IND A vs SL A : દામ્બુલામાં ત્રિકોણીય શ્રેણી દરમિયાન ભારત-A અને શ્રીલંકા-A ના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સુપર ઓવરમાં યજમાન ટીમની જીત બાદ વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકાના ખેલાડીઓ વચ્ચે રકઝક થઇ હતી. વૈભવે એક ખેલાડીને ધક્કો માર્યો હતો. એવું લાગે છે કે શ્રીલંકા ક્રિકેટ (SLC) એ શિસ્તનું ઉલ્લંઘન કરનારા ખેલાડીઓ સામે કાર્યવાહી કરી છે.
ક્રિકબઝના અહેવાલ મુજબ મેચ રેફરી પ્રદીપ જયપ્રગાશે વૈભવ સૂર્યવંશી સાથેના ઝઘડામાં સામેલ ખેલાડીઓ પર દંડ ફટકાર્યો છે. આમાં વૈભવ સૂર્યવંશીને સ્લેજ કરનાર વિશેન હલંબગેનો પણ સમાવેશ થાય છે.
ડિકવેલાને અલગ કારણસર દંડ ફટકારવામાં આવ્યો
વૈભવ અને શ્રીલંકાના ખેલાડીઓ વચ્ચે બચાવ કરનાર શ્રીલંકા-A ના વિકેટકીપર નિરોશન ડિકવેલાને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે ડિકવેલાને અલગ કારણસર દંડ ફટકારવામાં આવ્યો છે. કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વૈભવ સૂર્યવંશી સામે કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તે સ્પષ્ટ નથી.
એવું જાણવા મળ્યું છે કે આ મામલે કોઇ ઔપચારિક સુનાવણી યોજાઈ ન હતી જયપ્રગાશે મેદાન પરના અમ્પાયરોના રિપોર્ટના આધારે કાર્યવાહી કરી હતી. રિપોર્ટ પ્રમાણે આ કાર્યવાહી શ્રીલંકા ક્રિકેટ (SLC) દ્વારા કરવામાં આવી છે કારણ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ની આ બાબતમાં કોઈ ભૂમિકા નથી.
વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકાના ખેલાડી વચ્ચે ધક્કા મુક્કી, મેચમાં જોરદાર બબાલ, જુઓ વીડિયો
વૈભવ સૂર્યવંશી આ કારણે થયો હતો ગુસ્સે
શ્રીલંકા-એ સામેની મેચમાં વૈભવ સૂર્યવંશી કેમ ગુસ્સે થયો હતું. તેનું કારણ સામે આવ્યું છે. ક્રિકબઝના અહેવાલ મુજબ વિશેન હલંબગે કહ્યું હતું કે ઘરે જાઓ, આ IPL નથી. આ સાંભળીને વૈભવ સૂર્યવંશી ગુસ્સે થઈ ગયો હતો. વિશેન હલંબગે પહેલી મેચથી જ વૈભવ સૂર્યવંશીને પરેશાન કરવાનો પ્રયાસ કર્યો હતો. તે મેચ દરમિયાન તેણે વારંવાર ભારતીય ઓપનિંગ બેટ્સમેન પર સ્લેજિંગ કર્યું હતું.
