છે. જોકે ખાંડનું સેવન સંપૂર્ણપણે બંધ કરવું સહેલું નથી, પરંતુ તે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેથી તંદુરસ્ત આરોગ્ય માટે ખાંડનું સેવન સંપૂર્ણપણે બંધ કરવું એ એક સારો વિચાર છે.

ડિસ્ક્લેમર : આ લેખ જાહેર ડોમેન અને અમે જે નિષ્ણાતો સાથે વાત કરી હતી તેમની માહિતી પર આધારિત છે. કોઈપણ દિનચર્યા શરૂ કરતા પહેલા હંમેશા તમારા આરોગ્ય વ્યવસાયીની સલાહ લો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *