જીવનશૈલી | જો તમે સામાન્ય ભજીયા કે ગોટાથી કંઈક અલગ અને ખાટો-મીઠો-તીખો સ્વાદ અજમાવવા માગતા હોવ, તો લીંબુ ગોટા એક અદભુત રેસીપી છે. બટાકા, લીલા મસાલા, કાળા મરી અને તલની સુગંધ સાથે લીંબુના રસની ખાટાશ આ ગોટાને એકદમ ખાસ સ્વાદ આપે છે.
બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનતા આ ગોટા સાંજના નાસ્તા માટે કે ચોમાસા શિયાળાની ઋતુમાં ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા પડે છે.
લીંબુ ગોટા રેસીપી
સામગ્રી
- 3 મીડિયમ સાઈઝના બટાકા
- 1/4 કપ લીલું લસણ
- 1/2 કપ ધાણા (દાંડી સાથે)
- 1/2 કપ ઝીણા સમારેલા ધાણા (કોથમીર)
- આદુનો નાનો ટુકડો
- 2-3 લીલા મરચાં
- 2 ચમચી સફેદ તલ (શેકેલા)
- 8-10 વાટેલા કાળા મરી
- 1 નાની ચમચી આખું જીરું
- 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર
- 1 નાની ચમચી ગરમ મસાલો અથવા કિચન કિંગ મસાલો
- 2 નાની ચમચી ખાંડ
- 1 દોઢ લીંબુનો રસ
- 1 કપ ચણાનો લોટ (બેસન)
- 1/2 નાની ચમચી હિંગ
- મીઠું સ્વાદ મુજબ
- ચપટી બેકિંગ સોડા
- જરૂર મુજબ પાણી
- 1 નાની ચમચી ગરમ તેલ (બેટર માટે)
- તેલ જરૂર મુજબ
લીંબુ ગોટા બનાવવાની રીત
સૌપ્રથમ મીડિયમ સાઈઝના બટાકાને પ્રેશર કૂકરમાં મીડિયમ ગેસ પર ૩ સીટી વાગે ત્યાં સુધી સ્ટીમ બોઈલ કરી લો. એક ચોપરમાં લીલું લસણ, ધાણા, આદુ અને લીલા મરચાં ઉમેરીને તેને ક્રીસ્પી પીસી લો.
આ મસાલાને એક પ્લેટમાં કાઢી લો અને તેમાં શેકેલા સફેદ તલ, વાટેલા કાળા મરી, આખું જીરું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અથવા કિચન કિંગ મસાલો, ખાંડ અને લીંબુનો રસ ઉમેરો. બધું બરાબર મિક્સ કરી લો.
હવે તેમાં બાફેલા અને મેશ કરેલા બટાકા ઉમેરો. છેલ્લે વધારાના 1/2 કપ ઝીણા સમારેલા ધાણા ઉમેરો. આ મિશ્રણને બરાબર મિક્સ કરીને તેના નાના નાના બોલ્સ વાળી લો.
કોટિંગ બનાવવા માટે, એક બાઉલમાં ચણાનો લોટ લો. તેમાં હિંગ, સ્વાદ મુજબ મીઠું, ચપટી બેકિંગ સોડા અને જરૂર મુજબ પાણી ઉમેરીને ગઠ્ઠા વગરનું જાડું બેટર બનાવી લો.
આલિયા જેવી ગ્લોઈંગ સ્કિન જોઈએ છે? આ સ્વાદિષ્ટ નાડુ બનાવો!
આ બેટરમાં 1 નાની ચમચી ગરમ તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તૈયાર કરેલા બટાકાના બોલ્સને જાડા બેટરમાં ડીપ કરો અને ગરમ તેલમાં મૂકો.
દરેક ગોટાને ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી મીડિયમ થી હાઈ ગેસ પર ડીપ ફ્રાય કરી લો. ગરમાગરમ ગોટાની ઉપર ફ્રેશ લીંબુનો રસ નીચોવીને અને લીલા મરચાં સાથે એન્જોય કરો.
